
‘પઠાન’ની રીલિઝના થોડાં દિવસો પહેલા હોલિવુડ એક્ટ્રેસ શેરોન સ્ટોનનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. એક ઈવેન્ટના વાયરલ થયેલા વીડિયોમાં શેરોન, પોતાની બાજુમાં શાહરૂખ ખાનને બેઠેલો જોઈ ખુશીથી બૂમ પાડી ઉઠી હતી. બાદમાં એક ઈન્ટરવ્યૂમાં શેરોને જણાવ્યું હતું કે, તેને શાહરૂખને જોઈને વિશ્વાસ નહોતો થયો. શેરોનનું રિએક્શન, શાહરૂખની પોપ્યુલારિટીનો એક મોટો પુરાવો હતો. ‘પઠાન’ની રીલિઝ પહેલા જ્યારે ફિલ્મના ગીતને લઈને વિવાદ થયો અને બોયકોટ કેમ્પેન શરૂ થયુ તો લોકોએ કહ્યું કે, શાહરૂખ વિરુદ્ધ આ પ્રકારનું હેટ-કેમ્પેન ચલાવવું ખોટું છે અને આ જ કારણ છે કે શાહરૂખ દુનિયાભરમાં ઈન્ડિયાનો સૌથી પોપ્યુલર સ્ટાર કહેવાય છે. ભારતમાં શાહરૂખનું સ્ટારડમ જે લેવલનું છે, તેનો નમૂનો લોકો ‘પઠાન’ની રીલિઝ અને માત્ર એક અઠવાડિયામાં તેની ધુંઆધાર કમાણીથી જોઈ ચુક્યા છે. પરંતુ, ઈન્ટરનેશનલ લેવલ પર શાહરૂખનો શો જલવો છે, તે પણ તમને ‘પઠાન’ની કમાણી પરથી જાણવા મળી ગયુ હશે.
શાહરૂખની ‘પઠાન’ માત્ર 8 દિવસોમાં વિદેશોમાં બોલિવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી છે. ચીનને છોડીને, બાકી ઓવરસીઝ માર્કેટ્સમાં બોલિવુડ માટે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ આમિર ખાનની ‘દંગલ’ હતી. ‘દંગલ’નું ઓવરસીઝ કલેક્શન આશરે 30.7 મિલિયન ડૉલર (252 કરોડ રૂપિયા) હતું. રીલિઝના 8 દિવસ બાદ પઠાનનું ઓવરસીઝ ગ્રોસ કલેક્શન ઓલમોસ્ટ 255 કરોડ રૂપિયા (31 મિલિયન ડૉલર) પહોંચી ચુક્યુ હતું. એટલે કે માત્ર વિદેશોમાં જ શાહરૂખની ફિલ્મે 8 દિવસમાં 250 કરોડ કરતા વધુ ગ્રોસ કલેક્શન કર્યું.
લોકોની નજર એ વાત પર હતી કે પઠાન, 2022માં આવેલી ‘KGF 2’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોને USAમાં પછાડી શકશે અથવા નહીં. પરંતુ, 9 દિવસ બાદ ‘પઠાન’ આ ફિલ્મો કરતા ઘણી આગળ છે. રિપોર્ટ્સ અનુસાર, અત્યારસુધી USAમાં આશરે 92 કરોડ રૂપિયા (11.2 મિલિયન ડૉલર) કમાઈ ચુકેલી ‘પઠાન’, ત્યાં પાંચમી સૌથી મોટી ઈન્ડિયન ફિલ્મ બની ગઈ છે. ટૂંક સમયમાં જ આ માર્કેટમાં ‘પઠાન’નું ગ્રોસ કલેક્શન 100 કરોડની પાસ દેખાશે.
USAમાં સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ઈન્ડિયન ફિલ્મ્સ
UKમાં સૌથી મોટી ઈન્ડિયન ફિલ્મ
બ્રિટિશ માર્કેટમાં શાહરૂખ ખાનની ‘પઠાને’ એક દાયકા જુનો રેકોર્ડ તોડ્યો છે. 2013માં રીલિઝ થયેલી આમિર, અભિષેક સ્ટાર ‘ધૂમ 3’, ઓલમોસ્ટ એક દાયકા સુધી યુકેમાં સૌથી મોટી ભારતીય ફિલ્મ રહી. યુકેમાં ફિલ્મનું કલેક્શન આશરે 27.18 કરોડ રૂપિયા હતું. હવે શાહરૂખની ‘પઠાને’ તેનો રેકોર્ડ તોડી દીધો છે અને યુકેમાં સૌથી મોટી ઈન્ડિયન ફિલ્મ બની ગઈ છે.
ખાડી દેશોમાં પણ જોરદાર કમાણી
સાઉદી અરબ, કુવેત, UAE અને કતર જેવા ખાડી દેશોને એકસાથે રાખીને જોઈએ તો અહીં ‘બાહુબલી 2’ અત્યારસુધીની સૌથી મોટી ઈન્ડિયન ફિલ્મ છે. ખાડી દેશોમાં ‘બાહુબલી 2’નું કલેક્શન આશરે 10.4 મિલિયન ડૉલર છે. ‘પઠાન’નું કલેક્શન આશરે 9.85 મિલિયન ડૉલર પહોંચી ચુક્યુ છે. આ માર્કેટમાં શાહરૂખની આ બીજી સૌથી મોટી ફિલ્મ છે. ખાડી દેશોમાં સૌથી વધુ કમાણી કરનારી 5 ભારતીય ફિલ્મો નીચે મુજબ છે.
રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ફિલ્મોના આ મોટા માર્કેટ ઉપરાંત ‘પઠાને’ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાંથી આશરે 24 કરોડ રૂપિયા (3 મિલિયન ડૉલર)નું કલેક્શન કર્યું છે. છેલ્લાં ઘણા વર્ષોમાં ભારતીય ફિલ્મો માટે લગભગ ઠંડા પડી ચુકેલા જર્મનીમાં પણ ‘પઠાને’ સારી કમાણી કરી છે.
ભારતમાં ‘દંગલ’ને પછાડીને સૌથી મોટી બોલિવુડ ફિલ્મ બનવા તૈયાર ‘પઠાન’ જે સ્પીડથી કમાણી કરી રહી છે જેની કોઈને આશા નહોતી. હવે તો એક સંભાવના એ પણ દેખાઈ રહી છે કે તે ‘બાહુબલી 2’ને પણ પાછળ છોડીને સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મ પણ બની શકે છે. બીજી તરફ, વિદેશોમાં પણ શાહરૂખ તમામ રેકોર્ડ્સ તોડવામાં લાગ્યો છે. હવે જોવુ રહ્યું કે બોક્સ ઓફિસ પર પઠાનની ત્સુનામી કેટલા રેકોર્ડ્સ તોડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp