પેરીસ ફેશન વીકમાં વિચિત્ર ડ્રેસ પહેરીને મોડલોએ કર્યું રેમ્પ વોક

PC: twitter.com

ફેશન શો આપણે આ શબ્દ સાંભળીએ કે તરત જ આપણા મગજમાં એક જ વિચાર આવે કે તેમાં મોડેલ કઈક નવી ડિઝાઈનના અથવા નવી અતરંગી ફેશનના આઉટફિટમાં જોવા મળશે. કેટલાક ફેશન વિક થીમ બેસ્ડ હોય છે. જેમાં કોઈ ખાસ થીમ પર મોડેલ તેના આઉટફિટ પહેરીને રેમ્પ વોક કરે છે. આવી જ એક અનોખી થીમ આ વખતે પેરિસ ફેશન વિકમાં જોવા મળી હતી. લુપ્ત થતા જંગલી પ્રાણીઓના સંરક્ષણ માટે એક અનોખી થીમ પર રેમ્પ વોક કરવામાં આવ્યું હતું.

મોડલ્સને ઘણીવાર તમે રંગબેરંગી આઉટફિટમાં રેમ્પ વોક કરતી જોઈ હશે. પરંતુ આ વખતે પેરિસ ફેશન વીક 2023માં દ્રશ્ય અલગ અને અનોખું જોવા મળ્યું હતું. મોડલના રેમ્પ વોકની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ફેશન શોમાં રસપ્રદ બાબત એ હોય છે કે મોડલ્સના એક્સપ્રેશન અને તેમની અનોખી સ્ટાઇલ અને આ વખતે પેરિસ ફેશન વીકમાં સૌથી અનોખી સ્ટાઇલ જોવા મળી છે. રીંછ, વરુ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓ પણ આ વખતે રેમ્પ પર જોવા મળતા લોકો ચોંકી ઉઠ્યા હતા.

મોડલનો આવો અવતાર તમે ભાગ્યે જ જોયો હશે. વાસ્તવમાં, આ વખતે ફેશન વીકમાં, અતરંગી આઉટફિટને એનિમલ થીમમાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેને પહેરીને મોડલ્સે કોન્ફિડેંટલી રેમ્પ પર વોક કર્યું હતું.

કોઈકે ડ્રેસની સામે સિંહનો ચહેરો પહેરીને પહોંચ્યા હતા, તો કોઈક રીંછ બનીને તો કેટલાક વરુના બનીને આવ્યા હતા, પરંતુ ખાસ વાત એ છે કે આઉટફિટ એટલા ઓરિજનલ દેખાતા હતા કે વાસ્તવિક અને નકલી વચ્ચેનો તફાવત કરવો મુશ્કેલ હતો.

હાલમાં, સોશિયલ મીડિયા પર આ સ્ટાઈલ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે, જેના કારણે પેરિસ ફેશન વીક 2023 સમગ્ર વિશ્વમાં છવાઈ ગયું છે. જોકે અમે તમને જણાવી દઈએ કે આવી થીમ ચોક્કસ હેતુ માટે પસંદ કરવામાં આવી હતી, જેને પોઝિટીવ રિસ્પોન્સ પણ મળી રહ્યો છે.

પ્રાણીઓ જોડે ભળતા ડિઝાઇનવાળા કપડાં પહેરવાનો હેતુ પ્રકૃતિને ટેકો આપવાનો હતો. જેથી લુપ્ત થતા વન્યજીવોને બચાવવાનો સંદેશ મોટા પ્લેટફોર્મ પરથી આપી શકાય. હેતુ ભલે ગમે તે હોય, પરંતુ હવે લોકોમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp