ક્રિસ્ટોફર નોલાનની બહુચર્ચિત 'ઓપેનહાઇમર' ફિલ્મ જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

આ ફિલ્મ એક રોમાંચક બાયોગ્રાફી ડ્રામા છે, જે આપણને અમેરિકન ભૌતિક વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપેનહાઇમરની જિંદગીમાં ડોકિયું કરવાનો અવસર આપે છે. તેમને પરમાણુ બોમ્બના નજકના રૂપમાં ઓળખવામાં આવે છે. આ ફિલ્મ અમેરિકન સેના માટે ઓપેનહાઇમરના નેતૃત્વમાં ‘ટ્રિનિટી’ કોડ નામથી દુનિયાના પહેલા પરમાણુ પરીક્ષણની કહાની છે. આ પરીક્ષણ અગાઉ  અને ત્યારબાદની ઘટનાઓનું ખૂબ જ રસપ્રદ વર્ણન છે. ક્રિસ્ટોફર નોલનની ફિલ્મોની કહાની ગમે તેવી ઘૂમવાદાર માર્ગે થઈને પસાર થાય, પછી ભલે સ્ક્રીનપ્લે કેટલું પણ જટિલ કેમ નહીં હોય, કહાનીના મૂલ્યમાં તે પ્રેમ અને પછતાવાની ભાવનાને પોતાના અંદાજમાં દેખાડવા માટે ઓળખાય છે.

પોતાની આ સ્ટાઇલમાં તેમણે સામાન્યથી હટીને ઓપેનહાઇમરમે એક માસ્ટરપીસની જેમ તૈયાર કરી છે. આ વ્યક્તિના મોહભંગ પર બનેલી એક એવી ફિલ્મ છે જે હંમેશાં યાદ રાખવામાં આવશે. એક વ્યક્તિની સૌથી મોટી શોધ અને બહાદુરી, તેનાથી વિનાશનું સૌથી મોટું કારણ બની જાય છે. ઓપેનહાઇમર ભલે એક પ્રતિભાશાળી વ્યક્તિ હોય, પરંતુ તે દુનિયાના રીત રિવાજોથી અજાણ હતા. તેમણે મનની વાત કહી. બધા પર ભરોસો કર્યો અને પછી તેની કિંમત પણ ચૂકવી. ફિલ્મની શરૂઆત એક સાઇકોલૉજિકલ હોરર ઇન્વેસ્ટિગેશન થ્રિલરની જેમ છે. પરદાના ઇતિહાસના પાનાંમાં નોંધાયેલો ઘણી ઘટનાઓને રીપિટ કરવામાં આવે છે.

નોલને પરદા પર ડિટેલિંગ માટે IMAX કેમેરાનો સારી રીતે ઉપયોગ કર્યો છે. તમે પરદા પર એક્ટર્સે ખૂબ નજીક અનુભવ કરે છે. તેના ચહેરાના દરેક બદલાતા રંગ, દરેક ન કહેલી ભાવનાઓ અને દરેક પડતા આંસુનો અનુભવ કરાવે છે. ખાસ કરીને એ ભયાનક વિસ્ફોટના સીનમાં તેજ ગર્જનાવાળી અવાજ અને ધૂપ શાંતિની લુકા છૂપી એક અલગ પ્રકારનો અનુભવ આપે છે. લુંડવિગ ગૌરન્સનનું મ્યુઝિક ફિલ્મને બેચેનીથી ભરી દે છે. આ ટિક ટિક કરતા ટાઇમ બોમ્બ જેવું છે. ક્રિસ્ટોફર નોલન ઘડીની સુઈયોથી કદમતાલ કરતા પોતાની ચિંતા વધારે છે, તમને ભાવનાત્મક રૂપે એવું જકડી લે છે કે તમારો ઊભા રહેવાનો કોઈ રસ રહેતી નથી.

અંતે જ્યારે તેઓ પોતાના મુખ ભૂમિકાઅને પોતાના જ ગુના બોધની કેદથી મુક્ત કરે છે તો દર્શક તરીકે તમે પોતાને આંસુમાં ડૂબાડી શકો છો. જો તમારી દ્વિતીય વિશ્વ યુદ્ધમાં રુચિ રહી અને તમે તેના જાણકાર છો તો તમને જર્મની-જાપાન-રશિયાની હથિયારોની હોડનો અંદાજો થશે. આ ફિલ્મ તમને આ હોડ સાથે ચાલી રહેલી સામાજિક રાજનૈતિક સ્થિતિને સમજવામાં મદદ કરે છે. ફિલ્મ એ દેખાડે છે કે ફાંસીવાદ સાથે લડવા અને લોકોનો જીવ બચાવવાની ઈચ્છા, કેવી રીતે માનવ જીવનના વિનાશનું સૌથી મોટું કારણ બની. ઓપેનહાઇમરની ભૂમિકા કિલિયન મર્ફીથી સારું કદાચ જ કોઈ નિભાવી શકે છે.

તેમની ચુભતી બ્લૂ આંખો, પીડા અને શાંતિથી ભરેલા ગુસ્સાને જબરદસ્ત રીતે નિવેદન કરે છે. રોબર્ટ ડાઉની જુનિયર અને એમિલી બલન્ટ પોત પોતાની ભૂમિકામાં શાનદાર છે. મેટ ડેમન, રામિ માલેક અને કેનેથ બ્રાનધને એક્સટેન્ડેડ કેમિયોમાં સારી ભૂમિકાઓ આપી છે. ઓપેનહાઇમર એક ફિલ્મ તરીકે તમારી અંદર સુધી ઝકઝોર કરી દે છે. આ અપરાધબોધ અને મનની અંદરના ઉથલ-પાથલથી પીડિત એક વ્યક્તિ પર કહાની છે. એક વ્યક્તિ જે મોત બની ગયો, દુનિયાના વિનાશ કહેવાય.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.