‘પઠાણ'નો જલવો યથાવત, આપણા પાડોશી દેશમાં આ હોલિવુડ ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો

ભારત અને અન્ય ઘણા દેશોમાં દર્શકોનું મનોરંજન કર્યા બાદ શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ હાલના દિવસોમાં બાંગ્લાદેશમાં રીલિઝ કરવામાં આવી છે. ભારતની જેમ બાંગ્લાદેશમાં પણ આ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. એટલું જ નહીં, શાહરુખ ખાનની ફિલ્મ ભારતના પાડોશી દેશમાં કમાણી કરવાની બાબતે ઘણા રેકોર્ડ પણ બનાવી રહી છે. ફિલ્મ ‘પઠાણ’એ બાંગ્લાદેશની બોક્સ ઓફિસ પર કેટલાક રેકોર્ડ તોડી દીધા છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો જલવો યથાવત છે.
બાંગ્લાદેશમાં ઘણી હોલિવુડ ફિલ્મોનો રેકોર્ડ તોડી દીધો છે. પિંકવિલાના રિપોર્ટ મુજબ, રીલિઝના પહેલા દિવસે બાંગ્લાદેશમાં ‘પઠાણ’ની 15 હજાર ટિકિટો વેચાઈ ગઇ. છેલ્લા 2 વર્ષોમાં સૌથી વધુ વિકેન્ડ ઓપનિંગ મેળવનારી હિન્દી ફિલ્મ બની. એ સિવાય છેલ્લા કેટલાક વર્ષોમાં તે બાંગ્લાદેશની સૌથી વધુ જોવાતી વિદેશી ફિલ્મ બની ગઈ છે. તેણે હોલિવુડની ફિલ્મો ‘ડૉક્ટર સ્ટ્રેન્જ 2’, ‘થોર 4’ અને ‘અવતાર 2’, ‘ફાસ્ટ એક્સ’ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે.
એક રિપોર્ટ મુજબ, શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’એ માત્ર 40 સ્ક્રીન પર 15 હજાર કરતા વધુ ટિકિટ વેચી હતી. એટલું જ નહીં વિકેન્ડમાં ટિકિટનું વેચાણ 40 હજાર સુધી પહોંચી ગઈ છે. બાંગ્લાદેશમાં તે છેલ્લા 2 વર્ષોમાં કોઈ વિદેશી ફિલ્મની સૌથી મોટી ઓપનિંગ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો જલવો ભારતમાં જ નહીં દેશના ખૂણે ખૂણા સુધી જોવા મળ્યો. આ ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં નજરે પડ્યા.
તો સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ થયેલી ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે, જ્યારે વર્લ્ડ વાઈડ આ ફિલ્મે 1000 કરોડ કરતા વધુની કમાણી કરી છે. હાલમાં જ ફિલ્મ પઠાણ OTT પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થઈ છે. શાહરુખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp