‘પન્ની સેલ્વન-2’ બે દિવસમાં પહોંચી 100 કરોડને પાર, અમેરિકામાં...
ગયા વર્ષે મોટા પરદા પર ઉત્તરી ચોલ સામ્રાજ્યની કહાની ‘પન્ની સેલ્વન’નો પહેલો ભાગ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહ્યો હતો. ‘પન્ની સેલ્વન-1’એ વર્લ્ડવાઈડ 500 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કર્યું હતું. ‘પન્ની સેલ્વન 2’ (PS2)થી પણ આ પ્રકારની જોરદાર કમાણીની આશા રાખવા આવી રહી હતી. ઐશ્વર્યા રાય, ચિયાન વિક્રમ, કાર્થી અને જયમ રવિ જેવા શાનદાર એક્ટર્સથી ભરેલી આ ફિલ્મને ક્રિટિક્સ પાસેથી રિવ્યૂ ખૂબ સારા મળ્યા છે, પરંતુ કામણીની બાબતે અત્યાર સુધી બીજા ભાગની શરૂઆત, પહેલી ફિલ્મથી ધીમી રહી છે.
જો કે, ‘પન્ની સેલ્વન 2'નું બોક્સ ઓફિસ કલેક્શન પોતાની જાતમાં સારી સ્પીડથી આગળ વધી રહ્યું છે. શુક્રવારે થિયેટરમાં રીલિઝ થયેલી 'પન્ની સેલ્વન 2' વર્લ્ડવાઈડ 61.53 કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્શન કર્યું હતું. હવે અહેવાલો મળી રહ્યા છે કે, બીજા દિવસે પણ ફિલ્મે શાનદાર કમાણી ચાલુ રાખી છે. 2 દિવસમાં જ ફિલ્મે બોક્સ ઓફિસ પર સદી ફટકારી દીધી છે અને ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી 100 કરોડથી વધુ પહોંચી ગઇ છે. ‘પન્ની સેલ્વન 2’એ બીજા દિવસે ભારતમાં 26 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે.
બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્ક મુજબ, ઐશ્વર્યા રાયની ફિલ્મે શનિવારે ભારતમાં 26.2 કરોડ રૂપિયાની કમાણી કરી. જ્યાં ‘પન્ની સેલ્વન 2’ ઓરિજિનલ તામિલ વર્ઝને પહેલા દિવસે 18.5 કરોડ રૂપિયાની તુલનામાં બીજા દિવસે 20 કરોડ કરતા વધુનું કલેક્શન કર્યું. તામિલનાડુમાં ફિલ્મને આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ મળી હતી. માત્ર ભારતના કલેક્શનની વાત કરીએ તો ‘પન્ની સેલ્વન 2’એ 2 દિવસમાં 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
બોક્સ ઓફિસ કલેક્શનનો ડેટા કહે છે કે, ઓપનિંગની તુલનામાં બીજા દિવસે હિન્દીમાં પન્ની સેલ્વન 2ની કમાણી 40 ટકાથી વધારે વધી છે. જ્યાં શુક્રવારે ‘પન્ની સેલ્વન 2’એ હિન્દીમાં લગભગ 1.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો બીજા દિવસે આ વર્ઝનનું કલેક્શન 2.3 કરોડ રૂપિયાથી વધારે છે. હિન્દીમાં ‘પન્ની સેલ્વન 2’ને ખૂબ લિમિટેડ રીલિઝ મળી છે અને ઓછી સ્ક્રિનિંગ છતા, ફિલ્મ જોવા માટે થિયેટર જનારા લોકો સારા એવા વધ્યા છે.
હિન્દીમાં ફિલ્મનો માહોલ ખૂબ ફિક્કો હતો, પરંતુ એ છતા પન્ની સેલ્વન 2નું કલેક્શન લગભગ એજ લેવલ પર ચાલી રહ્યું છે જેટલી કમાણી પહેલી ફિલ્મે કરી હતી. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ કહ્યું કે, ‘પન્ની સેલ્વન 2’એ નોર્થ અમેરિકામાં માત્ર શનિવારે જ 1 મિલિયન ડોલરથી વધારાનું કલેક્શન કર્યું છે. શુક્રવાર અને એ પહેલાના પ્રીમિયર શૉઝને મળીને આ માર્કેટમાં ફિલ્મનું ટોટલ કલેક્શન 2.8 મિલિયન ડોલર એટલે કે લગભગ 23 કરોડ રૂપિયા પહોંચી ચૂક્યું છે.
2 દિવસમાં તે અમેરિકા, આ વર્ષની બીજી સૌથી મોટી ઇન્ડિયન ફિલ્મ બની ગઈ છે. પહેલા નંબર પર શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ છે. આશા છે કે, પહેલા વિકેન્ડમાં ‘પન્ની સેલ્વન 2 નોર્થ અમેરિકામાં 4 મિલિયન ડોલરથી વધારાનું કલેક્શન કરી લેશે. ‘પન્ની સેલ્વન 2’ની કમાણી ભલે પહેલા ભાગથી સ્લો ચાલી રહી હોય, પરંતુ પોતાના લેવલ પર એ જ કમાણી શાનદાર થઈ રહી છે. સારા વ્યૂઝનો ફાયદો ફિલ્મને સોમવારે થશે અને કામના દિવસે થવા પર પણ તેની કમાણી વધારે નહીં ઘટે. ‘પન્ની સેલ્વન 2’ને જ્યાં મણિરત્નમનું શાનદાર કામ કહેવામાં આવી રહ્યું છે તો ઐશ્વર્યા રાયની એક્ટિંગને તેનું કરિયર બેસ્ટ પરફોર્મન્સમાં ગણવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp