ફિલ્મ Oppenheimerમાં ઈન્ટીમેટ સીન દરમિયાન ભગવદ્ ગીતા વાંચવાને લઈ લોકો ભડક્યા

PC: koimoi.com

હોલિવુડના સૌથી પ્રખ્યાત ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલને તેની નવી રીલિઝ થયેલી ફિલ્મ Oppenheimerથી સારી શરૂઆત કરી છે. રીલિઝની સાથે જ ફિલ્મનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મની એડવાન્સ બુકિંગ પણ ઘણી સારી રહી છે. પઠાણ ફિલ્મ પછી Oppenheimerએ ભારતીય સિનેમાઘરોની રોનક ફરી વધારી દીધી છે. પણ Oppenheimer જોયા પછી ઘણાં લોકો એક સીન પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ ફિલ્મ પરમાણુ બોમ્બ બનાવનારા વૈજ્ઞાનિક જે રોબર્ટ ઓપેનહાઈમરના જીવન પર આધારિત છે. આ વૈજ્ઞાનિક ભગવદ્ ગીતા વાંચતા રહેતા હતા. પણ ફિલ્મમાં વૈજ્ઞાનિકને સેક્સ સીન દરમિયાન ભગવદ્ ગીતા વાંચતા દેખાડવામાં આવ્યો છે. જેને લઈ લોકો રોષમાં છે.

ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકનું પાત્ર ભજવનાર અભિનેતા કિલિયન મર્ફી તેની ગર્લફ્રેન્ડ સાથે ઈંટમેટ થતા ભગવદ્ ગીતા વાંચે છે. હિંદુ ધર્મગ્રંથ ભગવદ્ ગીતાને વાંચતા સમયે ઈંટીમેટ સીન દેખાડવા પર લોકો ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાનને ટ્રોલ કરી રહ્યા છે. ફિલ્મમાં આ સીનને કાપ્યા વિના ભારતમાં રીલિઝ કરવા પર ઘણાં લોકો સેંસર બોર્ડની પણ ટીકા કરી રહ્યા છે.

પાછલા 20 વર્ષમાં ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાનની Oppenheimer પહેલી ફિલ્મ છે, જેને R રેટિંગ આપવામાં આવી છે. આ રેટિંગ એવી હોલિવુડ ફિલ્મોને આપવામાં આવે છે જેમાં એડલ્ટ કન્ટેંટ, એડલ્ટ થીમ્સ, હાર્સ લેંગ્વેજ, ન્યૂડિટી જેવા ફેક્ટર્સ હોય છે. પણ ભારતમાં સેંસર બોર્ડે ફિલ્મની લેન્થને ઓછી કરી અને અમુક સેક્સ સીન ડિલિટ કરીને ફિલ્મને U/A રેટિંગ આપી છે. ફિલ્મના આ કટ્સ સ્ટૂડિયોએ જાતે જ લગાવ્યા હતા. કારણ કે તેમને નહોતું લાગ્યું કે ભારતીય સેંસર બોર્ડ આ સીન્સની પરવાનગી આપશે.

ખેર, ફિલ્મમાં આ સીન જોયા પછી લોકોમાં ઘણો રોષ છે. ફિલ્મની ટીકા થઇ રહી છે. ઘણાં લોકો આ સીનને આપત્તિજનક ગણાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ફિલ્મમાં એક સીન છે. જ્યાં ર્નિવસ્ત્ર યુવતી ભગવદ્ ગીતા લઈને આવે છે અને ઈન્ટેમસી દરમિયાન તેને વાંચે છે. આ ખૂબ જ આપત્તિજનક સીન છે.

એક યૂઝરે લખ્યું, હું Oppenheimer ફિલ્મને બોયકોટ કરવાની માગ કરું છું. મને દાણ થઇ છે કે આમા ભગવદ્ ગીતાથી જોડાયેલ ખૂબ જ આપત્તિજનક સીન છે. હિંદુ ધર્મને સકારાત્મક રીતે દેખાડવાની અપેક્ષા હોલિવુડ પાસેથી ક્યારેય રાખવી જોઇએ નહીં.

Oppenheimer ફિલ્મ ભારતમાં 21 જુલાઈના રોજ રીલિઝ કરવામાં આવી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી એવી કમાણી કરી રહી છે. પણ હવે લોકોના ગુસ્સાને પગલે ભારતમાં આ ફિલ્મના કલેક્શન પર અસર પડી શકે છે. શું પણ Oppenheimer ફિલ્મ જોઇ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp