26th January selfie contest

'પઠાણ' ફિલ્મે 900 કરોડનો આંકડો પાર કર્યો! ભારતમાં આટલા કરોડની કમાણી કરી

PC: twitter.com

શાહરૂખ ખાનની 'પઠાણ' હવે ધીમે ધીમે બોક્સ ઓફિસ પર ઠંડી પડી રહી છે, પરંતુ ફિલ્મ હજુ પણ કરોડોની કમાણી કરી રહી છે. ફિલ્મ પઠાણના ત્રીજા વિકેન્ડના પહેલા દિવસે એટલે કે શુક્રવારે કલેક્શનના આંકડા સામે આવ્યા છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ હજુ પણ ઘણા દિવસો સુધી કરોડોની કમાણી ચાલુ રાખી શકે છે. ગઈકાલે પઠાણનો ત્રીજો શુક્રવાર હતો, જેમાં ગુરુવારની સરખામણીમાં ફિલ્મના કલેક્શનમાં વધારો જોવા મળ્યો હતો. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શનમાં 900 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ચાલો જાણીએ કે ફિલ્મે તેના 17માં દિવસે ભારતમાં કેટલું કલેક્શન કર્યું.

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ અને સલમાન ખાન અભિનીત ફિલ્મ પઠાણે 17માં દિવસે પણ સારું કલેક્શન કર્યું હતું. ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેની કમાણીનો કાફલો હજુ પણ ચાલુ છે. ફિલ્મનું નેટ હિન્દી કલેક્શન 450 કરોડને પાર કરી ગયું છે જ્યારે વિશ્વભરમાં કમાણી 900 કરોડને વટાવી ગઈ છે. બોક્સ ઓફિસ વર્લ્ડવાઇડ રિપોર્ટ કહે છે કે, ફિલ્મ લાઇફટાઇમ કલેક્શનમાં 1000 કરોડને પાર કરી શકે છે, જ્યારે તેનું નેટ ઇન્ડિયા કલેક્શન 500 કરોડને પાર કરી શકે છે. પબ્લિકેશને 10 ફેબ્રુઆરી એટલે કે ફિલ્મના ત્રીજા શુક્રવારના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ પઠાણે ગઈ કાલે 7 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. દેશમાં તેનું નેટ હિન્દી કલેક્શન વધીને 449.5 કરોડ થઈ ગયું છે, જ્યારે સાઉથના 16.65 કરોડના કલેક્શન સહિત, ફિલ્મે 466.15 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી ફિલ્મનું ગ્રોસ કલેક્શન ભારતમાં 562 કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે વિદેશમાં કલેક્શન 345 કરોડ સુધી પહોંચી ગયું છે. આ રીતે વિશ્વભરમાં ગ્રોસ 907 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની હિટ રોમેન્ટિક જોડી છે જે ફરાહ ખાનની 'ઓમ શાંતિ ઓમ'માં પહેલીવાર જોવા મળી હતી. તે પછી બંને સુપરસ્ટાર્સે 'હેપ્પી ન્યૂ યર', 'ચેન્નઈ એક્સપ્રેસ' જેવી ફિલ્મો સહિત ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ઉપરાંત, પઠાણમાં શાહરૂખે એક્સ-રો એજન્ટની ભૂમિકા ભજવી છે, જે ચાહકોને પસંદ આવી છે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ફિલ્મમાં એક્શન અને ડ્રામાનો પૂરેપૂરો ડોઝ આપ્યો છે. આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થઈ હતી.

પઠાણના આ શાનદાર કલેક્શન પાછળનું એક કારણ એ પણ ગણી શકાય કે પઠાણની આસપાસ બોલિવૂડની કોઈ મોટી ફિલ્મ અત્યાર સુધી રિલીઝ થઈ નથી. પરંતુ, હવે 17 ફેબ્રુઆરીએ કાર્તિક આર્યનની ફિલ્મ શહેજાદા રિલીઝ થવા જઈ રહી છે. 2022માં આવેલી તેની ભૂલ ભુલૈયા-2 બોલિવૂડની સુપરહિટ ફિલ્મોમાંની એક બની ગઈ છે. શહેઝાદાની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે કૃતિ સેનન જોવા મળશે. આ સાથે આ ફિલ્મમાં મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય, રાજપાલ યાદવ જેવા દિગ્ગજ સ્ટાર્સ પણ હાજર રહેશે. તેમની ફિલ્મનું ગીત 'કેરેક્ટર ઢીલા-2' પહેલાથી જ સુપરહિટ થઈ ચૂક્યું છે. કાર્તિક આર્યને એક ટ્વિટમાં જણાવ્યું છે કે, તેની ફિલ્મનું આ ગીત 24 કલાકમાં સૌથી વધુ જોવામાં આવેલો વીડિયો બની ગયો છે.

આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે 'શહેજાદા' પઠાણના કલેક્શન પર કોઈ અસર કરી શકે છે કે નહીં! નવીનતમ મનોરંજન સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp