લગ્નમાં જઈ નથી નાચતી, રાતે હીરોના રૂમમાં નથી જતી એટલે એ લોકો મને ગાંડી-ઘમંડી...

PC: twitter.com

કંગના રનૌતે ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પર નિશાન સાધ્યું છે. કંગનાએ કહ્યું કે, તેની માતાએ તેને મીઠું અને રોટલો ખાવાનું શીખવ્યું છે પરંતુ તે પોતાની મર્યાદાની વિરુદ્ધ કોઈ કામ કરી શકતી નથી.

કંગના રનૌતે તેની માતાની સાદગીના બહાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને નિશાના પર લીધા હતા. તેણે રવિવારે તેની માતાની એક તસવીર પોસ્ટ કરી જેમાં તે ખેતરમાં કામ કરી રહી હતી. ફોટોને રીટ્વીટ કરીને તેના ફોલોઅર્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, કરોડપતિ હોવા છતાં કંગનાની માતા ખેતરમાં કામ કરે છે. આના પર કંગના રનૌતે અનેક ટ્વિટમાં બોલિવૂડના હીરો અને હિરોઈન પર નિશાન સાધ્યું છે. તેણે ટ્વિટમાં લખ્યું છે કે, તે ન તો લગ્નમાં નાચવા જાય છે, અને ફિલ્મના હીરોના બોલાવવા પર તેના રૂમમાં જતી નથી.

કંગના રનૌતે રવિવારે તેની માતાની તસવીર પોસ્ટ કરી હતી. આ સાથે કેપ્શન લખ્યું હતું કે, તેની માતા રોજ 7-8 કલાક ખેતરમાં કામ કરે છે. એક ટ્વિટર યુઝરે આના પર લખ્યું કે, કરોડપતિ હોવા છતાં પણ કંગનાની માતા ખેતરમાં કામ કરે છે. આવી સાદગી તમે લાવો છો ક્યાંથી? જેના પર કંગનાએ જવાબ આપ્યો, મારી માતા મારા કારણે અમીર નથી. હું રાજકારણીઓ, અમલદારો અને ઉદ્યોગપતિઓના પરિવારમાંથી આવું છું. માતા 25 વર્ષથી વધુ સમયથી શિક્ષક રહ્યા છે. મારી માતાએ શીખવ્યું છે કે, મીઠું અને રોટલો ખાઈ લો પણ કોઈની પાસેથી કંઈ માગશો નહીં. મને શીખવવામાં આવ્યું છે કે, એવું કઈ પણ કે જે મારા સંસ્કારોની વિરુદ્ધમાં હોય, મને ના કહેતા શીખવાડ્યું છે. ફિલ્મ માફિયાઓએ સમજી જવું જોઈએ કે, મારો આ એટીટ્યુડ ક્યાંથી આવે છે અને હું ફિલ્મો અને લગ્નમાં નાચવા જેવી હલકી વસ્તુઓ કેમ નથી કરી શકતી.

ભિખારી માફિયાઓએ મારા એટિટ્યૂડને મારો ઘમંડ ગણાવ્યો, કારણ કે મેં અન્ય છોકરીઓની જેમ લટકા ઝટકા કરવાનું, આઈટમ નંબર કરવાની, લગ્નોમાં નાચવાનું, રાત્રે બોલાવવામાં આવે ત્યારે હીરોના રૂમમાં જવાની ચોખ્ખી ના પાડી. તેઓએ મને પાગલ જાહેર કરી અને મને જેલમાં મોકલવાનો પ્રયાસ પણ કર્યો. આ એટીટ્યુડ છે કે મક્કમતા છે? લોકો પોતાને સુધારવાને બદલે મને સુધારવા ગયા છે. પણ યુક્તિ એ છે કે, મારે મારા માટે કંઈ નથી જોઈતું. મેં હમણાં બધું ગીરવે મૂકીને એક ફિલ્મ બનાવી છે. રાક્ષસોનો નાશ થશે, ખરાબ શિક્ષા આપવામાં આવશે. કોઈએ મારા પર દોષારોપણ ન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp