- Entertainment
- જો હું બીજા સાથે સૂતી હોત તો અત્યાર સુધીમાં 30 ફિલ્મો કરી લેત: એક્ટ્રેસ પાયલ
જો હું બીજા સાથે સૂતી હોત તો અત્યાર સુધીમાં 30 ફિલ્મો કરી લેત: એક્ટ્રેસ પાયલ
એક્ટ્રેસ પાયલ ઘોષનું હિન્દી અને તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તે અલગ અલગ મુદ્દાઓ પર પોતાના વિચાર નીડરતાથી રાખે છે. હાલમાં જ તેણે પોતાની 11મી ફિલ્મની જાહેરાત કરી છે. આ ખાસ અવસર પર પાયલ ઘોષે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઈને ખૂલીને વાત કરી છે. તેણે આ પોસ્ટમાં ખુલાસો કર્યો કે, વધારે ફિલ્મો મેળવવા માટે તમારે સૂવું પડશે.’ ત્યારબાદ જ પાયલ ઘોષ ચર્ચામાં આવી ગઈ છે.

પાયલ ઘોષે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની 11મી ફિલ્મની જાહેરાત કરતા ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઈને પણ ખુલાસો કયો હતો. તેણે લખ્યું કે, ‘ફાયર ઓફ લવ: રેડ, હું પોતાની 11મી ફિલ્મ કરીશ. જો હું બીજા સાથે સૂઈ હોત તો આજે હું 30મી ફિલ્મ કરી લેત.’ પાયલ ઘોષની આ પોસ્ટ બાદ જ અંદાજો લગાવી શકાય છે કે પાયલે કાસ્ટિંગ કાઉચ માટે ના પાડવાના કારણે ઘણી ફિલ્મો ગુમાવી છે. જો કે આ આખો મામલો શું છે એ સમજવા અગાઉ પાયલ ઘોષે પોતાની પોસ્ટ ડીલિટ કરી દીધી.

પાયલ ઘોષની આ પોસ્ટ બાદ ઘણા લોકો તેના પર કટાક્ષ કરી રહ્યા છે. તો ઘણા પાયલ ઘોષના સપોર્ટમાં છે અને તેઓ આ બાબતે વધારેમાં વધારે જાણવા માગે છે. પાયલ ઘોષ આ અગાઉ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર પણ ગંભીર આરોપ લગાવી ચૂકી છે. પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન ઉત્પીડન સાથે જળજબરી કરવા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ પણ પાયલ ઘોષ ખૂબ ચર્ચામાં આવી ગઈ હતી. પાયલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે પોતાના અપડેટ્સ શેર કરતી રહે છે.

પાયલ ઘોષે વર્ષ 2013માં અનુરાગ કશ્યપ વિરુદ્ધ FIR પણ નોંધાવી હતી. આ આરોપો બાદ પાયલ ઘોષ લાઇમલાઇટમાં આવી ગઈ હતી. પાયલ ઘોષણા વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલદી જ ફિલ્મ ‘ફાયર ઓફ લવ: રેડ’માં લીડ એક્ટ્રેસ તરીકે નજરે પડવાની છે. તેની સાથે કૃષ્ણ અભિષેક મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

