'પઠાણ'એ KGF 2ને પાછળ છોડ્યું, જર્મનીમાં આગળ નીકળી
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25મી જાન્યુઆરીના રોજ રીલિઝ થવા જઇ રહી છે. પણ ફિલ્મ રીલિઝ પહેલા જ રેકોર્ડ તોડી રહી છે. વિદેશોમાં તેનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ચૂક્યું છે કે, જેમાં ફિલ્મનું કલેક્શન રીલિઝ પહેલા જ નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. ખબર છે કે, ફિલ્મે એડવાન્સ બુકિંગમાં KGF 2નો રેકોર્ડ તોડ્યો છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મની શરૂઆત ઘણી સારી ગણાવી રહ્યા છે. ફિલ્મે અત્યાર સુધી 1.32 કરોડની કમાણી એડવાન્સ બુકિંગ દ્વારા જ કરી લીધી છે. અત્યાર સુધી જે આંકડા સામે આવી રહ્યા છે તેનાથી લાગી રહ્યું છે કે, સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ 2023ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ રહી છે.
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની મુખ્ય ભૂમિકા વાળી પઠાણ વિદેશોમાં રીલિઝ પહેલા જ ચર્ચાનો વિષય બની ગઇ છે. UAE, જર્મની અને ઓસ્ટ્રેલિયામાં ફિલ્મે એડવાન્સ બુકિંગમાં તાબડતોબ કમાણી કરી લીધી છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ માટે પહેલા દિવસે જર્મનીમાં 3500 ટિકિટ્સનું બુકિંગ થયું છે. જ્યારે, ઓસ્ટ્રેલિયામાં આ આંકડો 3000 ટિકિટ્સનો બતાવાયો છે. જ્યારે, જર્મનીમાં ફિલ્મ માટે એડવાન્સ બુકિંગમાં 8500 ટિકિટ્સ વેચવામાં આવી ચૂકી છે.
ફિલ્મે એડવાન્સ બુકિંગમાં થનારી કમાણી મુદ્દે KGF 2ને પણ પાછળ છોડી દીધી છે. જ્યારે કોઇમોઇના રિપોર્ટ અનુસાર, KGF 2એ આ અવધિમાં 1.2 કરોડનું એડવાન્સ બુકિંગ કર્યું હતું, જ્યારે, પઠાણે અત્યાર સુધી 1.32 કરોડનું એડવાન્સ બુકિંગ કરીને KGF 2ને પાછળ છોડી દીધું છે. જ્યારે, બોલીવુડ કિંગ તરીકે જાણીતો શાહરુખ ખાનની 4 કે 5 વર્ષથી કોઇ ફિલ્મ મોટા પડદા પર નથી આવી. એવામાં આટલા લાંબા સમય પછી કિંગ ખાનને મોટા પડદા પર જોવા નો આ ક્રેઝ જોઇને કહી શકાય છે કે, ફિલ્મને એડવાન્સ બુકિંગમાં આટલો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે.
પઠાણ ફિલ્મની સ્ટોરની વાત કરીએ તો આ એક જાસૂસી આધારિત ફિલ્મ છે જેને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે. સિદ્ધાર્થ આનંદ બેંગ બેંગ અને વોર જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂક્યો છે. ફિલ્મને દીપિક પદુકોણના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ અને જોન એબ્રાહમ સિવાય ફિલ્મમાં સલમાન ખાન પણ જોવા મળશે, પણ તેનું કેરેક્ટર ફિલ્મમાં થોડી ક્ષણો પુરતું જ છે. ફિલ્મ 25મી જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp