સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે નકલી ગ્રાહકો મોકલ્યા અને આરતી...
મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચે સોમવારે કાસ્ટિંગ ડાયરેક્ટર અને એક્ટ્રેસ આરતી મિત્તલની ધરપકડ કરી છે. મહિલા ડાયરેક્ટર પર ગ્રાહકોને મોડલ સપ્લાય અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચ યુનિટ 11, દિંડોશી પોલીસે ગોરેગાંવ વિસ્તારમાં ચાલી રહેલા એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શરૂઆતી તપાસ બાદ આરતી મિત્તલ વિરૂદ્ધ ઇન્ડિયન પેનલ કોડની કલમ 370 અને ગેરકાયદે તસ્કરી અને વૈશ્યાવૃત્તિની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અધિકારીએ પોતે એ વિસ્તારમાં નકલી ગ્રાહકો મોકલ્યા હતા, જેમણે આખી ઘટના રેકોર્ડ કરી. જે બાદ પુરાવા હેઠળ ડાયરેક્ટર વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રેકેટમાં બે અન્ય મોડલ પણ પકડાઇ છે, કે જેમને પોલીસે રેસ્ક્યુ કરીને રિહેબ સેન્ટરમાં મોકલી આપી છે. પોલીસે કહ્યું કે, આરતીએ પૈસાના નામ પર મહિલાઓને છેતરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસની તપાસ સમાજિક સેવા બ્રાંચે કરી હતી. મનોજ સુતાર નામના એક ઇન્સ્પેક્ટરને ત્યાં ચાલી રહેલા સેક્સ રેકેટ વિશે કહેવાયું હતું. જે પછી તેમણે આરતી મિત્તલ પાસેથી એક ગ્રાહકની જેમ મુલાકાત કરી હતી. તેમણે આરતી પાસે પોતાના મિત્ર માટે બે છોકરીઓનો બંદોબસ્ત કરવા માટે કોન્ટેક્ટ કર્યો. આરતીએ તેના મેસેજનો જવાબ આપતા તેને ગોરેગાંવ અને જુહૂની હોટલમાં મળવા માટે કહ્યું. ડાયરેક્ટરે મનોજ સુતારને હોટલ બુક કરાવવા માટે કહ્યું અને 60 હજાર રૂપિયાની ડિમાન્ડ કરી.
રિપોર્ટ્સ અનુસાર, આરતી મિત્તલના ગ્રાહકોને રૂમમાં જવા પહેલા કોન્ડમ આપ્યા અને પોલીસે આખી ઘટનાને પુરાવા રૂપે કેમેરામાં કેદ કરી લીધી. પકડાયેલી મોડલો વિશે તપાસ કર્યા પછી પોલીસને ખબર પડી કે, આરતી મિત્તલે બન્નેને 15000 રૂપિયા આપવા માટે કહ્યું હતું.
આરતી મિત્તલ એક કાસ્ટિંગ ડાયરેક્ટર અને એક્ટ્રેસ છે. તે સિવાય તેણે ટીવી સીરીયલ અપનાપનમાં કામ કર્યું છે. સાથે જ ZEE5ની સીરીઝ એક્સપ્લોઝિવમાં પણ નજરે આવી ચુકી છે. થોડા સમય પહેલા આરતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે તે એક્ટર આર માધવન સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. જોકે, તે પોલીસની હિરાસતમાં છે, પોલીસ આ રેકેટ સાથે સંકળાયેલા લોકોની તલાશ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp