OMG 2માં 20 કટ લાગ્યા, A સર્ટિફિકેટ સાથે રીલિઝ થશે ફિલ્મ, બાળકો નહીં જોઈ શકે

PC: hashtagu.in

થોડા દિવસો પહેલા જ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ OMG 2 Aને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને રિવાઇઝિંગ કમિટી પાસે ફરીથી રિવ્યુ માટે મોકલવામાં આવી છે. મેકર્સે ફિલ્મમાં અમુક એવા દૃશ્યો બતાવ્યા છે, કે, જેનાથી લોકોને આપત્તિ હોઇ શકે છે. ફિલ્મ 11મી ઓગસ્ટના રોજ થિએટર્સમાં રીલિઝ થવા જઇ રહી છે અને બીજી બાજુ મેકર્સની મુશ્કેલીઓ વધી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી આ ફિલ્મને હજુ લીલી ઝંડી નથી મળી અને મેકર્સ સ્ટાર્સની સાથે ફિલ્મ પ્રમોશન માટે થોભ્યા છે. A સર્ટિફિકેટ એટલે કે આ ફિલ્મને બાળકો નહીં જોઈ શકે.

હવે ખબર સામે આવી રહી છે કે, સર્ટિફિકેશન બ્રોડને રિવાઇઝિંગ કમિટી તરફથી જવાબ મળી ચૂક્યો છે. કમિટીએ ફિલ્મમાંથી લગભગ 15થી 20 કટ્સ કરવા માટે કહ્યું છે. સાથે જ એ પણ સલાહ આપી છે કે, આ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ મળે. જ્યારે, મેકર્સનું કહેવું છે કે, ફિલ્મમાં એવું કંઇ નથી કે, જેને કટ કરવાની જરૂર પડે. તેઓ આ સલાહનું ખંડન કરી રહ્યા છે. સૂત્રો તરફથી ખબર પડી છે કે, સર્ટિફિકેશન બોર્ડ તરફથી ફિલ્મમાં અમુક ચીજો આપત્તિજનક બતાવવામાં આવી હતી, જે બાદ ફિલ્મને ફરીથી રિવ્યુ માટે મોકલવામાં આવી હતી. જોકે, ફિલ્મમાં કિસિંગ સીન પર લોકોને આપત્તિ હોઇ શકે છે, તેના વિશે હજુ સુધી કંઇ સામે નથી આવ્યું.

OMG 2ના પહેલા ટીઝરને ઓડિયન્સ દ્વારા ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો. જ્યારે, અમુક લોકોને અક્ષય કુમારના ભગવાન શિવનું પાત્ર અને તેમના રેલવે સ્ટેશન પર હેન્ડ પંપની નીચે બેસીને નહાવાવાળું દૃશ્ય અજીબ લાગ્યું હતું. પણ સર્ટિફિકેશન બોર્ડનું કહેવું છે કે, તેઓ નથી ચાહતા કે, અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મે એ પ્રકારના વિવાદનો સામનો કરવો પડે કે, જે રીતના વિવાદનો સામનો આદિપુરૂષે કરવો પડ્યો. પણ મેકર્સ હજુ પણ સર્ટિફિકેશન બોર્ડ અને રિવાઇઝિંગ કમિટીની સલાહ વચ્ચે ફસાયા છે.

રિપોર્ટ્સ અનુસાર, એક યુઝરે અક્ષય કુમારની નવી ફિલ્મની સ્ટોરીનો ખુલાસો કરી દીધો હતો. આ વાયરલ પોસ્ટનો દાવો હતો કે, OMG 2ની સ્ટોરી એક ગે છોકરા પર આધારિત છે. આ છોકરાને કોલેજમાં તેની સ્ક્સુઆલિટી માટે બુલી કરવામાં આવે છે, જે પરેશાન થઇને આત્મહત્યા કરી લે છે.

આ ઘટનાથી આહત થઇને કોલજના પ્રોફેસર પંકજ ત્રિપાઠી બાળકોને લઇને સેક્સ એજ્યુકેશન ફરજિયાત કરવાની કોશિશ કરે છે, કારણ કે, કોલેજના છોકરાઓ શીખે અને બુલિંગ ઓછી થાય ફિલ્મમાં ધાર્મિક લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે અને તેને ભગવાનની નિયતિ વિરૂદ્ધ ગણાવે છે. જે બાદ ભગવાન શિવ બનેલો અક્ષય કુમાર પંકજ ત્રિપાઠીની મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp