પૂનમ પાંડે બોલી ટીશર્ટ ઉતારવું વોટ મેળવવાની યુક્તિ હતી, કામ કરી ગઈ

PC: jagran.com

કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપમાં પૂનમ પાંડે સૌથી ચર્ચિત સ્પર્ધકોમાંથી એક રહી છે. ચાહકોનું એટેન્શન મેળવવા માટે પૂનમે આ દરમિયાન પોતાની 'આઇકોનિક સ્ટ્રેટેજી' પણ અપનાવી જે હિટ રહી. તે લોકઅપમાં પોતાની ભૂમિકાને મળેલા રિસ્પોન્સથી ખૂબ જ ખુશ છે અને કહે છે કે આ શોએ લોકોનો તેના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલ્યો છે.

પૂનમ પાંડેએ કહ્યું કે લોકઅપે મને મારા બાળપણની યાદ અપાવી દીધી, પૈસાની પ્રોબ્લેમના કારણે ટેલરિંગથી લઈને પાપડ બનાવવા સુધીનું મેં કામ કર્યું, તે તમામ વસ્તુઓ આંખની સામે આવી ગઈ. અમે દરેક સ્પર્ધકો બહાર નીકળ્યા પછી સતત એકબીજાના સંપર્કમાં છે. અમે લોકઅપ નામનું  વ્હોટ્સએપ ગ્રુપ બનાવવાનો પણ પ્લાન કર્યો છે. હું દરેક સાથે વાત કરી રહી છું, પછી તેઓને એડ કરીશ. જોકે પૂનમને એ વાતનો અફસોસ પણ છે કે તે મુન્નવરથી સારું નહીં રમી શકી. નહીતર તે વિનર હોત. તેણે કહ્યું કે મુન્નવર માટે હું ખૂબ જ ખુશ છું તે ડિઝર્વિંગ હતો. જો મુન્નવર નહીં જીતતે તો નક્કી પાયલ જીતવાની હતી. તે પહેલા દિવસથી ખૂબ જ સારું રમી રહી હતી. લોકોની નફરત હોવા છતાં, તે એકલી ગેમ રમી રહી હતી. જે વખાણને પાત્ર છે.

હવે છોકરીઓ પણ મને પસંદ કરવા લાગી છે

લોકઅપને પગલે લોકોનું પૂનમને લઈને દ્રષ્ટિકોણ પણ બદલાયુ છે. તે પોતે તેનો અનુભવ કરી રહી છે. તેણે કહ્યું કે લોકઅપ પહેલા મારા માટે લોકોની ખૂબ જ ખોટી ધારણાઓ રહી છે, હવે છોકરીઓ મારી પાસે આવીને મને મળે છે, મને કિસ કરે છે, મારી સાથે વાત કરે છે. જે હું હંમેશા ઈચ્છતી હતી. હું તેઓને જણાવવા માંગતી હતી કે હું પણ તેઓની જેમ જ સિમ્પલ અને ઘરેલું છું. મેં મારી જિંદગીમાં ખૂબ જ સ્ટ્રગલ અને ગરીબી જોઈ છે. સ્કૂલના સમયથી પોતાની ફીની જવાબદારી પણ મેં ઉઠાવી હતી. હું છોકરીઓ માટે આઈડલ બનવા ઈચ્છતી હતી, તેઓ મારી જર્નીથી પ્રેરિત થાય. દસ વર્ષ પછી, પણ હવે હું તેઓનો પ્રેમ મેળવી શકી. આ અચિવમેન્ટ પણ મારા માટે ટ્રોફી જીતવા જેવું જ છે.

ટી-શર્ટ ઉતારવું સ્ટ્રેટેજીનો ભાગ

વાતચીત દરમ્યાન પૂનમ પાંડેએ શોમાં ટી-શર્ટ ઉતારવાની પોતાની જાહેરાતને હકીકતમાં વોટ માટેની યુક્તિ જણાવી. તેણે કહ્યું કે હું જ્યારે બોટમમાં આવી ગઈ તો મને સમજણ નહી પડી રહી હતી કે હું શું કરું. હું જેલના કેમેરાથી ચાહકો સાથે કનેક્ટેડ રહી છું. આ આઈડીયા મને આવ્યો અને હેરાનીની વાત એ છે કે તે કામ પણ આવ્યો. મને વોટ મળ્યા, જે પણ મેં ત્યાં વિચાર્યું, ભલે તે સારું હોય કે ખરાબ પરંતુ તે કામમાં તો આવી જ ગયું હતું.

ફીમેલ સ્પર્ધકોને થાય છે સમસ્યા

શો દરમિયાન પૂનમે પીરિયડ્સની સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે તે ફક્ત તેની સાથે જ નહીં પરંતુ શોમાં જેટલી પણ છોકરીઓ હતી, એ તમામને તકલીફો થઇ રહી હતી. દરેક મહિલાઓએ દવાઓ પણ લેવી પડી હતી. ત્યાં જરા પણ સુર્યપ્રકાશ આવતો ન હતો, આની સાથે જ અમે તમામ લોકો ખૂબ જ તણાવમાં પણ હતા. અમારી બેગ લઈ લેવામાં આવી હતી. ખૂબ જ બેઝિક વસ્તુઓ અમને આપવામાં આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp