પંકજ ત્રિપાઠી ગામની જે સરકારી શાળામાં ભણ્યા ત્યાં લાઇબ્રેરી બનાવી

PC: facebook.com/impankajtripathi/

બોલિવુડના મશહુર અને દિગ્ગજ અભેનાતા પંકજ ત્રિપાઠી પોતાના અદભુત અભિનયથી લોકોમાં પ્રિય બન્યા જ છે, પરંતુ તેમણે હવે એક એવું સરાહનીય કામ કર્યું છે જેની ચારેકોર પ્રસંશા થઇ રહી છે. અભિનેતા પંકજ ત્રિપાઠી પોતાની ગામની જે શાળામાં ભણ્યા હતા તેની માવજત કરી રહ્યા છે અને એ સરકારી શાળામાં પોતાના ખર્ચે લાયબ્રેરી બનાવી આપી છે.મુંબઇની ઝાકઝમાળથી દુર આ અભિનેતાએ પોતાના પિતાની યાદમાં ગામની શાળાને બાળકોના ઉચ્ચ ભવિષ્યની ભેટ આપી છે.

પંકજ ત્રિપાઠી એવું નામ છે જેમણે પોતાના અભિયનથી લોકોના દિલ જીતી લીધા છે. બોલિવુડના આ મશહૂર અભિનેતા છેલ્લાં 14 દિવસથી તેમના ગામ બેલસંડમાં છે. પંકજ પાઠકના પિતાનું તાજેતરમાં અવસાન થયુ હતું ત્યારથી તેઓ ગામમાં પહોંચ્યા છે. 1 સપ્ટેમ્બરે પંકજ ત્રિપાઠીએ પિતાના શ્રાદ્ધની વિધી પુરી કરી હતી. શ્રાદ્ધ વિધી પહેલા તેમણે પિતાની અસ્થિઓને બનારસ ગંગામાં પધરાવી હતી. બનારસથી પાછા ફરીને પંકજ ત્રિપાઠીએ પોતાની બાળપણની શાળાની માવજત શરૂ કરી છે.

પંકજ તિવારીના મોટાભાઇ વિજેન્દ્ર તિવારી, ભત્રીજા મદેશ તિવારીએ મળીને સરકારી શાળામાં એક લાયબ્રેરીના સ્થાપના કરી છે. આ લાયબ્રેરીમાં રસપ્રદ વાર્તાના, પ્રેરણાદાયી અને સિલેબસ સાથે જોડાયેલા પુસ્તકો રાખવામાં આવ્યા છે.

લાયબ્રેરીના સ્થાપના કર્યા પછી પંકજ ત્રિપાઠી રવિવારે મુંબઇ જવા માટે રવાના થઇ ગયા હતા.

મુંબઇ જતા પહેલા પંકજ ત્રિપાઠી પોતાના ગામની મિડલ સ્કુલમાં પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કેટલીક ભણવાની ટીપ્સ પણ આપી હતી. શાળામાં સારી વ્યવસ્થાને લઇને ત્રિપાઠીએ સ્કુલ મેનેજમેન્ટ અને શાળાના બાળકો સાથે પણ વાત કરી હતી. તેની સાથે શાળામાં લાયબ્રેરીની ભેટ આપી હતી.

આ પ્રસંગે અભિનેતા પંકજ ત્રિપાઠીએ કહ્યુ કે, તેઓ બાળપણમાં આ જ શાળામાં ભણ્યા હતા. એ પછી આગળ ભણવા માટે પટના ગયા હતા. ત્યાંથી પછી મુંબઇ ચાલ્યા ગયા હતા. ત્રિપાઠીએ કહ્યુ કે, જ્યારે પણ મને સમય મળે છે ત્યારે હું ગામ અચૂક આવું છું. ગામમાં મારું સામાજિક દાયિત્વ પણ છે કે ગામની શાળાનો વિકાસ કરે. બાળકોને શ્રેષ્ઠ શિક્ષણનો માહોલ મળે એટલા માટે પોતે શાળામાં સારી વ્યવસ્થા ઉભી કરવા માંગે છે. સારી શાળા હશે તો બાળકોની ભણવામાં પણ રૂચી પણ વધશે એમ ત્રિપાઠીએ ઉમેર્યું હતું.

પંકજ ત્રિપાઠીએ તાજેતરમાં OMG2માં તેમના શ્રેષ્ઠ અભિનયનો પરિચય આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp