'આદિપુરુષ'નું પોસ્ટર જોઈને પ્રભાસના ફેન્સ નિરાશ, કહ્યું-આને રીલિઝ ન કરો સર

PC: livehindustan.com

રામ નવમીના અવસર પર પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'નું પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરને રીલિઝ કરવાની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. પરંતુ ચાહકોને આ પોસ્ટર પસંદ આવ્યું નથી અને ખાસ કરીને પ્રભાસના ચાહકો આ પોસ્ટરને જોઈને ખૂબ જ નિરાશ થયા છે. ફિલ્મમાં પ્રભાસ રામનું પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે કૃતિ સેનન સીતાનું પાત્ર, સન્ની સિંહ લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યા છે, રાવણના પાત્રમાં સૈફ અલી ખાન, હનુમાન દેવદત્ત નાગે અને વત્સલ સેઠ ઈન્દ્રજીતનું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે અને 16 જૂને રીલિઝ થઈ રહી છે.

આ દિવ્ય પોસ્ટરે ઘણા ચાહકોને ખુશ કરી દીધા છે. તમામ સ્ટાર્સના લુક્સને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. પરંતુ એવા ઘણા યુઝર્સ છે, જેઓ તેને નકામુ ગણાવી રહ્યા છે. યુઝર્સ 'આદિપુરુષ'ના નવા પોસ્ટરથી બિલકુલ પ્રભાવિત નથી. તેમનું કહેવું છે કે, આમાં થોડી વધુ મહેનત કરવી જોઈતી હતી. કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું છે કે, આ પોસ્ટર કાર્ટૂન ફિલ્મ જેવું લાગે છે.

પરંતુ એવું લાગી રહ્યું છે કે ચાહકોએ ફિલ્મના પોસ્ટરને પસંદ નથી કર્યું. ચાહકો પોસ્ટરમાં ઘણી ખામીઓ શોધી રહ્યા છે અને તેને AIથી તૈયાર કર્યું હોય તેવું બતાવી રહ્યા છે. એક પ્રશંસકે તો પ્રભાસને વિનંતી પણ કરી છે કે સર, આ ફિલ્મ રીલિઝ ન કરો. પ્રભાસના એક પ્રશંસકે લખ્યું છે કે, 'લાંબા વાળ સાથે પ્રભાસના બાહુબલી લુકની સાથે ભગવાન રામના લુકની કલ્પના કરો... તે અદ્ભુત હોત. આ ઓમ રાઉતે પ્રભાસની તમામ ક્ષમતાઓને ગ્રહણ લગાવી દીધું. આ વ્યક્તિના કારણે પ્રભાસ પહેલીવાર ટ્રોલ થઈ રહ્યો છે.

જ્યારે, એક વ્યક્તિએ ટિપ્પણી કરી છે કે, 'જો લક્ષ્મણ દાઢી રાખી શકે છે તો રામ દાઢી કેમ ન રાખી શકે. પ્રભાસ દાઢી સાથેના આ લુકમાં અદ્ભુત લાગે છે. તમે બધું મિક્સ કરી દીધું.'

આદિપુરુષને લઈને બીજી એક ટિપ્પણી આવી છે, 'એવું લાગે છે કે પોસ્ટર સંપૂર્ણપણે એડિટિંગ છે. શરીરની ઉપર ચહેરાને પાછળથી કાપીને લગાવવામાં આવ્યો છે. કૃતિ મેડમના ચહેરા પરનો પડછાયો દૂર કરવાનું ભૂલી ગયા. ખૂબ જ નબળી એડિટિંગ કુશળતા.'

 
 
 
View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

પ્રભાસ દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટર પર એક યુઝરે કોમેન્ટ કરી, 'પોસ્ટર જનરેટેડ ફ્રોમ AI.' બીજાએ લખ્યું, 'ભાઈએ 500 કરોડ ખર્ચીને કાર્ટૂન સિનેમા બનાવ્યું છે.' ત્રીજાએ લખ્યું, 'ભાઈ સારું એડિટ કરો, યાર.' એક યુઝરે પોસ્ટરમાં એડિટીંગની તમામ ભૂલોને હાઇલાઇટ કરી છે. યુઝરે લખ્યું, 'પોસ્ટરને જોઈને લાગે છે કે, કોઈ અન્ય વ્યક્તિનું શરીર અને તેમનો ચહેરો કાપીને ઉપરથી નાંખવામાં આવ્યો છે. કૃતિ મેમના ચહેરા પરથી પડછાયો દૂર કરવાનું ભૂલી ગયો. આ ખૂબ જ ખરાબ એડિટિંગ છે. અન્ય એક યુઝરે લખ્યું, 'આને રીલિઝ ન કરો સર.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp