બુર્જ ખલીફા પર છવાયો 'પઠાણ', ટ્રેલર જોઈ ઝૂમી ઉઠ્યા શાહરુખ ખાનના ફેન્સ, Video

PC: twitter.com/yrf

બોલિવુડના કિંગ શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની રાહ તેના ફેન્સ ઘણી બેસબરીથી કરી રહ્યા છે. 'પઠાણ' ફિલ્મની સાથે કિંગ ખાને આશરે ચાર વર્ષના લાંબા સમયગાળા પછી બોલિવુડમાં પાછો ફરી રહ્યો છે. તેવામાં દુનિયાભરમાં તેના ફેન્સમાં આ ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતની સાથે દુબઈમાં પણ 'પઠાણ'નો ડંકો વાગી રહ્યો છે. ગઈકાલે રાતે દુબઈની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર 'પઠાણ' ફિલ્મના ટ્રેલરને દેખાડવામાં આવ્યું હતું.

જ્યારથી 'પઠાણ'નું ટ્રેલર રીલિઝ થયું છે, તે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. કિંગ ઓફ રોમાન્સનો એક્શન અવતાર જોવા માટે તેના ફેન્સ 25 જાન્યુઆરીની રાહ જોઈને બેઠા છે. ભારતની સાથે દુબઈમાં પણ 'પઠાણ' ફિલ્મને લઈને ઘણો બઝ જોવા મળી રહ્યો છે. 'પઠાણ'ના ક્રેઝને જોતા દુબઈના બુર્જ ખલીફા પર તેનું ટ્રેલર દેખાડવામાં આવ્યું હતું. આ ખાસ તક પર શાહરુખ ખાન પણ ત્યાં હાજર હતો.

સોશિયલ મીડિયા પર બુર્જ ખલીફાના ઘણા ફોટા અને વીડિયોઝ છવાયેલા જોવા મળ્યા છે. જેમાં તમે જોઈ શકશો કે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ કંઈ રીતે 'પઠાણ'ના રંગમાં રંગાયેલી છે. આ પળ હિન્દી સિનેમા અને શાહરુખના ફેન્સ માટે ઘણી ખાસ કહી શકાય છે. યશરાજ ફિલ્મ્સે દુબઈની આ ખાસ ઈવેન્ટની ઘણો પોસ્ટ શેર કરી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાહરુખની એન્ટ્રી થતા જ ત્યાં હાજર લોકોમાં જોશ આવી જાય છે. શાહરુખ માટે ફેન્સની આ દિવાનગી ખરેખરમાં જોવાલાયક છે.

શાહરુખ ખાનની આ મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરોમાં રીલિઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. ટ્રેલર અને ગીતને ફેન્સનો ઘણો પ્રેમ મળ્યો છે. 'પઠાણ' ફિલ્મમાં શાહરુખ દીપિકા સાથે મળીને દેશને બચાવતો જોવા મળ્યો છે. એક્શન મોડમાં કિંગ ઓફ રોમાન્સને જોવો ફેન્સ માટે ડબલ ટ્રીટ સાબિત થવાની છે.

 

'પઠાણ' રીલિઝ થતા પહેલા તેના ગીતના કારણે વિવાદોમાં પણ ઘેરાયેલી હતી અને એટલે હદ સુધી વિરોધ વધ્યો હતો કે લોકોએ તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરી હતી. વાત એવી છે કે 'પઠાણ'ના ગીત બેશરમ રંગમાં દીપિકા પાદુકોણ દ્વારા પહેરવામાં આવેલી ભગવા રંગની બિકીનીના કારણે આ વિરોધનો વંટોળ ઊભો થયો હતો. ભગવા કલરની બિકીની પહેરવાથી હિંદુ લોકોની ધાર્મિક ભાવના આહત થઈ હોવાનો હિંદુ સમાજના લોકોએ દાવો કર્યો હતો અને દેશભરમાં તેનો વિરોધ જોવા મળ્યો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp