‘આદિપુરુષ’નું પહેલા દિવસનું કલેક્શન જાણી ચોંકી જશો, શાહરૂખની ‘પઠાણ’ને પછાડી દીધી

પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ ‘આદિપુરુષ’નું પહેલાં દિવસનું કલેક્શન સામે આવ્યું છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં બમ્પર કમાણી કરી છે. આંકડા જણાવે છે કે આદિપુરુષ વર્ષ 2023ની સૌથી મોટી ભારતીય ઓપનર બની ગઇ છે. આ ફિલ્મે માત્ર હિન્દી ભાષામાં જ સારો બિઝનેસ કર્યો છે એવું નથી, પણ અન્ય ભાષાઓમાં પણ વધુ કમાણી કરી છે. ચાલો જાણીએ કે આદિપુરુષની પહેલા દિવસની કમાણીનાં આંકડા શું છે.
ઇન્ડસ્ટ્રી ટ્રેકર Sacnilkના ડેટા બતાવે છે કે આદિપુરુષે પોતાની રીલિઝના પહેલાં દિવસે એટલે શુક્રવારે ભારતમાં 86.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ની ભારતમાં પહેલાં દિવસની કમાણી કરતા વધારે છે. આદિપુરુષ ફિલ્મે હિંદી ઉપરાંત તેલુગુમાં પણ જોરદાર કમાણી કરી છે. શાહરૂખ ખાનની પઠાણે પહેલાં દિવસે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Sacnilk ના ડેટા બતાવે છે કે આદિપુરુષના હિન્દી વર્ઝને ભારતમાં 86.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સૌથી વધુ કલેક્શન તેલુગુ વર્ઝનમાંથી આવ્યું, જ્યાં તેણે 48 કરોડ રૂપિયાની કમાણી કરી. આદિપુરુષ અન્ય ભાષાઓમાં કોઈ વિશેષ ઉકાળી શકી નથી.ર મલયાલમ, તમિલ અને કન્નડ વર્ઝન 1 કરોડ રૂપિયા પણ આવ્યા નથી.
ટ્રેડ નિષ્ણાતો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની પહેલાં એવી ધારણાં હતી કે આદિપુરુષની સૌથી વધારે કમાણી ફિલ્મના તેલુગુ વર્ઝનથી આવશે. આંધ્રપ્રદેશ અને તેલગાંણમાં ફિલ્મનો શો સવારે 4 વાગ્યાથી શરૂ થઇ રહ્યો છે. સિંગલ સ્કીન થિયેટરમાં પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં 3D જોવા માટે દર્શકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફિલ્મની રીલિઝ પહેલાં જ મેકર્સે નક્કી કર્યું હતું કે આદિપુરુષ જે સિનેમાઘરોમાં રીલિઝ થશે. ત્યાં એક સીટ હનુમાન માટે ખાલી રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પર સીટ પર હનુમાનની તસ્વીરો પણ વાયરલ થઇ હતી. એક સિનેમાઘરમાં બંદર પણ પહોંચી ગયો હતો.
આદિપુરુષની વાર્તા રામાયણ પર આધારિત છે. ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહેલા પ્રભાસે ભગવાન રામની ભૂમિકા નિભાવી છે. કૃતિ સેનને માતા સીતાનો રોલ પ્લે કર્યો છે. રાવણની ભૂમિકા સૈફ અલી ખાને નિભાવી છે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વીટમાં કહ્યું કે, આદિપુરુષે દેશની 3 નેશનલ ચેઇન્સમાં 3.50 લાખથી વધારે ટિકીટ વેચી છે. ટિકીટનું વેચાણ આ વીકએન્ડ માટેનું છે. એડવાન્સ બુકીંગ હિંદી વર્ઝનમાં વધારે થયું છે, તેલુગુ વર્ઝનમાં પણ સારું બુકીંગ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp