પંકજ ત્રિપાઠીના પિતાનું નિધન, તેઓ ક્યારેય થિએટરમાં ફિલ્મ જોવા નહોતા ગયા

‘OMG 2’ની સફળતાનું સેલિબ્રેશન મનાવી રહેલા પંકજ ત્રિપાઠી પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા પંડિત બનારસ તિવારીનું નિધન થઈ ગયું છે. તેઓ 99 વર્ષના હતા. તેમણે પૈતૃક ગામ બેલસંડમાં અંતિમ શ્વાસ લીધા. પંકજ ત્રિપાઠી પિતાની ખૂબ નજીક હતા. પિતાના જવાથી તે ખૂબ દુઃખી છે. આ મુશ્કેલ સમયમાં અક્ષય કુમારે તેનો સાથ આપ્યો છે. બંને આ જ મહિને રીલિઝ થયેલી ફિલ્મ ‘OMG 2’માં સાથે નજરે પડ્યા હતા. અક્ષય કુમારે ટ્વીટ કરી કે, ‘મારા મિત્ર અને સહ કલાકાર પંકજ ત્રિપાઠીના પિતાજીના નિધનના સમાચારથી ખૂબ દુઃખી થયો. માતા-પિતાની કમી કોઈ પૂરી શકતું નથી. પ્રભુ તેમના આત્માને પોતાના ચરણોમાં જગ્યા આપે. ઓમ શાંતિ.’
પંકજ ત્રિપાઠીના પિતાનું નિધન કોઈ બીમારીના કારણે થયું છે કે ઉંમર સંબંધિત. તેની બાબતે હાલમાં કોઈ જાણકારી મળી નથી. પંકજ ત્રિપાઠી પોતાના ગામે જવા નીકળી ચૂક્યો છે. પરિવારે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે એક્ટરના પિતાના નિધનની જાણકારી આપી છે. પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજ વિસ્તારનો રહેવાસી છે. એક્ટર કરિયરના કારણે મુંબઇમાં રહે છે. તો માતા અને પિતા ગામમાં જ રહેતા હતા. મેશેબલ સાથે વાત કરતા પંકજ ત્રિપાઠીએ એક વખત જણાવ્યું હતું કે, તેના પિતાને તેના અચિવમેન્ટ બાબતે જરાય રસ નથી.
मेरे मित्र और सह कलाकार @TripathiiPankaj के पिताजी के देहांत के समाचार से बहुत दुःख हुआ। माँ बाप की कमी कोई पूरी नहीं कर सकता। प्रभु उनके पिताजी की आत्मा को अपने चरणों में जगह दें।ॐ शांति 🙏
— Akshay Kumar (@akshaykumar) August 21, 2023
તેણે આગળ જણાવ્યું હતું કે, પિતાને એ પણ ખબર નથી કે દીકરો પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શું કામ કરે છે. તેના પિતા માત્ર એક જ વખત મુંબઈ આવ્યા. તેમને અહીં મોટા મોટા ઘર અને બિલ્ડિંગ પસંદ નથી. તેના પિતા ક્યારેય કોઈ થિયેટરમાં ફિલ્મ જોવા ગયા નથી. ઘરે પણ તેઓ ત્યારે જ દીકરાની ફિલ્મો જોતા હતા, જો કોઈ ટીવી કે કમ્પ્યુટર પર દેખાડી દેતું. થોડા વખત અગાઉ જ પંકજ ત્રિપાઠીએ માતા અને પિતા માટે ઘરમાં ટીવી લગાવી હતી.
વર્ષ 2018માં એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તેના પિતા નહોતા ઇચ્છતા કે તે એક્ટર બને. પિતાની ઈચ્છા હતી કે દીકરો ભણી-ગણીને ડૉક્ટર બને. એક્ટરે કહ્યું હતું કે, તે બિહારના ગોપાલગંજ સ્થિત જે વિસ્તારથી આવે છે ત્યાં લોકો બસ બે જ પ્રોફેશન બનાવે છે એક તો ડૉક્ટર અને બીજું એન્જિનિયર. જો કે, પંકજ ત્રિપાઠી એક્ટર બની ગયો અને તેને માતા અને પિતાનો ખૂબ સપોર્ટ મળ્યો. બસ તેના પિતાને એ ચિતા સતાવી રહી હતી કે દીકરો રોજી-રોટી કમાઈ શકશે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp