26th January selfie contest

'પઠાણ' સંપૂર્ણ રીતે ભારતને પોતાની માતાના રૂપમાં જુએ છે,રીલિઝ પહેલા બોલ્યો શાહરુખ

PC: thestatesman.com

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'ને લઈને ફેન્સમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચાર વર્ષના લાંબા સમય પછી શાહરુખ 'પઠાણ' ફિલ્મથી કમબેક કરી રહ્યો છે. ફિલ્મને લઈને કિંગ ખાનનું કહેવું છે કે તે 32 વર્ષથી એક્શન હીરો બનવાનું સપનું જોઈ રહ્યા હતા. હવે આ સપનું 'પઠાણ'થી પૂરું થવા જઈ રહ્યું છે. 'પઠાણ'ના રીલિઝ પહેલા યશરાજ ફિલ્મ્સે એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં કિંગ ખાન ફિલ્મને લઈને પોતાના દિલની વાત કહેતો જોવા મળે છે. શાહરુખ કહે છે કે, 32 વર્ષ પહેલા ઈન્ડ્સ્ટ્રીમાં એક એક્શન હીરો બનવા આવ્યો હતો, પરંતુ હું બની શક્યો ન હતો. કારણ કે તેમણે મને એક રોમેન્ટિક હીરો બનાવી દીધો હતો. હું માત્ર એક્શન હીરો બનવા ઈચ્છતો હતો. મારો મતલબ છે કે DDLJને હું ઘણો પ્રેમ કરું છું. હું રાહુલ, રાજ અને તે બધા છોકરાઓને પ્રેમ કરું છું, પરંતુ હું હંમેશાં વિચારતો હતો કે હું એક એક્શન હીરો છું. આથી મારા માટે આ સપનું સાકાર થવા જેવું છે.

ફિલ્મ 'પઠાણ'માં પોતાના પાત્ર અંગે વાત કરતા સુપર સ્ટાર કહે છે કે, પઠાણ એક સીધો-સીદો છોકરો છે, જે ઘણી બધી અઘરી વસ્તુઓ કરે છે. મને લાગે છે કે તે શરારતી છે. તે ટફ છે, પરંતુ તે તેનો દેખાડો કરતો નથી. તે વિશ્વાસપાત્ર છે. તે ઈમાનદાર છે અને મને લાગે છે કે તે સંપૂર્ણ રીતે ભારતને પોતાની માતાના રૂપમાં જુએ છે. પઠાણમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને વિલન તરીકે જ્હોન અબ્રાહમ જોવા મળવાના છે.

દીપિકા અને શાહરુખ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ઓન સ્ક્રીન જોડીઓમાંની એક છે. દીપિકાએ તેના કરિયરની શરૂઆત પણ શાહરુખ સાથે 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મથી કરી હતી. જેના પછી 'ચેન્નાઈ એક્સપ્રેસ' અને 'હેપ્પી ન્યુ યર' જેવી તમામ બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. દીપિકા અંગે વાતકરતા શાહરુખ કહે છે કે, ફિલ્મમાં દીપિકાના સ્તર જેવા કોઈ વ્યક્તિની જરૂર હતી. જે બશરમ રંગ જેવા ગીતના સિક્વન્સને કરી શકે. તે એક્શન પણ કરી શકે છે, જેમાં તે એક છોકરા સાથે ભીડી જાય છે અને તેની પિટાઈ કરી દે છે.

તે એટલી ટફ છે કે આ બધુ સરળતાથી કરી લે છે. તેનું આ કોમ્બિનેશન માત્ર દીપિકાની પાસેથી જ મળી શકતું હતું. એક એક્શન હીરોઈનના હિસાબે આ ઘણા લેયરવાળું કેરેક્ટર છે. પઠાણ આદિત્ય ચોપરાના મહત્વકાંક્ષી સ્પાઈ યુનિવર્સનો ભાગ છે. તેમાં દેશના સૌથી મોટા સુપર સ્ટાર શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ છે. ફિલ્મ 25 જાન્યુઆરીના રીલિઝ થવાની છે. હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં તેને રીલિઝ કરવામાં આવશે. 'પઠાણ'ના ગીત અને ટ્રેલર ઘણા ધૂમ મચાવી રહ્યા છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp