‘ઓહ માય ગોડ 2’નું ટીઝર થયું રીલિઝ, અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીએ રેડી દીધો જીવ

PC: indianexpress.com

અક્ષય કુમાર બોલિવુડનો એ એક્ટર છે જે એક વર્ષમાં ઘણી ફિલ્મો કરે છે. જો કે દોઢ વર્ષથી બોલિવુડ ખેલાડી અક્ષય કુમાર એક મોટી હિટ માટે તરસી રહ્યો છે. તેની OTT પર રીલિઝ થયેલી ફિલ્મ ‘કઠપૂતળી’એ તો ઓડિયન્સનું દિલ જીત્યું, પરંતુ સિનેમઘરોમાં તેની ફિલ્મોને દર્શક મળી રહ્યા નથી. ‘સેલ્ફી’ બાદ હવે ફરી એક વખત અક્ષય કુમાર સ્ક્રીન પર આવવા માટે કમર કસી ચૂક્યો છે. તેની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. જેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.

ગત દિવસોમાં અક્ષય કુમારની આ ફિલ્મથી કેટલીક ઝલક પણ સામે આવી હતી, જેના પર લોકોએ તેને ઘણી બધી સલાહ આપી નાખી હતી. લોકોએ ધમકીઓ આપી હતી કે, અમે ગત ફિલ્મ (ઓહ માય ગોડ)માં તો ઝીલી લીધું, પરંતુ આ વખત ધર્મનું મજાક બનાવ્યું તો સારું નહીં થાય. ખેર હવે ફિલ્મનું ટીઝર સામે આવી ગયું છે. ‘ઓહ માય ગોડ 2’ના ટીઝર પોસ્ટર બાદ આખરે અક્ષય કુમારે પોતાની આ ફિલ્મનું ટીઝર રીલિઝ કરી દીધું છે.

આ ટીઝરની શરૂઆત આ ડાયલોગ સાથે થાય છે, ‘ઈશ્વર છે કે નહીં તેનું પ્રમાણ માણસ આસ્તિક કે નાસ્તિક થઈને આપી શકે છે, પરંતુ ભગવાન પોતાના બનાવેલા માણસોમાં ક્યારેય ભેદ કરતો નથી. પછી તે નાસ્તિક કાંજીલાલ મેહતા હોય કે પછી આસ્તિક શાંતિ કરણ મુદગલ. અને મુશ્કેલીમાં લગાવવામાં આવેલી પુકાર તેને હંમેશાં તેને પોતાના માણસો સુધી ખેંચી જ લાવે છે. આ ટીઝર ફિલ્મની રીલિઝથી બરાબર એક મહિના અગાઉ જાહેર કરવામાં આવ્યું છે.

આ ફિલ્મનું ટીઝર શેર કરતા લખ્યું છે કે ‘રાખ વિશ્વાસ OMG2’નું ટીઝર આઉટ થઈ ગયું છે. તેણે કેપ્શનમાં જણાવ્યું કે, ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલિઝ થશે. સોમવારે અક્ષય કુમાટે પોતાની આ ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ની એક ક્લિપ શેર કરી હતી. આ વીડિયોમાં અક્ષય કુમાર શિવ અવતારમાં નજરે પડી રહ્યો છે. તેણે તેની સાથે જ જણાવ્યું હતું કે, ફિલ્મનું ટીઝર 11 જુલાઇના રોજ એટલે કે મંગળવારે રીલિઝ થઈ ગયું છે. અક્ષય કુમારના આ વીડિયો પર લોકોએ તેને ચેતવણી આપી નાખી હતી. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ફિલ્મમાં સનાતન ધર્મ સાથે મજાક  જરાય સહન નહીં કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp