લોકડાઉન પર બનેલી ફિલ્મ 'ભીડ' રીલીઝ પહેલા જ વિવાદમાં, પંકજ કપૂર ભડ્કયા

PC: koimoi.com

‘ભીડ’ ફિલ્મમાં દિગ્ગજ એક્ટર પંકજ કપૂર એક મહત્ત્વનો રોલ પ્લે કરી રહ્યા છે. લોકડાઉનના સમયે પ્રવાસી મજૂરોને પડેલી તકલીફને ફિલ્મમાં દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અનુભવ સિંહાની આ ફિલ્મનું હાલમાં જ ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ટીઝરના વખાણ કર્યા તો ઘણાએ તેને ભારત વિરોધી ગણાવી દીધુ. ‘ભીડ’ને આ પ્રકારનું ટેગ આપવામાં આવતા પંકજ કપૂરે નિરાશા વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારનો અભિપ્રાય બનાવતા પહેલા તમે એકવાર ફિલ્મ જુઓ.

ઈન્ડિયન એક્સપ્રેસને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂમાં પંકજ કપૂરે કહ્યું કે, તમને અહેસાસ થવો જોઈએ કે જે સમાજમાં છે તે ફિલ્મમાં જોવા મળશે. વરસાદની એક બૂંદ વરસવા પહેલા જ લોકો ચોમાસાની જાહેરાત કરી દે છે. આપણે એટલા અધીરા છીએ કે ધીરજ રાખવાને બદલે અથવા તેના પર ચિંતન કરવાને બદલે આપણે બંદૂક ઉછાળી દઈએ છીએ.

પંકજ કપૂરે આગળ કહ્યું કે, તમે અભિપ્રાય આપી શકો છો પરંતુ, પહેલા ફિલ્મ જુઓ. તમારે નરેટિવ સમજવા માટે પહેલા ફિલ્મ જોવી પડશે. એ હાસ્યાસ્પદ છે કે તમે એક ટીઝર જોયુ અને કહેવા માંડ્યા કે પોલિટિકલ ફિલ્મ છે. આ એક એનાલિટિકલ ફિલ્મ છે જે આપણા સમાજની માનસિકતા વિશે વાત કરે છે. આપણે કઈ રીતે વિચારીએ છીએ, આપણે કઈ પરિસ્થિતિમાં કઈ રીતે જોઈએ છીએ. અનુભવ સિંહાએ એક ઉદાહરણ લીધુ અને તેની આસપાસ સ્ટોરી બનાવી. ફિલ્મ સારું, ખરાબ અથવા કદરૂપુ નથી કહી રહી પરંતુ, તે દર્શાવે છે કે મગજ કઈ રીતે કામ કરે છે.

પંકજ કપૂરે આગળ કહ્યું કે, જ્યારે તમે ફિલ્મ જોશો તો તમને એહસાસ થશે કે તેને અલગ પ્રકારે રજૂ કરવામાં આવી છે. અનુભવ સિંહાએ તેને એક વિચારના રૂપમાં ઉપયોગ કર્યો છે જે હાજર હતું. ફિલ્મ જોયા બાદ તમને અહેસાસ થશે કે આખરે તમામ વ્યક્તિ એક જેવી જ છે. કોરોના કાળમાં લોકો લોકડાઉનના સમયે અફરા તફરીમાં પોતપોતાના ઘરે પાછા જતા કામદારોના દર્દને ફિલ્મમાં દર્શાવવાનો પ્રયત્ન અનુભવ સિંહાએ કર્યો છે. 

View this post on Instagram

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

‘ભીડ’ ફિલ્મમાં રાજકુમાર રાવ લીડ રોલ પ્લે કરી રહ્યો છે. આ ઉપરાંત, ફિલ્મમાં પંકજ કપૂર, ભૂમિ પેડનેકર, દીયા મિર્ઝા, આશુતોષ રાણા, કૃતિકા કામરા પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp