‘Bigg Boss’માંથી હાંકી કઢાયા બાદ પુનિત બોલ્યો-સલમાન મને જોઈને ગભરાઈ ગયો હતો

પુનિત સુપરસ્ટારે ‘Bigg Boss OTT 2’માં એન્ટ્રી કરી હતી. સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ બન્યો હતો. તેના નામે ‘Bigg Boss’માં વધુ એક રેકોર્ડ બન્યો. તે પહેલો કન્ટેસ્ટન્ટ હતો, જેને 12 કલાકની અંદર ‘Bigg Boss’થી બેઘર કરી દેવામાં આવ્યો. ત્યારબાદ તેના ફેન્સ સોશિયલ મીડિયા પર નારાજ થઈ ગયા. શૉને ટ્રોલ કરવા લાગ્યા. હોસ્ટ સલમાન ખાનને ખરું ખોટું કહ્યું. પુનિતે ‘Bigg Boss’ ન જોવાની અપીલ કરી. પુનિતવાળો મામલો હજુ ઠંડો પણ પડ્યો નહોતો કે તેણે નવું ઇન્ટરવ્યૂ આપી દીધું. ત્યાં સલમાન ખાન પર વાત કરી.
તેણે કહ્યું કે, સલમાન ખાન તેને પહેલી વાર જોઈને ગભરાઈ ગયો હતો. પુનિતે Eloelo નામના પ્લેટફોર્મને લાઈવ ઇન્ટરવ્યૂ આપ્યું. તેણે કહ્યું કે, ‘સલમાન ભાઈ એકદમ નોર્વસ થઈ ગયો હતો. તે બાકી કંટેસ્ટેટન્ટ સાથે એમ તેમ વાતો કરી રહ્યા હતા. હું ગયો તો તેને લાગ્યું કે કોઈ પાગલ આવી ચૂક્યો છે. કોઈ ટેલેન્ટ બંદો આવી ચૂક્યો છે. એટલે તે ચૂપચાપ જ ઊભો રહ્યો અને મને એન્ટ્રીનું રસ્તો દેખાડી દીધો. સલમાન ખાને શૉમાં પુતિને પૂછ્યું હતું કે શું તારી કોઈ ગર્લફ્રેન્ડ છે.
તેના પર પુતિને નામાં જવાબ આપ્યો. સલમાન કહેવું હતું કે, એવી હરકતોના કારણે કોઈ બનશે પણ નહીં. પુતિને આ વાક્યો પર કહ્યું સલમાન ભાઈએ મને સવાલ કર્યો કે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. હું તેને કહેવા માગું છું કે તેની પાસ કોઈ છે? જે આવે છે, તે જતી રહે છે. સલમાન ભાઈ પણ સિંગલ છે અને હું પણ સિંગલ છું.
Bigg Boss OTT 2થી કેમ બહાર થયો પુનિત સુપરસ્ટાર?
17 જૂનના રોજ ‘Bigg Boss OTT’ બીજી સીઝનનું પ્રીમિયર થયું. તેને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. પુનિત સુપરસ્ટાર Bigg Bossના ઘરમાં આવનારા 12મો સભ્ય હતો. ઘરમાં એન્ટ્રીથી પહેલા સ્ટેજ પર કન્ટેસ્ટન્ટનું એક રેન્કિંગ બોર્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પબ્લિક વોટિંગના આધાર પર નક્કી કરવામાં આવ્યું હતું. આ રેન્કિંમાં પુતિન નંબર 2 પર રહ્યો. હિસાબે તાને 1.35 લાખ રૂપિયાની Bigg Boss કરંન્સી મળવાની હતી, પરંતુ સ્ટેજ પર બેઠી પેનલે પુતિનની રેંકિગને ઘટાડીને 2 થી 12 નંબર પર પહોંચાડી દીધો. કેમ કે તેમને પુતિનની રીત ખૂબ ઇરિટેટિંગ લાગી. આ દરમિયાન MC સ્ટેને પુતિનના કન્ટેન્ટને ક્રિંજ બતાવ્યું હતું.
ખેર પુતિનને ઓછા પૈસા લઇને ઘરથી જતું રહેવું પડ્યું. પૈસાની કમીના કારણે તે ઘરમાં બેડ ન ખરીદી શક્યો. આ વાતથી તે ખૂબ નિરાશ હતો કે પેનલે તેની સાથે ખોટું કર્યું. તેઓ તેને માફી માગવા કહી રહ્યા છે. અહી સુધી બધુ ઠીક હતું. આગામી સવારે પુતિને ટૂથપેસ્ટ પોતાના મોઢા પર ઘસી લીધું. માથા પર ફિનાઇલ નાખી દીધું, જ્યાં તે આ બધુ કરી રહ્યો હતો એ જગ્યા ગંદી થઈ ગઈ હતી. બાકી ઘરના લોકોએ તેને સાફ કરવા કહ્યું. પુતિન ન માન્યો. તે બધા ઘરવાળાઓના રાખેલા સામાનને પોતાના માથે અને ચહેરા પર નાખી રહ્યો હતો. તેનાથી સામાન સમાપ્ત થઈ રહ્યો હતો.
પ્લસ તેનાથી પુતિનને પણ જોખમ થઈ શકતું હતું. Bigg Bossએ તેને ચેતવણી આપી કે તે આવી હરકતો બંધ કરી દે. નહિતર તેને ઘરથી કાઢી દેવામાં આવશે. તે ન માન્યો. ત્યારબાદ ઘરવાળાના મંતવ્યો બાદ Bigg Bossએ તેને ઘરથી બહાર જવા કહી દીધું. તો એમ પુતિન સુપરસ્ટાર ઘરમાં જવાના 12 કલાકની અંદર ત્યાંથી નીકળી આવ્યો. પુતિને નવા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેની વિરુદ્ધ ચાલ ચાલવામાં આવી.
એ હેઠળ તેને ઘરથી કાઢવામાં આવ્યો. પુતિનના વિવાદિત ઢંગે ઘરથી કાઢવા ઘણા લોકો પ્રમોશનની જેમ જોઈ રહ્યા છે. પુતિનની આસપાસ એટલી બુમરાણ મચી ગઈ કે, મેકર્સ આગળ તેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી બનાવીને પરત લઈ આવે. Bigg Bossની જેવી હિસ્ટ્રી રહી છે, એ હિસાબે એ સંભવ લાગે છે. બાકી પુતિનનું એમ જ કહેવું છે Bigg Boss ભાડમાં જાય. તેને આ શૉની જરૂરિયાત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp