કોઈ નહીં રોકી શકે 'પઠાણ'ને, એડવાન્સ બુકિંગમાં વેચાઈ ચૂકી છે 6.63 લાખ ટિકિટો

PC: koimoi.com

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની રીલિઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ફેન્સનો ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મની રાહને એડવાન્સ બુકિંગ દ્વારા સાફ જોવામાં આવી રહી છે. એક તરફ દેશમાં પટના, સોનીપત અને ગુજરાતના કેટલાંક શહેરોમાં ફિલ્મને લઈને વિરોધ વધી રહ્યો છે, તો તેના કરતા ઘણી ઝડપથી ફિલ્મના એડવાન્સ બુકિંગમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે 25 જાન્યુઆરીના રીલિઝ થઈ રહેલી ફિલ્મની 6,63,150 ટિકીટો બુક થઈ ગઈ છે.

આ આંકડાં માત્ર અને માત્ર ઓપનિંગ દિવસના છે. તેમાંથી સૌથી વધારે 6,45,000 ટિકીટો માત્ર હિન્દી વર્ઝનની જ છે. જ્યારે સાઉથ ઈન્ડિયામાં પણ તેલુગુ વર્ઝનની 2,43,000થી વધારે ટિકીટોનું વેચાણ થઈ ગયું છે. બોક્સ ઓફિસના કારોબાર પર નજર રાખનારી વેબસાઈટ સેનચીકના રિપોર્ટ પ્રમાણે, રીલિઝ પહેલા જ 'પઠાણે' એડવાન્સ બુકિંગથી ઓપનિંગ ડે માટે 20.36 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે.

હિન્દીમાં આ ફિલ્મનું સૌથી વધારે બુકિંગ મુંબઈ અને દિલ્હી-NCRમાં થયું છે. આ બંને જગ્યાઓએ પહેલા દિવસ માટે 2.64 કરોડ અને 2.38 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મના એડવાન્સ બુકિંગ માટે હજુ આજનો અને કાલનો દિવસ બાકી છે. જ્યારે સિંગલ સ્ક્રીન થિયેટર્સથી લઈને મલ્ટી પ્લેક્સ સુધીના મોટાભાગના તમામ શો હાઉસફુલ થઈ ગયા છે. સાઉથ ઈન્ડિયામાં 'પઠાણ' માટે સૌથી વધારે એડવાન્સ બુકિંગ બેંગ્લોરમાં 1.75 કરોડ અને હૈદરાબાદમાં 2.01 કરોડ રૂપિયાનું થયું છે.

જ્યારે કોલકાતામાં પણ 2.14 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન થઈ ગયું છે. દર્શકોની વધતી ભીડ અને ફેન્સના ક્રેઝને જોતા ઘણા સિનેમાઘરોએ સવારે 6 વાગ્યાના શોઝ પણ રાખ્યા છે. શાહરુખ ખાન છેલ્લા 2018માં આવેલી 'ઝીરો' ફિલ્મમાં જોવા મળ્યો હતો. આથી ચાર વર્ષ પછી કિંગ ખાનના ફેન્સ તેને પડદાં પર એક્શન મોડમાં જોવા માટે એકદમ ઉત્સાહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં છે. જ્યારે મળેલી માહિતી પ્રમાણે સલમાન અને કેટરીના કેમિયો રોલમાં જોવા મળવાના છે.

અત્યાર સુધીના આંકડાઓ પ્રમાણે 'પઠાણ'ના એડવાન્સ બુકિંગે રણબીર અને આલિયાની 'બ્રહ્માસ્ત્ર' અને 'KGF 2'ને પણ પાછળ છોડી દીધી છે. જોકે પ્રભાસની 'બાહુબલી 2'ના હિન્દી એડવાન્સથી પાછળ ચાલી રહી છે. 'બાહુબલી 2'ના પહેલા દિવસના એડવાન્સ બુકિંગના હિન્દી વર્ઝનમાં 6.50 લાખ ટિકીટ વેચાઈ હતી. જ્યારે 'KGF 2'ના મામલે હિન્દી વર્ઝનમાં ઓપનિંગ ડે માટે 5.15 લાખ ટિકીટો વેચાઈ હતી.

'પઠાણ'ના આંકડા સાફ બતાવી રહ્યા છે કે આ હિન્દીમાં 'બાહુબલી 2'ને પછાડીને સૌથી વધારે એડવાન્સ બુકિંગ કરનારી ફિલ્મ બની જશે. માર્કેટના જાણકાર બતાવે છે કે 'પઠાણ' ઓપનિંગ ડે પર 35-40 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી શકે છે. જ્યારે રીલિઝના પછીના દિવસે જાહેર રજા હોવાના લીધે આ આંકડો 45-47 કરોડ સુધી પહોંચી શકે છે. જો બધુ સારું રહ્યું તો સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ રીલિઝના પહેલા પાંચ દિવસોમાં જ વર્લ્ડ વાઈડ 300 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp