- Entertainment
- પ્રીટી ઝિંટાએ ટ્વિન્સ દીકરાઓના વિદેશમાં પણ કરાવ્યા મુંડન સંસ્કાર, જણાવ્યું મહત્વ
પ્રીટી ઝિંટાએ ટ્વિન્સ દીકરાઓના વિદેશમાં પણ કરાવ્યા મુંડન સંસ્કાર, જણાવ્યું મહત્વ
બોલિવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા ઘણા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે. તે વિદેશમાં પોતાની મેરિડ લાઇફને એન્જોય કરી રહી છે. વર્ષ 2021માં તેણે સરોગસી દ્વારા જુડવા બાળકો જય અને જિયાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ, હવે તેણે પોતાના બંને બાળકોનું મુંડન કરાવ્યું છે. પ્રીતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંને બાળકોના મુંડન સેરેમનીની તસવીરો શેર કરી છે. ફોટો શેર કરવાની સાથે જ તેણે આ રિવાજનું મહત્ત્વ પણ જણાવ્યું છે.

પ્રીતિએ પોતાના બંને બાળકો- જય અને જિયાનો ફોટો શેર કર્યો છે, જેમા તે બંને જમીન પર બેઠેલા દેખાઈ રહ્યા છે. કેમેરાની તરફ તેમની પીઠ છે. ફોટો શેર કરવાની સાથે જ પ્રીતિએ જણાવ્યું હતું કે, હિંદુ ધર્મમાં મુંડન સેરેમનીનો મતલબ શું હોય છે. તેણે કેપ્શનમાં લખ્યું- આ વીકેન્ડ પર આખરે મુંડન સેરેમની થઈ, હિંદુઓ માટે પહેલીવાર માથે ટકો કરાવવો એટલે કે મુંડન કરાવવાને તેમના આગલા જન્મની યાદોમાંથી શુદ્ધિકરણ અને ભૂતકાળમાંથી આઝાદી મળવી એવુ માનવામાં આવે છે. આ છે જય અને જિયા પોતાની મુંડન સેરેમની બાદ.


પ્રીતિ ઝિંટા છેલ્લાં ઘણા લાંબા સમયથી હિંદી સિનેમાથી દૂર છે પરંતુ, ભારત દેશની માટી તેને આજે પણ આકર્ષિત કરે છે. એક્ટ્રેસ હાલમાં જ ભારત આવી હતી. અહીં મુંબઈમાં તેણે પોતાના ફ્રેન્ડ્સ સાથે ગપશપ માટે મુલાકાત કરી, જેમા નરગિસ ફાખરી સામેલ રહી. તેણે નરગિસ સાથે વીતાવેલી પળોનો વીડિયો પણ શેર કર્યો અને સાથે જ સ્વાદિષ્ટ વ્યંજનની ઝલક પણ બતાવી. હવે પ્રીતિ લોસ એન્જલસ પાછી આવી ગઈ છે. પોતાના ઘરે પાછા આવ્યા બાદ તેણે જય અને જિયાની મુંડન સેરેમનીની તસવીર ફેન્સ સાથે શેર કરી છે.
પ્રીતિ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર પોતાના હોલી ડેની તસવીરો અને રીલ્સ શેર કરતી રહે છે. હાલમાં જ તે એક્ટ્રેસ નરગિસ ફાખરીને મળી હતી. ત્યાં તેમણે ખૂબ જ એન્જોય કર્યું. તેણે નરગિસ ફાખરી સાથે એક રીલ બનાવીને શેર કરી છે.
પ્રીતિ ઝિંટાએ વર્ષ 2016માં અમેરિકન બિઝનેસમેન જેન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. તેણે મુંબઈમાં પોતાના ફ્રેન્ડ્સ માટે રિસેપ્શન પાર્ટી પણ આયોજિત કરી હતી. લગ્ન પહેલા બંનેએ આશરે 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્ન બાદ પ્રીતિ પોતાના પતિ સાથે એલએ શિફ્ટ થઈ ગઈ હતી.

