26th January selfie contest

'પઠાણ'માં બદલાશે દીપિકાની ભગવા બિકીની? સેન્સર બોર્ડે મેકર્સને આ બદલાવની આપી સલાહ

PC: timesnownews.com

વર્ષ 2023માં આવનારી ફિલ્મ ‘પઠાણ’ પર ખૂબ હોબાળો મચ્યો છે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની મચઅવેટેડ ફિલ્મ પઠાણનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ પર લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. દીપિકા પાદુકોણની ‘ભગવા બિકિની’ પર ખૂબ રાજનીતિ થઈ. ફિલ્મને બેન કરવા સુધીની માગ થઈ. આ આખી કન્ટ્રોવર્સી દરમિયાન નવું અપડેટ આવ્યું છે. સેન્સર બોર્ડના જાણકારો મુજબ, મેકર્સે ફિલ્મમાં ઘણા બદલાવ કરવા પડશે. સેન્સર બોર્ડના જાણકારો મુજબ, ફિલ્મ હાલમાં જ સર્ટિફિકેશન માટે CBFC એક્ઝામિનેશન કમિટી ગઈ હતી.

CBFC ગાઈડલાઇન્સના હિસાબે ફિલ્મને સૂક્ષ્મતાથી જોવામાં આવી. કમિટીએ મેકર્સને ફિલ્મમાં કેટલાક બદલાવ કરવાની સલાહ આપી છે. આ બદલાવ ફિલ્મના ગીતોને લઈને પણ છે. કમિટીએ પઠાણના થિયેટર્સમાં રીલિઝ થવા અગાઉ રિવાઇઝ્ડ વર્ઝનને સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. એક રિપોર્ટ મુજબ, CBFCના અધિકારીનું કહેવું છે કે, સેન્સર બોર્ડ હંમેશાં જ ક્રિએટિવ એક્સપ્રેશન્સ અને લોકોની સેન્સિબિલિટી વચ્ચે યોગ્ય તાલમેળ બનાવી રાખે છે.

આપણે ભરોસો કરીએ છીએ અરસપરસ વાતચીત દ્વારા બધા મુદ્દાઓનું સમાધાન શોધી શકાય છે. જ્યાં સુધી સૂચવવામાં આવેલા બદલાવો પર કામ થાય છે હું એ બતાવવા માગીશ કે આપણી સંસ્કૃતિ અને ભરોસો ગૌરવશાળી, જટિલ અને સૂક્ષ્મ છે. આપણે ધ્યાન આપવું પડશે કે કોઈ કિસ્સા દ્વારા ન પરિભાષિત કરવામાં આવે. જે સત્ય અને વાસ્તવિકતાથી ધ્યાન ભટકાવે. જેમ કે મેં પહેલા પણ કહ્યું હતું કે, ક્રિએટર્સ અને ઓડિયન્સ વચ્ચે ભરોસો બચાવી રાખવો ખૂબ જરૂરી છે. ક્રિએટર્સે આ દિશામાં કામ કરવું જોઈએ.

હવે સેન્સર બોર્ડે પઠાણના મેકર્સને શું-શું ચેન્જીસ કરવા કહ્યું છે તેનો ખુલાસો ફિલ્મ રીલિઝ થયા બાદ જ થશે. શું દીપિકાની ભગવા બિકિનીનો કલર ચેન્જ થશે કે સિન્સ એડિટ થશે? સવાલ મોટો છે કેમ એક તેનાથી પહેલા ક્યારેય કપડાઓને લઈને એવા હોબાળા બાદ મૂવીમાં બદલાવ થવાના કેસીસ જોવા મળ્યા નથી. દીપિકા અને શાહરૂખના ગીત ‘બેશરમ રંગ’ ભલે વિવાદોમાં આવ્યું હોય, પરંતુ સોંગ ચાર્ટબસ્ટર ટોપ કર્યું છે. તેને 2 અઠવાડિયામાં 150 મિલિયન્સ વ્યૂઝ મળ્યા છે. અત્યારે પણ બેશરમ રંગ ટ્રેન્ડ કરે છે. આ સોંગને વિવાદનો ભરપૂર ફાયદો મળ્યો.

પઠાણનું બીજું ગીત ‘જિયો પઠાણ’ પણ જબરદસ્ત હિટ થયું છે. પઠાણ આગામી વર્ષે 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે. આ દિલમાંથી શાહરુખ ખાન 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરશે. પઠાણમાં શાહરુખની જોડી દીપિકા પાદુકોણ સાથે બની છે. બંને એક્ટર્સ જ્યારે પણ સ્ક્રીન પર સાથે આવ્યા છે બોક્સ ઓફિસ પર ધમાકો થયો છે, પરંતુ હવે જોવાનું રહેશે કે શાહરુખ દીપિકાની આ ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp