પ્રકાશ ઝાએ કહ્યું કે બોલિવુડ કલાકારોને એક્ટિંગ આવડતી નથી, હોલિવુડ પાસે શીખો

PC: zeenews.india.com

આશ્રમ 3ના દિગ્દર્શક પ્રકાશ ઝાએ હવે હોલિવુડ અને બોલિવુડ વચ્ચે બોલિવુડ અને સાઉથ વચ્ચેના વિવાદને જગાડ્યો છે. બોલિવુડ કલાકારોની સ્કિલ્સ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે  બોલિવુડ કલાકારોથી મને ચીઢ છે, તેઓ અભિનય જાણતા નથી. જો કે તેમણે વ્યકિગત કોઇ કલાકારોના નામ આપ્યો નહોતા.

બોલિવુડ વર્સીસસાઉથની ચર્ચા વચ્ચે ફિલ્મમેકર પ્રકાશ ઝાએ બોલિવુડ સ્ટાર્સ વિશે મોટું નિવેદન આપ્યું છે. ગંગાજલ, મૃત્યુદંડ,અફરન' અને ચક્રવ્યુહજેવી ફિલ્મો બનાવી ચુકેલા અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રકાશ ઝા હાલમાં વેબ સિરીઝ 'આશ્રમ 3ને લઈને ચર્ચામાં છે.

પ્રકાશ ઝાને દામુલ અને સોનલ જેવી ફિલ્મો માટે 2 નેશનલ એવોર્ડ મળ્યા હતા. 4 દાયકાથી વધુ સમયથી ફિલ્મો બનાવી રહેલા પ્રકાશ ઝાએ અજય દેવગણથી લઈને શબાના આઝમી, માધુરી દીક્ષિત, ઓમ પુરી, નાના પાટેકર અને રણબીર કપુર સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ પ્રકાશ ઝાને લાગે છે કે બોલિવુડના કલાકારો એક્ટિંગાજાણતા નથી.

હિન્દુસ્તાન ટાઈમ્સ ના અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગોફેસ્ટ 2022માં વાતચીત દરમિયાન, પ્રકાશ ઝાએ બોલિવુડ કલાકારોની અભિનય કુશળતા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું, અહીં કલાકારો સાથે કામ કરીને મને ચીઢ આવતી હતી. તેઓ જાણતા જ નથી કે અભિનય શું છે અને શેના માટે છે. આજ સુધી કોઈ પણ કલાકારે મને શૂટના દિવસો વિશે પૂછ્યું નથી કે શૂટનો સમય શું છે, લોકેશન શું છે, કેવી હશે એક્શન સિક્વન્સ અને એવી બીજી બધી બધી બાબતો છે.

પ્રકાશ ઝાએ આગળ કહ્યું, બોલિવુડ અને હોલીવુડના કલાકારો વચ્ચે આ જ મોટો તફાવત છે. હોલીવુડમાં, કલાકારો વર્કશોપમાં હાજરી આપે છે, પ્રેક્ટિસ કરે છે અને તેમની કલાને નિખારે છે. પ્રકાશ ઝાએ જણાવ્યું કે તે પોતાની કુશળતા અને કાર્યને સુધારવા માટે તે વર્કશોપમાં ભાગ લીધો છે. તેણે કહ્યું, હું છુપાઈને જતો હતો અને એક વિદ્યાર્થી તરીકે તે વર્કશોપમાં હાજરી આપતો હતો. આ રીતે હું એક અભિનેતાની ભાષા સમજી શકતો હતો. મેં વર્ગમાં શેક્સપિયર અને અન્ય નાટકો કર્યા, જેનાથી મને વધુ આત્મવિશ્વાસ મળ્યો.


પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત છેલ્લી ફિલ્મ 2019 માં આવી હતી, જેનું નામ પરીક્ષા - ધ ફાઇનલ ટેસ્ટ હતું. તેને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. તે જ વર્ષે, તે ફિલ્મ 'સાંડ કી આંખ માં અભિનેતા તરીકે દેખાયા હતા. 2020 માં, પ્રકાશ ઝાએ બોબી દેઓલને લઇને સુપરહિટ વેબ સીરિઝ આશ્રમબનાવી, હવે ત્રીજો ભાગ એટલે કે આશ્રમ 3રિલીઝ થવા જઈ રહી છે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp