નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘પરિણીતા’ના ડિરેક્ટર પ્રદીપ સરકારનું નિધન

PC: filmibeat.com

બોલિવુડથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મમેકર પ્રદીપ સરકારનું નિધન થઈ ગયું છે. 68 વર્ષની ઉંમરમાં પ્રદીપ સરકારે છેલ્લા શ્વાસ લીધા છે. 24 ફેબ્રુઆરીની સવારે 3:30 વાગ્યે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. રિપોર્ટ્સ મુજબ, તેમનું પોટેશિયમ લેવલ ખૂબ ઝડપથી ઘટ્યું, ત્યારબાદ પ્રદીપ સરકારને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટર તેમને બચાવી ન શક્યા. તેમના નિધન સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક ટેલેન્ટેડ ફિલ્મમેકરને ગમાવી દીધા.

એક્ટ્રેસ નીતુ ચંદ્રાએ ડિરેક્ટરના નિધનના સમાચારોની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વીટ કરીને આ દુઃખદ સમાચાર આપ્યા છે. એક્ટ્રેસે લખ્યું કે- આપણાં વહાલા ડિરેક્ટર દાદા હવે નથી રહ્યા. મેં પોતાનું કરિયર તેમની સાથે શરૂ કર્યું હતું. તેમનું ટેલેન્ટ ગજબ હતું. તેમની ફિલ્મો લાર્જર ધેન લાઇફ રહેતી હતી. તેમને ખૂબ યાદ કરવામાં આવશે. એક્ટર અજય દેવગને પણ ડિરેક્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અજયે પ્રદીપ સરકારને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર માટે સંવેદનાઓ વ્યક્ત કરી.

ડિરેક્ટરના નિધનથી સેલિબ્રિટીઓમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. મનોજ વાજપેયી, હંસલ મેહતાએ તેમની આત્માને શાંતિ મળવાની દુવા કરી છે. પ્રતીપ સરકાર ડિરેક્ટર હોવા સાથે લેખક પણ હતા. વિનોદ ચોપડા પ્રોડક્શન્સથી પોતાનું કરિયર શરૂ કર્યું હતું. 17 વર્ષો સુધી મેનસ્ટ્રીમ એડવાઈઝિંગમાં એક ક્રિએટિવ ડિટેક્ટર આર્ટ તરીકે કામ કર્યા બાદ તેમની ડિરેક્ટોરિયલ જર્ની શરૂ થઈ. તેઓ એડ ફિલ્મમેકર બન્યા. કોમર્શિયલ્સ સિવાય તેમણે હિટ મ્યૂઝિક વીડિયો પણ ડિરેક્ટર કર્યા.

આમ તો તેમણે ઘણી સુપરહિટ અને શાનદાર ફિલ્મો બનાવી હતી, પરંતુ સૈફ અલી ખાન અને વિદ્યા બાલન અભિનીત ‘પરિણીતા’ સૌથી વધુ પસંદ કરવામાં આવી. ફિલ્મ ડિરેક્ટર તરીકે ‘પરિણીતા’ તેમની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ આજે પણ ફિલ્મ લવર્સની ફેવરિટ છે. આ ફિલ્મે વિદ્યાબાલનને સ્ટાર બનાવી. ‘પરિણીતા’ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતી. તેણે 5 ફિલ્મફેર એવોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. પ્રદીપ સરકારના ડિરેક્શનમાં બનેલી છેલ્લી ફિલ્મ ‘હેલિકોપ્ટર ઇલા’ હતી. તેમાં કાજોલે લીડ રોલ પ્લે કર્યો હતો.

પ્રદીપ સરકારે દર્શકોને શાનદાર સિનેમા દેખાડી. તેમણે ઘણી હિટ ફિલ્મો બનાવી હતી. તેમાં ‘પરિણીતા’, ‘એકલવ્ય-ધ રોયલ ગાર્ડ’, ‘લફંગે-પરિન્દે’, ‘લાગા ચુનરી મેં દાગ’, ‘મર્દાની’, ‘હેલિકોપ્ટર ઇલા’ જેવી ફિલ્મો સામેલ રહી. તેમના ડિરેક્શનમાં ઘણી વેબ સીરિઝ પણ બની હતી. જેમ કે, ‘ફોરબિડન લવ’, ‘અરેજ્ડ મેરેજ’, ‘કોલ્ડ લસ્સી’ અને ‘ચિકન મસાલા.’ પ્રદીપ સરકારના ડિરેક્શનમાં બનેલી છેલ્લી વેબ સીરિઝ ‘દૂરંગા’ હતી. પ્રદીપ સરકાર ભલે હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ પોતાના શાનદાર કામનો વારસો તેઓ ફેન્સ માટે છોડી ગયા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp