- Entertainment
- ઓસ્કાર ન મેળવી શકનારા લોકોને મળે છે 1 કરોડની બેગ, જાણો તેની અંદર શું-શું હોય છે?
ઓસ્કાર ન મેળવી શકનારા લોકોને મળે છે 1 કરોડની બેગ, જાણો તેની અંદર શું-શું હોય છે?
ઓસ્કાર એવોર્ડ ભલે ગમે તેને મળે પરંતુ, દુનિયાની આ સૌથી મોટી ઇવેન્ટમાંથી કોઈપણ ખાલી હાથે નથી જતું. ઓસ્કારની આ જ ખાસ વાત છે. દર વર્ષે ઓસ્કારમાં નોમિનેશન મેળવનારા દરેક વ્યક્તિને એક ખાસ ગિફ્ટ આપવામાં આવે છે. આ ગિફ્ટ બેગની કિંમત કરોડોમાં હોય છે. પરંતુ, શું તમે જાણો છો, આ બેગમાં એવી કઈ ખાસ વસ્તુઓ સામેલ હોય છે, જે તેને આટલી મોંઘી બનાવે છે?

એન્ટરટેન્મેન્ટની દુનિયાના આ સૌથી મોટા એવોર્ડની ગિફ્ટ પણ કંઈ ખાસ જ હશે. આ ગિફ્ટ બેગ ઓસ્કારમાં નોમિનેટ થનારી દરેક વ્યક્તિને મળે છે. આ વર્ષની તેની કિંમત 126000 ડૉલર આંકવામાં આવી છે, જે આશરે એક કરોડ રૂપિયાની આસપાસ છે. આ ગિફ્ટ બેગ માટે ઓસ્કાર્સના ઓર્ગેનાઇઝર્સ એક રૂપિયો પણ ખર્ચ નથી કરતા. ઓસ્કાર ગિફ્ટ બેગ લોસ એન્જલસની માર્કેટિંગ કંપની ડિસ્ટિંક્ટિવ એસેટ પોતાના તરફથી વહેંચે છે.

આ બેગમાં આશરે 60 કરતા પણ વધુ આઇટમ મુકવામાં આવી છે, જેમા ઘણા પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સ અને લાઇફસ્ટાઇલ સંબંધિ ગિફ્ટ્સ, લક્ઝરી વેકેશનના પેકેજ સામેલ છે. સાથે જ 40000 ડૉલર એટલે કે આશરે 33 લાખના કેનેડિયન ગેટઅવેની કિટ છે. નોમિનેટ થયેલા લોકોને લક્ઝરી વેકેશન પાસ દ્વારા ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ અને ઇટાલિયન લાઇટ હાઉસમાં 8 લોકોને રહેવાની તક પણ મળે છે. તેમજ, જો કોઈકે પોતાનું ઘર રિનોવેટ કરાવવુ હોય તો પણ તે મેસન કંસ્ટ્રક્શન દ્વારા 25000 ડૉલર એટલે કે આશરે 21 લાખ રૂપિયામાં કરાવી શકે છે. આ ગિફ્ટમાં ઘણા કાયાકલ્પ પ્રોસિઝર પણ સામેલ છે, જે કથિતરીતે પેકેજનો હિસ્સો છે. તેમા લિપો આર્મ સ્કલ્પટિંગ, હેર રેસ્ટોરેશન સર્વિસીસ અને ફેસલિફ્ટ ઈન્ક્લૂડ કરવામાં આવ્યા છે. ગિફ્ટમાં સામેલ 50 પરસન્ટ વસ્તુઓ મહિલાઓ અને અલ્પસંખ્યક કંપનીઓમાંથી આવે છે. આ વર્ષે ગિફ્ટ હવાઇયન સૂટકેસમાં વહેંચવામાં આવી છે.

ગિફ્ટ બેગની અંદર મિએજના સ્કિનકેર પ્રોડક્ટ છે. બ્લશ સિલ્ક્સનો એક સિલ્ક પિલોકેસ, PETAનો એક ટ્રાવેલ પિલો અને Ariadne Athens Skin Wellness, ઓલ બેટર કંપની, બોરેડ રિબેલ, ડેલી એનર્જી કાર્ડ્સ, ઇફેક્ટી-કેલ, કાઇન્ડ રીજન કંપની, નોઇંગલેબ્સના ઉત્પાદનો, Maison Construction, NaturGeeks, Rarete Studios, ReFa, Proflexa, Oxygenetic અને The Millions-Billions-Trillions Brand ની પ્રોડક્ટ્સ સામેલ છે. સૌથી ઓછી રેન્જમાં 13.56 (એક હજાર એક સો ચૌદ રૂપિયા)ની કિંમતવાળી ક્લિફ થિન્સનું એક પેકેટ અને ગિન્જા નિશિકાવાની જાપાની મિલ્ક બ્રેડનો 18 ડૉલર (1480 રૂપિયા)નો પાવ સામેલ છે.

આ ઓસ્કાર ગિફ્ટ બેગ શોના હોસ્ટ, બેસ્ટ ડાયરેક્ટર, એક્ટ્રેસ, એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-એક્ટ્રેસને આપવામાં આવે છે. ગિફ્ટ મેળવનારી વ્યક્તિને પૂરો અધિકારી હોય છે કે તે આ ગિફ્ટને રિજેક્ટ કરી શકે. રિપોર્ટ્સ અનુસાર, ગત વર્ષે એક્ટર ડેન્જલ વોસિંગટન અને જેકે સિમ્મન્સે આ ગિફ્ટ ચેરિટી માટે આપી દીધી હતી. તેમજ 2006માં જ્યોર્જ ક્લૂનીએ પણ ગિફ્ટનું ઓક્શન કરાવ્યું હતું, જેના દ્વારા મળેલી રકમ દાનમાં આપવામાં આવી હતી. જોકે, ગિફ્ટ નોમિનીઝને ફ્રીમાં આપવામાં આવે છે. પરંતુ, આ ગિફ્ટને રિસીવ કરનારાઓએ એક અમાઉન્ટ ટેક્સ તરીકે સરકારને ચુકવવાની હોય છે.

