આદિપુરુષ જોઈને આવેલા દર્શકે ફિલ્મની ટીકા કરતા પ્રભાસના ચાહકોએ પિટાઇ કરી, વીડિયો

છેલ્લાં લાંબા સમયથી ચાહકો જેની રાહ જોઇ રહ્યા હતા તે પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ‘આદિપુરુષ’ શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મ જોયા પછી કેટલાંક લોકો વખાણ કરી રહ્યા છે તો કેટલાંક લોકોને ફિલ્મ પસંદ નથી આવી. જો કે હૈદ્રાબાદમાં એવું બન્યું કે એક વ્યકિતએ આદિપુરુષ અને પ્રભાસની આલોચના કરી તો તેણે ચાહકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું, ચાહકોએ થિયેટરની બહાર જ એક યુવકની જબરદસ્ત પિટાઇ કરી નાંખી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હૈદ્રાબાદના પ્રસાદ IMAXની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યકિત ફિલ્મની બુરાઇ કરતો નજરે પડી રહ્યો છે. આ વ્યકિત કહી રહ્યો છે કે, પ્લે સ્ટેશન ગેમ્સના બધા વિલનોને આ ફિલ્મમાં લાવી દેવાયા છે. હનુમાન, બેકગ્રાઉન્ડ સ્કોર અને 3D શોટ્સ સિવાય આ ફિલ્મમાં કશું નથી. જ્યારે આ વ્યકિતને પ્રભાસ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, આ અવતાર તેમની પર શોભતો નથી. બાહુબલીમાં પ્રભાસ એક રાજા હતા. એ ફિલ્મમાં તેમની નિષ્ઠા  જોઇને આ ફિલ્મમાં લેવામાં આવ્યા હતા. આ વ્યકિતએ કહ્યું કે, ફિલ્મના ડિરેકટર ઓમ રાઉતે પ્રભાસને સારી રીતે રજૂ નથી કર્યા. જેવી આ વ્યકિતએ વાત પુરી કરી કે તરત ત્યાં  હાજર લોકોએ એ વ્યકિતની પિટાઇ શરૂ કરી દીધી હતી.

ફિલ્મની ટીઝર રીલિઝ થયા પછી જ તેના VFXને લઇને આલોચના કરવામાં આવી રહી છે. હવે ફિલ્મ રીલિઝ થયા પછી પણ કેટલાંક લોકોને તેનું  VFX પસંદ નથી આવી રહ્યું. માત્ર VFX જ નહી, પરંતુ લોકો કેરેકટર્સ, કોસ્ચ્યૂમ અને સંવાદો પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

ફિલ્મની વર્લ્ડ વાઇડ 130 કરોડ રૂપિયાની ઓપનીંગ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.રિપોર્ટસ મુજબ, આ ફિલ્મ 500 કરોડ રૂપિયામાં બની છે અને OTT રાઇટ્સ આપીને ફિલ્મ પહેલાથી જ 480 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ફિલ્મ આદિપુરુષને તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નજ અને હિંદી ભાષામાં 2D અને 3D સાથે રીલિઝ કરવામાં આવી છે. આ  ફિલ્મમાં પ્રભાસે રામનું પાત્ર, કૃતિ સેનને સીતા, સૈફ અલી ખાને લંકેશ, સની સિંહે લક્ષમણ, દેવદત્ત નાથે હનુમાનનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ T-સિરીઝ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રેટ્રોફિલ્સના રાજેશ નાયર, પ્રમોદ અને યુવી ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.