પઠાણનો ધમાકો, બપોરના 3 વાગ્યા સુધીમાં 20 કરોડની કમાણી કરી લીધી, આ રેકોર્ડ તોડ્યો

શાહરૂખ ખાનના ચાહકોનો ઇંતેજાર ખતમ થયો છે. આખરે રિપબ્લિક ડેના એક દિવસ પહેલા કિંગ ખાનની ફિલ્મ ‘પઠાણ’ સિનેમાઘરોમાં 25 જાન્યુઆરી, બુધવારે રીલિઝ થઇ ગઇ છે. સિધ્ધાર્થ આનંદના ડિરેકશનમાં બનેલી આ ફિલ્મથી બોલિવુડના બાદશાહએ 4 વર્ષ પછી મોટી સ્ક્રીન પર વાપસી કરી છે અને તે પણ ધમાકેદાર.

તરણ આદર્શના રિપોર્ટ મુજબ પઠાણ ફિલ્મે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં જ 20.35 કરોડની કમાણી કરી નાખી છે. ફિલ્મે રિતિક-ટાઇગર શ્રોફની વૉર ફિલ્મને પાછળ છોડી દીધી છે, જેણે 19.67 કરોડની કમાણી કરી હતી. બપોર સુધીના અપડેટને જોતા ફિલ્મ પહેલા દિવસે ધમાકેદાર કમાણી કરવાની છે તે પાક્કું છે.

આ ફિલ્મની ચર્ચા પહેલા ગીત 'બેશરમ રંગ'થી શરૂ થયેલી છે. શાહરૂખ-દીપિકાની ફિલ્મ પઠાણના એડવાન્સ બુકિંગે પણ અત્યાર સુધીનો બધો રેકોર્ડ તોડી નાખ્યો છે. 'પઠાણ' શાહરૂખ ખાનના ચાહકો ચાર વર્ષ પછી પડદા પર તેના વાપસીની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ દર્શકોને  આ સ્પાય થ્રિલર ફિલ્મમાં શાહરૂખનો એક્શન અવતાર પસંદ આવી રહ્યો છે કે નહીં તેના વિશે તમારે રીવ્યૂ જાણવો જરૂરી છે.

યશ રાજ બેનર હેઠળ બનેલી સ્પાય થ્રિલર ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે અને રોમાન્સ છોડીને એક્શન અવતારમાં જોવા મળ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણની જોડી લાંબા સમય બાદ જોવા મળી રહી છે. આ ફિલ્મનો પહેલો શો સવારે 6 વાગ્યે હતો.

એડવાન્સ બુકીંગ ઉપરાંત સવારથી લોકો થિયેટર પર ટિકીટ ખરીદવા માટે લાઇનમાં ઉભા હતા. ફિલ્મ જોયા પછી બહાર નિકળેલા દર્શકો શાહરૂખના નવા અવતારથી ખુશ જોવા મળ્યા છે. ટ્વીટર પર પણ કેટલાંક લોકોએ ફિલ્મને લઇને તેમનો અભિપ્રાય આપ્યો છે.

શાહરૂખ, દીપીકા, જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ રીલિઝ પહેલાં જ એડવાન્સ બુકીંગમાં 21 કરોડની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મની દેશભરમાં 5 લાખ ટિકીટો પહેલેથી વેચાઇ ચુકી છે.

ફિલ્મ પર એક યૂઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ‘પઠાણ’ ફિલ્મ એક હાઇ વોલ્ટેજ એકશન ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી પણ શાનદાર છે અને શાહરૂખનો અભિનય પણ.

જોન અને દીપીકાએ પણ સારો અભિનય કર્યો છે. ફિલ્મમાં અનેક સરપ્રાઇઝ અને ટ્વિસ્ટ છે. એક યૂઝરે લખ્યુ કે આ ફિલ્મ એક વિઝ્યુલ ટ્રીટ છે. શાહરૂખ ખાનનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનય આ ફિલ્મમાં છે.

ટ્રેડ એનાલિસ્ટની ધારણા છે કે ફિલ્મને પહેલાં દિવસે જે રીતનો પ્રતિસાદ મળ્યો છે, એ જોતા આ ફિલ્મ 35 કરોડની કમાણી કરી પહેલાં જ દિવસે કરી લેશે. આ ફિલ્મમાં સલમાન ખાન અને ડિમ્પલ કાપડીયાએ પણ કેમિયો કર્યો છે. ‘પઠાણ’  ફિલ્મ બુધવારે દેશમાં 7700 સ્ક્રીન પર રીલિઝ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.