‘મંદિરને સેક્સ સાથે જોડ્યુ’ ‘OMG 2’ને લઈને મહાકાલના પૂજારીનો વિરોધ, બોલ્યા...

PC: hindustantimes.com

અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘OMG 2’ને લઈને ઉજ્જૈનના મહાકાલ મંદિરના પૂજારીઓનો વિરોધ યથાવત છે. તેઓ ફિલ્મને લઈને પોતાની આપત્તિ પર અડગ છે. શુક્રવારે રીલિઝ થયેલી ફિલ્મને જોવા મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્મા પહોંચ્યા હતા. તેની સાથે જ લીગલ નોટિસ આપનારા વકીલ પણ હતા. ‘OMG 2’ ફિલ્મ જોયા બાદ તેમણે કહ્યું કે, ફિલ્મમાં મહાકાલ મંદિરની પરંપરા સાથે છેડછાડ કરવામાં આવી છે, જે સહન કરવામાં નહીં આવે. ફિલ્મ મેકર્સને મોકલવામાં આવેલી નોટિસ પણ પાછી નહીં લઈએ.

તેમણે કહ્યું કે, વકીલો પાસે સલાહ લઈને કાર્યવાહી કરવામાં આવશે. તો ફિલ્મમાંથી જે દૃશ્ય હટાવવાની માગ કરવામાં આવી હતી, તે હટાવવામાં આવ્યા નથી, વિરોધ ચાલુ રહેશે. આ ફિલ્મનો વિરોધ પૂજારી અને સંત અગાઉથી જ કરી રહ્યા હતા, તેમનું કહેવું હતું કે ફિલ્મને A સર્ટિફિકેટ આપ્યા બાદ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નહીં જોઈ શકે. સાથે જ ફિલ્મમાં મહાકાલ મંદિરના સીન હટાવવાની માગ કરી રહ્યા હતા.

જો કે, તે સમયે તેમણે ફિલ્મ જોઈ નહોતી. ત્યારબાદ શુક્રવારે ફિલ્મ રીલિઝ થતા જ મંદિરના પૂજારી અને ફિલ્મ મેકર્સને નોટિસ મોકલનારા વકીલે ફિલ્મ જોઈ. અત્યાર સુધી ફિલ્મમાંથી મહાકાલ મંદિરના સીન હટાવવાની માગ થઈ રહી હતી, પરંતુ ફિલ્મ જોયા બાદ તેના સંવાદ અને તથ્યો પર પણ આપત્તિ વ્યક્ત કરી છે. અખિલ ભારતીય પૂજારી સંઘ તરફથી ફિલ્મ મેકર્સને નોટિસ મોકલનારા એડવોકેટ અભિલાષ વ્યાસનું કહેવું છે કે અમે ઈચ્છીએ છીએ કે એડલ્ટ કન્ટેન્ટમાં ભાગવનને ન રાખવા જોઈએ.

ફિલ્મમાં એક જગ્યા પર એક્ટર અક્ષય કુમાર કહે છે કે સવાલ નહીં કરીશું, તો જવાબ ક્યાંથી મળશે. અમે પણ એ જ સવાલ કરીએ છીએ કે તમે મહાકાલને એવી ફિલ્મોમાં કેમ દેખાડવામાં આવે જેમાં એડલ્ટ કન્ટેન્ટ છે. તેના પર અમે કાર્યવાહી કરીશું. ત્યારે જવાબ મળશે. અન્ય ડાયલોગ છે માનહાનિનો કેસ કરાવતો અને માફી મંગાવતો. ભગવાન શિવ આપણી આસ્થા છે. ફિલ્મનું કન્ટેન્ટ સ્વીકારવા યોગ્ય નથી. ફિલ્મ મેકર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નોટિસ પરત લેવામાં નહીં આવે.

મહાકાલ મંદિરના પંડિત મહેશ પૂજારીએ કહ્યું કે, ફિલ્મમાં વારંવાર મહાકાલેશ્વર મંદિરને સેક્સ સાથે જોડ્યુ છે. ફિલ્મમાં ઘણી વખત ભગવાન મહાકાલનું નામ લેવામાં આવ્યું, જે આપત્તિજનક છે. ભગવાન શિવને પણ કચોરી ખરીદતા, ક્યારેક પોલીસ સ્ટેશનમાં આરોપીની જેમ દેખાડવામાં આવ્યા છે. ફિલ્મ 'OMG 2'માં સેક્સ એજ્યૂકેશન રિલેટેડ છે અને ફિલ્મમાં વારંવાર મહાકાલ મંદિરના શૉટ દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં શિવલિંગની ઉત્પત્તિ લિંગ અને યોનીથી બતાવવામાં આવી છે, જે પૂરી રીતે ભ્રામક છે, જ્યારે મહાકાલ તો સ્વયંભૂ છે. તેમાં ઘણા શૉટ જોવા લાયક નથી.

ફિલ્મમાં એક હીરોને મંદિરમાં ભસ્મ આરતી કરતો દેખાડવામાં આવ્યો છે. તે મંદિરની વંશવાદ પરંપરામાં હસ્તક્ષેપ છે. આ બધા દૃશ્યોને ફિલ્મમાંથી હટાવવાની માગ કરવામાં આવશે. તો મહાકાલ મંદિરના પૂજારી આશિષ શર્માએ કહ્યું કે, અત્યારે ફિલ્મ જોઈ નથી, પરંતુ જે સાંભળવામાં આવ્યું છે કે ફિલ્મમાં ભગવાન મહાકાલને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે, મંદિરના પૂજારી આજે ફિલ્મને જોવા ગયા છે તેમના દ્વારા ફિલ્મ જોયા બાદ કોઈ આપત્તિ આવે છે તો ફિલ્મનો વિરોધ ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp