
શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’નું એડવાન્સ બુકિંગ ભારતમાં શરૂ થઇ ગયું છે. રીલિઝ અગાઉ જ ફિલ્મ બાબતે એક અજીબ રેકોર્ડ જોવા મળી રહ્યા છે. હાલમાં જ ફિલ્મે વિદેશોમાં એડવાન્સ બુકિંગમાં રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે વધુ એક રોચક વાત સામે આવી છે કે ફિલ્મનો ફર્સ્ટ ડે શૉ જોવા માટે ફેન્સે મુંબઇમાં એક આખું થિયેટર જ બુક કરી લીધું છે. એટલું જ નહીં આ થિયેટરે ફેન્સની દીવાનગીને જોતા પોતાના નિયમોમાં બદલાવ પણ કરી નાખ્યા. ચાલો તો આ આર્ટિકલમાં જોઇએ શું આખો મામલો.
બોલિવુડ કિંગ શાહરુખ ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘પઠાણ’ હવે રીલિઝ થવાની ખૂબ નજીક છે. તે 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઇ રહી છે. ફિલ્મ ભારતમાં પ્રજાસત્તાક દિવસના બરાબર એક દિવસ અગાઉ રીલિઝ કરવામાં આવશે, પરંતુ ફેન્સે ફિલ્મને અત્યારથી જ સેલિબ્રેટ કરવાની શરૂ કરી દીધી છે. શાહરુખ ખાનના એક ફેન ક્લબે મુંબઇમાં ફિલ્મના પહેલા દિવસનો પહેલો શૉ જોવા માટે એક આખું થિયેટર બુક કરાવી નાખ્યું છે. તે મુંબઇનું ગેટી થિયેટર છે, જેને ખૂબ જૂનું અને આઇકોનિક થિયેટર માનવામાં આવે છે.
Gaiety में रचा जाएगा इतिहास, #पठान के साथ . आइए और #SRKUniverse के साथ बनिये इस इतिहास का हिस्सा |#Mumbai’s Iconic Theatre Gaiety will screen a movie for the first time at 9AM! DM @mannankheradia @drtinu28 to join and be a part of HISTORY!@iamsrk @yrf #Pathaan #ShahRukhKhan pic.twitter.com/fYIvZBdc5S
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) January 16, 2023
તેને મુંબઇનું સૌથી મોટી સ્ક્રીનવાળું સિનેમાગૃહ માનવામાં આવે છે. તેની જાણકારી ફેન ક્લબે સોશિયલ મીડિયા પર પણ આપી છે. શાહરુખ ખાન યુનિવર્સ ફેન ક્લાબે પોતાના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 25 જાન્યુઆરીના રોજ તેમણે આખું થિયેટર બુક કરાવી લીધું છે. અહીં એક ચોંકાવનારી વાત એ પણ છે કે થિયેટરે પહેલો શૉ સવારે 9 વાગ્યાનો કરી દીધો છે. 25 જાન્યુઆરીના રોજ થિયેટર પોતાનો પહેલો શૉ 9 વાગ્યે કરશે. એટલું જ નહીં, એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ફેન ક્લબે ફિલ્મ માટે 200 કરતા વધુ શૉનું બુકિંગ કરાવ્યું છે. ફેન કલબના આખા દેશના મેમ્બર 25 જાન્યુઆરીના રોજ દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ ફિલ્મને જોશે.
પોસ્ટ શેર કરતા ફેન ક્લબે લખ્યું કે, ‘ધમાકેદાર સમાચાર, મુંબઇના ઐતિહાસિક થિયેટર ગેટીના ઇતિહાસમાં પહેલી વખત કોઇ ફિલ્મનો શૉ સવારે 9 વાગ્યાથી. SRK યુનિવર્સની પ્રસ્તુતિ, ગેટીમાં રચવામાં આવશે ઇતિહાસ ‘પઠાણ’ની રીલિઝ સાથે. આવો અને બનો આ ઇતિહાસનો હિસ્સો. શાહરુખ ખાનની દીવાનગી હાલમાં ફેન્સના માથે ચડીને બોલી રહી છે. એવામાં સિનેમાના ટ્રેન્ડ પીડિતોની નજર ફિલ્મના પહેલા દિવસે એડવાન્સ બુકિંગ પર પણ રહેશે. તો આ પ્રકારના સમાચારોથી ફિલ્મનો ક્રેઝ હજુ વધતો જઇ રહ્યો છે. એવામાં ફિલ્મ પાસેથી આશા પણ ખૂબ વધારે લગાવવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ‘પઠાણ’ દર્શકોની ઉતરી શકે છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp