રામાયણમાં રણબીરની ભગવાન રામની ભૂમિકા પર કંગનાએ કહ્યું, પાતળો સફેદ ઉંદર પોતાને...

PC: bollywoodlife.com

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના મજબૂત અભિનયની સાથે સાથે બિન્દાસ્ત અંદાજ માટે જાણીતી છે. તાજેતરમાં, એવા અહેવાલ હતા કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ રામાયણમાં દેવી સીતા અને ભગવાન રામની ભૂમિકા ભજવશે. જ્યારે, યશ રાવણના રોલમાં જોવા મળી શકે છે. હવે કંગના રનૌતે આ અંગે મૌન તોડ્યું છે. અને સાથે જ કાસ્ટિંગની આકરી ટીકા પણ કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે, કંગના 'ધ અવતારઃ સીતા' નામની ફિલ્મમાં નજર આવવાની છે.

કંગના રનૌતે લખ્યું, 'હાલ માં જ હું એક બીજી આવનારી ફિલ્મ બોલી રામાયણ વિશે સમાચાર સાંભળી રહી છું. જ્યાં એક પાતળો સફેદ ઉંદર, જેને કેટલાક સન ટેન અને અંતરાત્માની સખત જરૂર છે, તે ફિલ્મ ઉદ્યોગમાં લગભગ દરેક વ્યક્તિ વિશે ગંદા PR કરવા માટે કુખ્યાત છે... પોતાને ભગવાન શિવ તરીકે સાબિત કરવાનો સખત પ્રયાસ કર્યા પછી, હવે ભગવાન રામ બનવા આતુર થઇ ગયો છે...'

તેણે એમ પણ ઉમેર્યું, 'જ્યારે વાલ્મીકિજી દ્વારા વર્ણવ્યા પ્રમાણે એક યુવા દક્ષિણ સુપરસ્ટાર, જેને સ્વ-નિર્મિતના રૂપમાં ઓળખવામાં આવે છે, જે એક સમર્પિત પારિવારિક માણસ, પોતે એક પરંપરાવાદી પણ છે, તે તેના રંગ, રીતભાત અને ચહેરાના લક્ષણોમાં ભગવાન રામની જેવો દેખાય છે.... તે રાવણની ભૂમિકા ભજવશે... આ કેવો કલયુગ છે? કોઈ નિસ્તેજ દેખાતો, ડ્રગ એડિક્ટ છોકરાને ભગવાન રામનું પાત્ર ન ભજવે..., જય શ્રી રામ.' કંગનાએ પોતાની તે પછીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ખાતરનું નિશાન મૂક્યું છે. તેમાં તેણે એમ પણ કહ્યું, જો તમે મને એકવાર માર્યું તો, હું તમને ત્યાં સુધી મારીશ, જ્યાં સુધી તમે મરી નહિ જશો, મારી સાથે કોઈ હોશિયારી ન કરતા, દુર જ રહેજો!!!!' અહીં તમને જણાવી દઈએ કે, રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં શિવની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

પિંકવિલાના તાજેતરના અહેવાલમાં, એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, રામાયણ માટે આલિયા પ્રથમ પસંદગી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, અગાઉ વિવિધ કારણોસર તારીખો મેચ થઈ શકી ન હતી, પરંતુ ફિલ્મ વિલંબિત થયા પછી, નિતેશ અને નિર્માતા મધુ મન્ટેનાએ આલિયા સાથે જવાનું નક્કી કર્યું. અહેવાલો અનુસાર, રણબીર DNEG ઓફિસમાં ફિલ્મ માટે લુક ટેસ્ટ આપવામાં વ્યસ્ત છે. રિપોર્ટમાં એ પણ સંકેત આપવામાં આવ્યો છે કે, યશ ટૂંક સમયમાં રાવણના રોલ માટે ફિલ્મ સાઈન કરી શકે છે. ફિલ્મની સત્તાવાર જાહેરાત આ વર્ષે દિવાળી પર થવાની આશા છે.

કંગના રનૌત તેના દમદાર અભિનય માટે જાણીતી છે. તેણે કરેલી તમામ ફિલ્મો થિયેટરોમાં બ્લોકબસ્ટર રહી છે. હવે અભિનેત્રી તેની પ્રથમ સોલો નિર્દેશિત ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મ પૂર્વ PM ઈન્દિરા ગાંધીના જીવનની આસપાસ ફરે છે અને તેમાં કંગના દિવંગત રાજનેતાની ભૂમિકામાં છે. તે તેજસ, ચંદ્રમુખી 2, મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ ડીદ્દા અને ધ અવતારઃ સીતામાં પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp