ફિલ્મ 'પઠાણ'નું એડવાન્સ બુકિંગ શરૂ, વિદેશમાં હાઉસફુલ થયા તમામ થિયેટર

PC: koimoi.com

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ને લઈને હોબાળો મચ્યો છે. ફિલ્મ 'પઠાણ'નું એક ગીત થોડા દિવસ પહેલા જ રીલિઝ કરવામાં આવ્યું હતું. તે ગીતના નામ 'બેશર્મ રંગ' અને ફિલ્મમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા પહેરવામાં આવેલા કેસરી રંગની બિકીનીને લઈને ફિલ્મને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી. લોકોએ ફિલ્મને લઈને ઘણા મીમ્સ પણ બનાવ્યા. જે બાદ ઘણા સંગઠનો ફિલ્મ સામે વાંધો ઉઠાવીને તેનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. હાલમાં જ સેન્સર બોર્ડે ફિલ્મમાં જરૂરી બદલાવ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ બધું હોવા છતાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને વિદેશમાં આ ફિલ્મનું ખૂબ જ શાનદાર પરિણામ મળી રહ્યું છે.

રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખની ફિલ્મ 'પઠાણ' જર્મનીમાં રેકોર્ડ બ્રેક બુકિંગ કર્યું છે. ત્યાં શોના પહેલા દિવસના તમામ શો હાઉસફુલ જઈ રહ્યા છે. આનાથી એ વાત તો સ્પષ્ટ છે કે, શાહરૂખને એમજ નથી ગ્લોબલ સ્ટાર માનવામાં આવતો. તેની ફેન ફોલોઈંગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં છે. ફિલ્મે જર્મનીમાં એડવાન્સ બુકિંગથી સૌને ચોંકાવી દીધા છે. ફિલ્મના ટ્રેલર રીલિઝ પહેલા જ આ પ્રકારનો જબરદસ્ત રિસ્પોન્સ મળવો તેના મેકર્સ માટે એક સારા સમાચાર છે.

રિપોર્ટસ મુજબ, 'પઠાણ' ફિલ્મનું એડવાન્સ બુકિંગ જર્મનીમાં 28 ડિસેમ્બરના રોજ શરૂ થઈ ગયું હતું. જેમાં ફિલ્મ રીલિઝના પહેલા દિવસના તમામ શોનું એડવાન્સ બુકિંગ હાઉસફુલ છે. આ રિસ્પોન્સને જોઈને એ વાત તો સ્પષ્ટ છે કે, ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.

ફિલ્મને લઈને સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ ફિલ્મના નિર્માતાઓને 'પઠાણ'માં જરૂરી ફેરફારોની સાથે રીલિઝ પહેલા તેને સબમિટ કરવા માટે કહ્યું છે. ફિલ્મના ગીત 'બેશર્મ રંગ'ની સાથે જ ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો હટાવવાની સલાહ આપવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, 'પઠાણ' ફિલ્મને 25 જાન્યુઆરીના રોજ રીલિઝ કરવામાં આવશે.

'પઠાણ', 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મની કહાની રૉના એક એજન્ટના વિશે છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ છે. ફિલ્મ 'વૉર'ના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદને તેને બનાવી છે અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp