કંગનાને થપ્પડ મારવા માગે છે પાકિસ્તાની એક્ટ્રેસ નૌશીન શાહ, બોલી- પાકિસ્તાનની..

PC: bollywoodmdb.com

બૉલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત એક તરફ જ્યાં પોતાની શાનદાર એક્ટિંગથી ફેન્સના દિલ જીતી લે છે તો બીજી તરફ તેનો નીડર અંદાજ પણ ખૂબ ચર્ચામાં રહે છે. કંગના રણૌત માત્ર સિનેમા જ નહીં દેશ વિદેશના અન્ય મુદ્દાઓ પર પણ પોતાની વાત ખૂલીને રાખે છે. એવામાં ક્યારેક તેને લોકોનો સપોર્ટ મળે છે તો ક્યારેક તે ટ્રોલ થઈ જાય છે, પરંતુ આ દરમિયાન પાકિસ્તાની એક્ટ્રેસ નૌશીન શાહના બોલ બગડી ગયા છે અને તેણે કંગના રણૌતને થપ્પડ મારવાની વાત કહી છે.

હાલમાં જ પાકિસ્તાની એક્ટ્રેસ નૌશીન શાહે મૉમિન સાકીબના ચેટ શૉ ‘હદ કર દી’માં ભાગ લીધો હતો. આ દરમિયાન મૉમિન સાકીબે પૂછ્યું કે, તે કઇ બૉલિવુડ સેલિબ્રિટીને મળવા માગે છે? તેના પર નૌશીન શાહે કહ્યું કે, તે કંગના રણૌતને મળીને તેને બે થપ્પડ મારવા માગશે. નૌશીન શાહ કહે છે કે, જે પ્રકારે તે મારા દેશ બાબતે બકવાસ કરે છે, જે પ્રકારે તે પાકિસ્તાની આર્મી બાબતે કંઇ પણ બોલે છે. હું તેના સાહસને સલામ કરું છું. તેની પાસે કોઈ નૉલેજ નથી, પરંતુ દેશ બાબતે વાત કરતી રહે છે તે પણ કોઈ બીજાનો દેશ.

નૌશીન શાહ વધુમાં કહે છે કે, પોતાના દેશ પર ફોકસ કરો, પોતાની એક્ટિંગ પર ફોકસ કરો, પોતાના ડિરેક્શન પર.. પોતાના વિવાદો પર ફોકસ કરો અને એક્સ બોયફ્રેન્ડ પર.. અન્ય પણ ઘણું બધુ છે. તને કેવી રીતે ખબર કે પાકિસ્તાનમાં લોકો સાથે સારો વ્યવહાર થતો નથી? તને પાકિસ્તાની આર્મી બાબતે કેવી રીતે ખબર છે? તને અમારી એજન્સી બાબતે કેવી રીતે ખબર છે?’ અમને પોતાને ખબર નથી, જે એજન્સીસ અમારા દેશમાં છે, અમારી સેના અમારા દેશની છે. તે એ બધી વસ્તુ અમને શેર કરતી નથી.

નૌશીન શાહ કહે છે કે, આ અમારા સિક્રેટ છે, શું નથી? ત્યારબાદ નૌશીન શાહ કંગના રણૌતની એક્ટિંગ સ્કિલ્સના પણ વખાણ કરે છે, પરંતુ સાથે જ તેને એક્સ્ટ્રીમિસ્ટ પણ કહે છે. પાકિસ્તાની એક્ટ્રેસ નૌશીન શાહના આ નિવેદન પર કંગના રણૌતની અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે જોવાનું એ રહેશે કે કંગના રણૌત નેતા પર શું કહે છે. આ દરમિયાન મંગળવારે કંગના રનૌતે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક લાંબી નોટ શેર કરી અને જણાવ્યું કે ભારત ઈન્ડિયાથી વધુ સાર્થક કેમ છે.

તેણે લખ્યું કે, આ નામમાં પ્રેમ કરવા જેવુ શું છે? સૌથી પહેલા તે સિંધુનું ઉચ્ચારણ ન કરી શક્યા તો તેને બગાડીને ઇંદુસ કરી દીધું. પછી એક સમયે હિંદોસ ક્યારેક ઈંદોસ, કંઇ પણ ગોળ ગોળ કરીને ઈન્ડિયા કરી દીધું. કંગના રણૌતના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તેના ખાતામાં ચંદ્રમુખી-2 સિવાય ઇમરજન્સી પણ છે. ઇમરજન્સીમાં કંગના રણૌત ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી નજરે પડશે. તેણે જ ફિલ્મનું ડિરેક્શન પણ કર્યું છે. તો ચંદ્રમુખી-2, 19 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp