‘બાહુબલી-2’ને પછાડીને ‘પઠાણ’એ બનાવ્યો રેકોર્ડ, બોક્સ ઓફિસ પર શાહરુખનું રાજ

PC: indianexpress.com

શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ અભિનીત ફિલ્મ ‘પઠાણ’નો જલવો સમાપ્ત થવાનું નામ લઈ રહ્યો નથી. જ્યાં હાલમાં જ રીલિઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ અને કાર્તિક આર્યનની ‘શહજાદા’ બોક્સ ઓફિસ પર ઢેર થઈ ગઈ છે તો ‘પઠાણ’ની બાદશાહી વધતી જઈ રહી છે. આ દરમિયાન ફિલ્મના 38માં દિવસે કમાણીએ ફરી એક વખત નવો રેકોર્ડ બનાવ્યો છે અને આ વખત ફિલ્મે એસ.એસ. રાજામૌલીની બાહુબલી 2ને પછાડી દીધી છે.

પઠાણ સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે, જેના કારણે ફેન્સને ખૂબ ખુશી થશે. શુક્રવારનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડ મુજબ, પઠાણે હિન્દી ભાષામાં 38માં દિવસે 511.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે ઓલ ઈન્ડિયાને મળાવીને 529.44 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો વર્લ્ડવાઈડ ફિલ્મની કમાણી 1029 કરોડ થઈ ગઈ છે, જેથી ફેન્સને ખૂબ ખુશી થશે.

છઠ્ઠા અઠવાડિયે એટલે કે શુક્રવારની કમાણી બાદ પઠાણે બોક્સ ઓફિસ પર કમાણીની બાબતે પ્રભાસ અભિનીત ‘બાહુબલી 2’ના હિન્દી વર્ઝનને પછાડી દીધી છે. શાહરુખ ખાન 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટેડ ‘પઠાણ’ સાથે વાપસી કરી રહ્યો છે.

તો બોક્સ ઓફિસ પર પહેલા જ બ્લોકબસ્ટર સાબિત થઈ ગઈ છે. તો કમાણીની વાત કરીએ તો ‘બાહુબલી 2’ના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર 510.99 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે પઠાણે છઠ્ઠા અઠવાડિયામાં 511.75 કરોડની કમાણી કરી લીધી છે, જે 1 કરોડ વધારે છે. તો KGF ચેપ્ટર 2’એ હિન્દીમાં 435.33 કરોડ અને દંગલે 374.43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

4 વર્ષ બાદ વાપસી કરી રહેલા શાહરુખ ખાને સાબિત કરી દીધું છે કે તે અત્યારે પણ બોક્સ ઓફિસનો કિંગ છે. ‘પઠાણ’ના મેકર્સે તેને વધુ એક પુશ આપવા માટે એક ટિકિટ સાથે એક ટિકિટ ફરી આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ મનોજ જોશીએ જાહેરાત કરી છે કે તેમણે સિનેમા ચેનમાં ‘સેલ્ફી’ અને શહજાદા’ના શૉઝને હટાવીને પઠાણ લગાવી દીધી છે. પઠાણ બાદ શાહરુખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મોની શૂટિંગમાં બીઝી છે. જેના કારણે તે હાલમાં ચેન્નાઈમાં પણ નજરે પડ્યો હતો. ફિલ્મની વાત કરીએ તો તે જવાન અને ડંકીમાં નજરે પડવાનો છે, જ્યારે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 2’માં તેના કેમિયોના સમાચારો જોરો પર છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp