ઈવેન્ટમાં ઉર્વશીને જોઈ લોકોએ લગાવ્યા પંતના નારા, વારંવાર બોલતા અટકી અને પછી..

PC: instagram.com/urvashirautela

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરીથી ચર્ચામાં છે. કારણ છે રિષભ પંત. ઉર્વશી રૌતેલા આજકાલ પોતાની અપકિંમગ ફિલ્મ 'વોલ્ટેર વિરાયા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેના માટે તે વિશાખાપટ્ટનમ ગઈ હતી. પ્રમોશનલ ઈવેન્ટનો વીડિયો એક્ટ્રેસે શેર કર્યો છે, જેમાં ક્લિયર સાંભળી શકાય છે કે કેવી રીતે ઈવેન્ટમાં એક્ટ્રેસને જોઈ લોકોને ક્રિકેટર રિષભ પંતની યાદ આવી ગઈ. ઉર્વશી રૌતેલા જેવી જ સ્ટેજ પર આવે છે, ત્યાં હાજર લોકો રિષભ પંતના નામની બૂમો પાડવા લાગે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Urvashi Rautela (@urvashirautela)

લોકોના જોર જોરથી પંત-પંત બૂમો પાડવાના કારણે ઉર્વશી રૌતેલા પોતાની સ્પીચ આપતા વારંવાર અટકી જાય છે. ઉર્વશી પોતાની સ્પીચ આપી રહી છે અને પાછળથી લોકો રિષભના નારા લગાવવાનું બંધ નથી કરી રહ્યા. તેમ છતાં એક્ટ્રેસને જે કહેવું હોય તે આટલા અવાજની વચ્ચે પણ કહે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશી મેગા સ્ટાર ચિરંજીવીના વખાણના પુલ બાંધી રહી છે. આમ તો ઉર્વશીને જોઈને લોકો રિષભ પંતના નારા લગાવે તે કોઈ નવી વાત નથી.

પહેલા પણ આવું એક્ટ્રેસ સાથે થઈ ચૂક્યું છે. પછી ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટા સ્ટોરી શેર કરી તેની પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઉર્વશી રૌતેલાની સામે લોકો ક્રિકેટરનું નામ લેવાથી ચૂકતા નથી. એક્ટ્રેસે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- આ તે પ્રેમ છે, જે મને આગળ લઈ જઈ રહ્યો છે. ઉર્વશીના આ વીડિયો પર લોકો ઘણા મજેદાર રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- મને કેમ રિષભ રિષભ સાંભળવામાં આવી રહ્યું છે.

તો અન્ય એક યુઝર કહે છે- ભીડ રિષભ પંતના નારા લગાવી રહી છે. આ ઈવેન્ટમાં એક્ટ્રેસ લાલ કલરની સાડી પહેરીને પહોંચી હતી. આ આઉટફીટમાં તે સ્ટનિંગ લાગી રહી હતી. ઉર્વશી રૌતેલાની ફિલ્મ 'વોલ્ટેર વીરાયા'ની વાત કરીએ તો આ ફિલ્મ સિનેમાઘરોમાં 13 જાન્યુઆરીના રીલિઝ થવાની છે. ફિલ્મમાં ચિરંજીવી, રવિ તેજા અને શ્રુતિ હસન લીડ રોલમાં છે. ફિલ્મમાં ઉર્વશી રૌતેલાનું આઈટમ સોંગ છે, જેને ઘણા લોકોએ ઘણું પસંદ કર્યું છે. આ ગીતમાં ઉર્વશી રૌતેલા મેગા સ્ટાર ચિરંજીવી સાથે ડાન્સ કરતી જોવા મળી છે. એક્ટ્રેસ પોતાના કામ કરતા રિષભ પંતના કારણે વધારે ચર્ચામાં રહે છે. હાલમાં રિષભ તેની રિકવરી માટે મુંબઈના હોસ્પિટલમાં દાખલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp