
બાબા સીદ્દિકી અને જિશાન સીદ્દિકીની ઇફ્તાર પાર્ટીમાં ઘણા સ્ટાર્સે રોનક વધારી. તેમાં એક્ટ્રેસ સન ખાન પોતાના પતિ મુફ્તી અનસ સઇદ સાથે સામેલ થઈ. એક વીડિયોમાં પ્રેગ્નેન્ટ સના પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજરે પડી. બીજી તરફ તેનો એક વીડિયોને જોઈને યુઝર્સ ગુસ્સે ભરાઈ ગયા. આ વીડિયોમાં અનસ તેનો હાથ પકડીને તેને ઝડપથી લઈ જતો નજરે પડી રહ્યો છે. એમ કરવાથી એક્ટ્રેસને માઠું લાગી જાય છે. યુઝર્સના ટ્રોલ કરવા પર સના ખાને તેના પર રીએક્ટ કર્યું છે.
રવિવારે સાંજે બાબા સીદ્દિકીએ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીના વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બિગ બોસ ફેમ સના ખાનના એક વીડિયો પર યુઝર્સનું ધ્યાન અટકી ગયું. પતિ અનસ વીડિયોમાં સના ખાનનો હાથ પકડીને ઝડપથી ચાલતો નજરે પડી રહ્યો છે. પ્રેગ્નેન્ટ સના ખાનનો ઝડપથી ચાલતા હાલત ખરાબ થઈ જાય છે અને તેના ચહેરા પર થાક દેખાય છે. તે કહેતી નજરે પડી રહી છે કે થાકી ગઈ છે. આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સના નિશાના પર સના ખાનનો પતિ મુફ્તી અનસ આવી ગયો.
ઘણા યુઝર્સે તેની આ હરકત પર ક્લાસ લગાવી દીધો. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેના પર રીએક્શન આપવાની શરૂઆત કરી દીધી છે. એક યઝરે વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે, મગજ ઠેકાણે છે! તે પ્રેગ્નેન્ટ છે.’ તો અન્ય એક યુઝરે લખ્યું કે, સીરિયસલી, આરામથી ભાઈ. તારી જ પત્ની છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, એવી સ્થિતિમાં તેને ઘસડતો કેમ ફરી રહ્યો છે.
હવે આ આખા મામલે સના ખાને રીએક્ટ કરતા લખ્યું કે, આ વીડિયો અત્યારે મારા ધ્યાનમાં આવ્યો. મને ખબર છે કે એ જોવામાં અજીબ લાગી રહ્યો છે. બહાર આવ્યા બાદ અમારા ડ્રાઈવર અને કાર સાથે સંપર્ક તૂટી ગયો અને હું ઘણા સમયથી ત્યાં ઊભી હતી. આ કારણે મને પરસેવો આવવા લાગ્યો અને અસહજ થઈ ગઈ. એટલે તે જલદી મને કારની અંદર લઈ જવા માગતો હતો જેથી હું બેસી શકું અને પાણી પી શકું. મેં જ જલદી ચાલવા કહ્યું હતું કેમ કે અમે પેપરાજીને પરેશાન કરવા માગતા નહોતા, જે ત્યાં બધા મહેમાનોની તસવીરો ક્લિક કરી રહ્યા હતા. એક રિક્વેસ્ટ છે કે બીજું કંઈ ન વિચારો. મારી ચિંતા માટે તમારો આભાર. ઉલ્લેખનીય છે કે સનાએ એક્ટિંગની દુનિયા છોડી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp