OTT ના હોમોસેક્સ્યુઅલ, ગે, લેસ્બિયન સીન્સ પર ભડકી અમીષા પટેલે જુઓ શું કહ્યું

બોલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ હાલ કોન્ટ્રોવર્સિયલ સ્ટેમેન્ટ્સ માટે ચર્ચાનો વિષય બની છે. તેની સાથે જ અમીષા પટેલની ફિલ્મ ગદર 2 થિએટર્સમાં 11મી ઓગસ્ટના રોજ રીલીઝ થવા જઇ રહી છે. અમીષા, મીડિયા ઇન્ટરેક્શન્સમાં વ્યસ્ત ચાલી રહી છે. ફિલ્મમાં અમીષા પટેલ, સની દેઓલ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. હાલમાં જ એક ઇન્ટર્વ્યુમાં અમીષાએ OTT પ્લેટફોર્મ પર જોવા મળતા એડલ્ટ કન્ટેન્ટ વિશે વાત કરી છે.
અમીષા પટેલે શોકિંગ સ્ટેટમેન્ટમાં કહ્યું કે OTT પર અમુક LGBTQ ફિલ્મો એવી છે કે, જેને ફેમેલી સાથે બેસીને ન જોઇ શકાય. મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, ઓડિયન્સ ફક્ત ક્લીન સિનેમા જોવામાં રસ દાખવે છે, જેને તેઓ પરિવાર સાથે બેસીને જોઇ શકે. OTT પર આજકાલ ઘણા અલગ પ્રકારના કન્ટેન્ટ જોવા મળી રહ્યા છે. અમુક એજ ગ્રુપના લોકો માટે તે બરાબર નથી. લોકો ચાહે છે કે, તેઓ ક્લીન સિનેમા જુએ. અમુક એવું જુએ જે તેઓ પોતાના પૌત્ર, પૌત્રી સાથે બેસીને જોઇ શકે. પણ કોઇ એવા કન્ટેન્ટ નથી જોવા મળી રહ્યા, કે જે તેઓ પોતાના બાળકો અને ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે બેસીને જોઇ શકે.
હોમોસેક્સ્યુઅલ ફિલ્મો અને વેબ સિરીઝની વાત કરીએ તો OTT પર એ પણ ઘણું બતાવાઇ રહ્યું છે. OTT હવે સંપૂર્ણ રીતે હોમોસેક્સ્યુઅલ, ગે, લેસ્બિયન સીન્સ બતાવી રહ્યું છે, જ્યાં તમારે પોતાના બાળકોની આંખો પર હાથ રાખવો પડે છે. કે પછી તેને આંખ બંધ કરવા માટે કહેવું પડે છે, જેથી બાળકો કંઇ પણ ખોલીને ન જોઇ શકે. OTT પ્લેટફોર્મ્સને એક્સેસ ન કરી શકે.
ગદર 2માં અમીષા સકીનાનો રોલ પ્લે કરતી નજરે પડશે. તે સિવાય સની દેઓલ, તારા સિંહની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. ફિલ્મ ફેમેલી એન્ટરટેનર છે. ફેમેલી સાથે તેને જોઇ શકાય છે. પાવર પેક્ડ એક્શન સાથે ફિલ્મ રીલિઝ માટે તૈયાર છે. ફેન્સ વચ્ચે ફિલ્મનું મ્યુઝિક ખૂબ ચાલી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp