
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન, માહિરા ખાન, હમઝા અલી અબ્બાસ અને હુમૈમા સ્ટારર ફિલ્મ ‘ધ લેજેન્ડ ઓફ મોલા જટ્ટ’ના આખા વિશ્વમાં ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. જ્યારે આ ફિલ્મને 30મી ડિસેમ્બરના રોજ ભારતમાં રીલિઝ થવાની ખબરો સંભળાઇ રહી હતી. પણ હવે આ ફિલ્મની રીલિઝને અનિશ્ચિત કાળ માટે ટાળી દેવામાં આવી છે. ફિલ્મની ભારતમાં રીલિઝને લઇને ઘણા દિવસોથી બબાલ ચાલી રહી હતી. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ આ ફ્લિમની રીલિઝને લઇને આપત્તિ વ્યક્ત કરી હતી.
INOXના એક અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમને બે ત્રણ દિવસ પહેલા ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ખબર પડી હતી કે, ફિલ્મની રીલિઝને ટાળી દેવામાં આવી છે. જ્યારે, તેના રીલિઝની આગલી કોઇ ડેટ અમારી પાસે આવી નથી. ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ કહ્યું કે, ફિલ્મના સારા પ્રદર્શનની આશા રાખતા ઝી સ્ટુડિયોઝે ‘ધ લેજેન્ડ ઓફ મોલા જટ્ટ’ના દરેક રાઇટ્સ ખરીદી લીધા હતા. તેને લઇને ચાલી રહેલા વિરોધના કારણે આ ફિલ્મને રીલિઝ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
१)राजसाहेबांचा डंका, पाकिस्तानी सिनेमाला दणका
— Ameya Khopkar (@MNSAmeyaKhopkar) December 30, 2022
मनसेने दिलेल्या इशाऱ्यानंतर ‘द लीजंड ऑफ मौला जट्ट’ या पाकिस्तानी चित्रपटाचं प्रदर्शन आता पूर्णपणे रद्द करण्यात आलं आहे. केवळ राज्यातच नाही संपूर्ण देशभरात कुठेही हा चित्रपट आता प्रदर्शित होणार नाही.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખવામાં આવ્યું છે કે, મનસે દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ હવે પાકિસ્તાની ફિલ્મ ‘ધ લેજેન્ડ ઓફ મોલા જટ્ટ’ની રીલિઝને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવી છે. આગળ તેમણે લખ્યું કે, હવે આ ફિલ્મ ફક્ત રાજ્યમાં જ નહીં પણ દેશમાં ક્યાંય પણ રીલિઝ ન કરવામાં આવશે.
બિલાલ લશ્કરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મને તેના ડાયરેક્શન, એક્ટિંગ, સંગીત, એક્શન સીક્વન્સ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને બેકગ્રાઉન્ડ સ્કોર માટે આખા વિશ્વમાં ખૂબ જ સરાહના મળી રહી છે. 13મી ઓક્ટોબરના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ 10 મિલિયન ડોલરના બોક્સ ઓફિસ કલેક્શન સાથે અત્યાર સુધીના સૌથી વધારે કમાણી કરનારી પાકિસ્તાની ફિલ્મ બની ગઇ છે. ‘ધ લેજેન્ડ ઓફ મોલા જટ્ટ’ ફિલ્મને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ગલ્ફ કંટ્રીઝમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp