
બોલિવુડ એક્ટ્રેસ પરિનીતિ ચોપડા અને આમ આદમી પાર્ટી (AAP) નેતા રાઘવ ચડ્ડા હાલના દિવસોમાં ચર્ચામાં છે. ગત દિવસોમાં બંનેને એક સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેનો વીડિયો વાયરલ થયા બાદ બંનેના ફેન્સ તેમના સંબંધને લઈને સવાલ કરી રહ્યા છે. 22 માર્ચની રાત્રે એક્ટ્રેસ મુંબઈની એક રેસ્ટોરાં બહાર દેખાઈ હતી. ત્યારબાદ તેમની ડેટિંગના સમાચાર પણ આવવા લાગ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં રાઘવ ચડ્ડા અને પરિનીતિ ચોપરાને એક રેસ્ટોરાંથી બહાર નોકળતા નજરે પડી રહ્યા છે. સતત બે વખત પરિનીતિ ચોપરા અને રાઘવ ચડ્ડા એક રેસ્ટોરાં બહાર નજરે પડ્યા, ત્યારબાદ બંનેને લઈને વાતો શરૂ થઈ. સોશિયલ મીડિયા પર એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, જોડી સારી લાગી રહી છે. તો અન્ય એક યુઝરે કહ્યું કે, શું તમે પણ એ જ વિચારી રહ્યા છો, જે હું વિચારી રહ્યો છું.. બંને સાથે સારા લાગી રહ્યા છે.
AAP MP Raghav Chadha & Bollywood Actress Parineeti Chopra spotted at a restaurant in Mumbai. #RaghavChadha #parineetichopra pic.twitter.com/XpJg3ruFaV
— Jan Ki Baat (@jankibaat1) March 23, 2023
એ સિવાય એક વખત પરિનીતિ અને રાઘવ ચડ્ડાને મુંબઈના એક રેસ્ટોરાં બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. ત્યારે બંને મેચિંગ આઉટફિટમાં નજરે પડ્યા હતા. રાઘવ ચડ્ડા અને પરિનીતિ ચોપડાને આ અગાઉ લંડનની એક ઇવેન્ટમાં પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પરિનીતિ ચોપરા અને રાઘવ ચડ્ડાને ‘ભારત UK આઉટસ્ટેડિંગ અચિવર ઓનર્સ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન ભારતમાં પહેલી વખત કોઈને મળ્યું છે. આ એવોર્ડ સેરેમનીનું આયોજન બ્રિટિશ યુનિવર્સિટીમાં ભણનારા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખતા કરવામાં આવ્યું હતું. ખૂબ ઓછા સમયમાં બોલિવુડમાં પોતાનું નામ બનાવનારી પરિનીતિ ચોપરાએ પોતાની સ્કૂલિંગ અંબાલાની કોન્વેન્ટ ઓફ જિસસ એન્ડ મેરી સ્કૂલથી કરી હતી. ત્યારબાદ તેણે આગળનો અભ્યાસ ઇંગ્લેન્ડના મેનચેસ્ટર બિઝનેસ સ્કૂલથી કર્યો. ત્યાં તેણે બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સ ઓનર્સની ડિગ્રી હાંસલ કરી.
Parineeti and Raghav are “just good friends” and they are not dating each other. @ParineetiChopra and @raghav_chadha studied together at the London School of Economics and have been friends for a long time now. #parineetichopra pic.twitter.com/ISJ0yUtY6v
— Saksham (@DigitalSaksham_) March 24, 2023
તો રાઘવ ચડ્ડાએ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની મોર્ડર્ન સ્કૂલમાં લીધું. ત્યારબાદ તેમણે સ્નાતક માટે દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસના વેંક્ટેશ્વર કૉલેજને પસંદ કરી. રાઘવ ચડ્ડાએ ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’થી અભ્યાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાઘવ ચડ્ડા ઇન્સ્ટાગ્રામ પર માત્ર 46 લોકોને ફોલો કરે છે, જેમાં ફિલ્મી દુનિયાથી પરિનીતિ ચોપડા અને ગુલ પનાગ સામેલ છે. પરિનીતિ ચોપડા છેલ્લી વખત ફિલ્મ ‘Uunchai’ અને ‘Code Name: Tiranga’માં નજરે પડી હતી. હાલમાં તે પોતાની અપકમિંગ નેટફ્લિક્સ ફિલ્મ ‘ચમકીલા’ની શૂટિંગ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp