26th January selfie contest

એક સમયે ઘરનું મકાન ન હતું, પણ દેવાયત ખવડ અત્યારે જીવે છે વૈભવી લાઈફ

PC: twitter.com

ગુજરાતમાં વટ, ખુમારી અને દાતારી જેવી વાતો કરતા સાહિત્યકાર દેવાયત ખવડને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય. વિવાદ ઊભો થયા પછી તો તેને વધુ લોકો ઓળખતા થઇ ગયા છે. દેવાયત ખવડ આજે સાહિત્યકાર તરીકે ગુજરાત ઉપરાંત અન્ય દેશોમાં પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. હાલમાં જ દેવાયત ખવડ જેલની હવા ખાઈ આવ્યો છે. હાલમાં તે જામીન પર બહાર છે.

હાલ સાહિત્ય કલાકારમાં દેવાયત ખવડ વૈભવી જીવન જીવી રહ્યો છે પરંતુ તેને આગળ વધવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. દેવાયત ખવડ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે તેની પાસે રહેવા માટે પોતાનું મકાન પણ નહોતું અને દેવાયત ખવડના પિતા મજૂરી કરીને ઘરનું ગુજરાત ચલાવતા હતા.

દેવાયત ખવડ વિશે વાત કરવામાં આવે તો તે મૂળ દુધઈ ગામનો રહેવાસી છે અને તેને ગામમાં જ 1થી 7 ધોરણનો અભ્યાસ કર્યો છે. માધ્યમિક અભ્યાસ કરવા માટે દેવાયત તેના ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા સડલા ગામમાં જતો હતો.

તેને અભ્યાસ કરવામાં રસ ન હતો. ભણવામાં રુચિ ન હોવાના કારણે તેને ગાવાની શરૂઆત કરી. દેવાયત ખવડના પિતાનું નામ દાનાભાઈ ખવડ હતું અને તેઓ મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા.

ગામમાં 1થી 7 ધોરણનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક અભ્યાસ કરવા માટે દેવાયતને તેના ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા સડલા ગામમાં જવું પડતું હતું. તેથી તે સાયકલ લઈને અપડાઉન કરતો હતો.

જ્યારે શાળામાં દેવાયત ખવડને સુવિચાર બોલવાનો વારો આવતો ત્યારે તે શાળા પણ જતો નહીં કારણ કે, તેને લોકો વચ્ચે બોલવામાં ડર લાગતો હતો. પરંતુ દેવાયતને ભણવામાં રસ ન હોવાના કારણે તેને બધા લોકોને બોલતા અને ગાતા જોઈને તેને પણ ગાવાનું નક્કી કરી લીધું અને તે ઇશ્વરદાન ગઢવીને જોઈને ગાવાનું ચાલુ કર્યું.

ત્યારબાદ દેવાયત ખવડે ધીમે-ધીમે પ્રોગ્રામો કરવાના શરૂ કર્યા અને આજે દેવાયત ખવડ સાહિત્યકાર તરીકે ખૂબ ખૂબ જ પ્રખ્યાત છે. તેને રાજભા ગઢવી, ગીતા રબારી, હકાભા ગઢવી જેવા નામાંકિત કલાકારો સાથે પ્રોગ્રામ કર્યા છે.

દેવાયત ખવડે સૌથી પહેલો પ્રોગ્રામ હનુમાન જયંતીના દિવસે કર્યો હતો અને ત્યારથી જ તેમનો ઘણો મોટો ચાહક બની ગયો હતો. જ્યારે દેવાયત ખવડ એક દિવસ થાનગઢ નજીક આવેલા ગામમાં પ્રોગ્રામ માટે ગયા હતા, તે સમયે ચારણ ભરતદાન ગઢવી સાથે તેઓની મુલાકાત થઈ હતી અને તેઓ દેવાયત ખવડના ગીતથી ખૂબ પ્રભાવિત થયા હતા જેના કારણે ભરતદાન ગઢવીએ દેવાયત ખવડને અલગ-અલગ પ્રોગ્રામો આપવાની ઓફર કરી હતી.

સૌ પ્રથમ તે પ્રોગ્રામમાં સોનલ માતા, રાજપૂત સમાજ અને ચારણ સમાજની દાતારી વિશે વાતો કરતો હતો અને છંદ, દુહા બોલતા હતા. દેવાયત ખવડ હાલમાં પણ તેમના પ્રોગ્રામમાં ખુમારી અને ખમીરવંતીની વાતો કરવાનું ખૂબ જ વધારે પસંદ કરે છે. યુવાનો પણ તેમની આ વાતોને ખૂબ જ દિલથી સાંભળે છે.

દેવાયત ખવડ સ્ટેજ પર કોઈક વાર ભૂલ કરતો હતો. તે સમયે પ્રસિદ્ધ કલાકાર માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી તેઓને ભૂલો બાબતે જ્ઞાન આપતા હતા. માયાભાઇ આહિરના બંને દીકરાઓ દેવાયત ખવડના ચાહક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp