આદિપુરુષ જોઈને આવેલા દર્શકે ફિલ્મની ટીકા કરતા પ્રભાસના ચાહકોએ પિટાઇ કરી, વીડિયો

છેલ્લાં લાંબા સમયથી ચાહકો જેની રાહ જોઇ રહ્યા હતા તે પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ‘આદિપુરુષ’ શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મ જોયા પછી કેટલાંક લોકો વખાણ કરી રહ્યા છે તો કેટલાંક લોકોને ફિલ્મ પસંદ નથી આવી. જો કે હૈદ્રાબાદમાં એવું બન્યું કે એક વ્યકિતએ આદિપુરુષ અને પ્રભાસની આલોચના કરી તો તેણે ચાહકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું, ચાહકોએ થિયેટરની બહાર જ એક યુવકની જબરદસ્ત પિટાઇ કરી નાંખી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
#Adipurush - #Prabhas fans beating the public for giving genuine review 🙄
— VCD (@VCDtweets) June 16, 2023
Worst behavior 👍#AdipurushTickets #AdipurushOnJune16pic.twitter.com/zV8waEWm4z
હૈદ્રાબાદના પ્રસાદ IMAXની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યકિત ફિલ્મની બુરાઇ કરતો નજરે પડી રહ્યો છે. આ વ્યકિત કહી રહ્યો છે કે, પ્લે સ્ટેશન ગેમ્સના બધા વિલનોને આ ફિલ્મમાં લાવી દેવાયા છે. હનુમાન, બેકગ્રાઉન્ડ સ્કોર અને 3D શોટ્સ સિવાય આ ફિલ્મમાં કશું નથી. જ્યારે આ વ્યકિતને પ્રભાસ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, આ અવતાર તેમની પર શોભતો નથી. બાહુબલીમાં પ્રભાસ એક રાજા હતા. એ ફિલ્મમાં તેમની નિષ્ઠા જોઇને આ ફિલ્મમાં લેવામાં આવ્યા હતા. આ વ્યકિતએ કહ્યું કે, ફિલ્મના ડિરેકટર ઓમ રાઉતે પ્રભાસને સારી રીતે રજૂ નથી કર્યા. જેવી આ વ્યકિતએ વાત પુરી કરી કે તરત ત્યાં હાજર લોકોએ એ વ્યકિતની પિટાઇ શરૂ કરી દીધી હતી.
ફિલ્મની ટીઝર રીલિઝ થયા પછી જ તેના VFXને લઇને આલોચના કરવામાં આવી રહી છે. હવે ફિલ્મ રીલિઝ થયા પછી પણ કેટલાંક લોકોને તેનું VFX પસંદ નથી આવી રહ્યું. માત્ર VFX જ નહી, પરંતુ લોકો કેરેકટર્સ, કોસ્ચ્યૂમ અને સંવાદો પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
ફિલ્મની વર્લ્ડ વાઇડ 130 કરોડ રૂપિયાની ઓપનીંગ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.રિપોર્ટસ મુજબ, આ ફિલ્મ 500 કરોડ રૂપિયામાં બની છે અને OTT રાઇટ્સ આપીને ફિલ્મ પહેલાથી જ 480 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ફિલ્મ આદિપુરુષને તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નજ અને હિંદી ભાષામાં 2D અને 3D સાથે રીલિઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસે રામનું પાત્ર, કૃતિ સેનને સીતા, સૈફ અલી ખાને લંકેશ, સની સિંહે લક્ષમણ, દેવદત્ત નાથે હનુમાનનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ T-સિરીઝ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રેટ્રોફિલ્સના રાજેશ નાયર, પ્રમોદ અને યુવી ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp