'પઠાણ' તો બરબાદ છે, રિટાયરમેન્ટ લઇ લે, શાહરુખને બોલ્યો યુઝર, મળ્યો આ જવાબ

PC: indianexpress.com

બોલિવુડ ઇન્ડસ્ટ્રીના બાદશાહ પોતાના શાહરુખ ખાન સમય-સમય પર પોતાના ફેન્સ સાથે જોડાય છે. તેમની સાથે વાતચીત કરે છે. તેમના સવાલોના જવાબ પણ સારી રીતે આપે છે. હાલમાં જ શાહરુખ ખાને #AskSRK સેશન કર્યું હતું, જેમાં તેણે ફેન્સ અને ટ્રોલ્સને જવાબ આપ્યો હતો. આપણે બધા જાણીએ છીએ કે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'ને લઇને કેટલી કન્ટ્રોવર્સી ચાલી રહી છે. ‘બેશરમ રંગ’ ગીતમાં જે દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકિની પહેરી છે. બધો વિવાદ તેના પર થઇ રહ્યો છે.

ન જાણે લોકોને શું સમસ્યા આવી પડી કે કપડાઓના રંગને લઇને તેઓ વાતો બનાવવા લાગ્યા છે. શરૂઆતમાં આ વિવાદ કંઇક નાનો લાગી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે વેગ પકડ્યો. જેના કારણે ફિલ્મ ‘'પઠાણ'’ રીલિઝ ડેટ પોસ્ટપોન થવા સુધીની વાતો સામે આવવા લાગી, પરંતુ શાહરુખ ખાને તેના પર પૂર્ણવિરામ લગાવ્યો અને #AskSRK કરીને ફેન્સના સવાલો પર વિરામ લગાવ્યો. શાહરુખ ખાને સ્પષ્ટ રૂપે નહીં, પરંતુ એ જરૂર જાહેર કરી દીધું છે કે 'પઠાણ' રીલિઝ થશે, તે પણ 25 જાન્યુઆરીના રોજ.

સાથે જ તેનું ટ્રેલર પણ 4 દિવસ બાદ એટલે કે 10 જાન્યુઆરીના રોજ દર્શકો સામે હશે. #AskSRKમાં એક યુઝરે લખ્યું કે, ‘'પઠાણ' તો રીલિઝ પહેલા જ મુસીબત બની ગઇ છે. શાહરુખ સર તમે રિટાયરમેન્ટ લઇ લો.’ તેના પર શાહરુખે VT (મજેદાર) જવાબ આપતા કહ્યું કે, ‘બેટા, મોટાઓ સાથે એમ વાત કરતા નથી.’ શાહરુખ ખાન પોતાનો VT જવાબ આપવા માટે જાણીતો છે. એક યુઝરે શાહરુખ કખનને પૂછ્યું કે, સર જવાન અને ડંકી બાદ શું છે તમારા ખાતામાં? તેના પર શાહરુખે કહ્યું કે, મારી પાસે ફ્રી ટાઇમ જ ટાઇમ છે.

કેટલાક ફેન્સ એવા પણ છે જે શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની રીલિઝની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. એક ફેને કહ્યું કે, શું તમે મારી સાથે ફિલ્મ 'પઠાણ' જોશો? મોડું કર્યા વિના શાહરુખે કહ્યું કે 25 જાન્યુઆરીના રોજ હું થોડો બીઝી રહીશ તો જો તું ત્રીજી વખત ફિલ્મ જોવા થિયેટરમાં જશે તો હું ત્રીજી વખત તારી સાથે આવીશ. પહેલી બે વખત એકલો જોઇ લે. એક્ટ્રેસ અને બી-ટાઉનમાં ન્યૂ મોમ આલિયા ભટ્ટે પણ #AskSRKમાં ભલામણ કરી. એક્ટ્રેસે લખ્યું કે, તમે સ્વીટ અને રિસ્પેક્ટેડ છો. 25 જાન્યુઆરી બાદ હું તમને 'પઠાણ' કહીને બોલાવીશ. જુઓ હું કેટલી ક્રિએટિવ છું. શાહરુખે જવામાં લખ્યું, સારો છે લિટલ વન અને આજથી હું તને લિટલ અમ્મા ભટ્ટ કપૂર કહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp