પ્રભાસની ‘આદિપુરુષ’ પહેલા જ દિવસે પઠાણ, બાહુબલી-2 અને RRRનો રેકોર્ડ તોડશે?

PC: ndtv.com

આદિપુરુષની રીલીઝ પહેલા ફિલ્મને લઇને એક સારો માહોલ ઉભો થયેલો છે. લોકો તેના એડવાન્સ બુકિંગ માટે હો લગાવી રહ્યા છે.આ ફિલ્મે માત્ર 2 દિવસમાં 45 હજાર ટિકિટ વેચાઇ ગઇ છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ 3 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, એવી ધારણા રાખવામાં આવી રહી છે કે  તેનું એડવાન્સ બુકિંગ લાખોમાં થઈ શકે છે. રામાયણ પર આધારિત આ ફિલ્મમાં પ્રભાસ 'રામ'ના રોલમાં અને કૃતિ સેનન 'સીતા'ના રોલમાં જોવા મળશે. હવે તેના એડવાન્સ બુકિંગને જોતા આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડશે એવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે કે ‘આદિપુરુષ’ પહેલાં જ દિવસે તગડી કમાણી કરી શકે છે. બોલિવુડ લાઇફના એક અહેવાલ મુજબ પહેલાં દિવસે પ્રભાસની આ ફિલ્મ તેલુગુમાં 55 કરોડ અને હિંદી બેલ્ટમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. ફિલ્મના ક્રેઝને જોતા પહેલાં દિવસે સારી કમાણી કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ફિલ્મ ‘આદિપુરુષ’ના મેકર્સને ફિલ્મમાંથી મોટી કમાણી કરવાની આશા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો આ ફિલ્મ  પહેલા જ દિવસે 100 કરોડ રૂપિયાનું કલેકશન કરી લે છે તો એ પઠાણ, બાહુબલી-2, RRR અને KGF-2ને પાછળ છોડી શકે છે. 16 જૂન, શુક્રવારે સિનેમાઘરોમાં રીલિઝ થનારી આ ફિલ્મ માટે ફિલ્મના ચાહકો પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તો હવે જોવાનું એ રહેશે કે ફિલ્મને કેટલો ફાયદો મળવાનો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત આ ફિલ્મનો ક્રેઝ ભારતમાં તો છે જ, પરંતુ સાથે વિદેશોમાં પણ આ ફિલ્મને લઇને લોકો ઉત્સાહિત છે. જાણવા મળેલી માહિતી મુજબ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આ ફિલ્મનું એડવાન્સ બુકીંગ જોરમાં ચાલી રહ્યું છે. બંને દેશોમાં એડવાન્સ બુકીંગના મામલામાં ‘આદિપુરુષ’  એડવાન્સ બુકીંગમાં  KGF-2ને પછડાટ આપી છે.

પ્રભાસ એવો અભિનેતા છે કે તેની ફિલ્મ પર બધાની નજર હોય છે. ‘આદિપુરુષ’ માટે પણ તેના ફેન્સ ક્રેઝી છે. આ ફિલ્માં પ્રભાસ, કૃતિ સેનનની સાથે સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 700 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી છે, જે અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મના નિર્માતાઓએ વિઝ્યુઅલ ઇફેક્ટસ માટે જ 350 કરૌડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp