'પુષ્પા 2'એ તેની રીલિઝ પહેલા જ 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડ્યો, RRRથી પણ નીકળી આગળ

સાઉથ એક્ટર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા'ની સિક્વલ 'પુષ્પાઃ ધ રૂલ' છે. અત્યાર સુધી ન તો ફિલ્મનું ટ્રેલર આવ્યું છે કે ન તો ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આમ છતાં અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે. આજે પણ ટ્વિટર પર #PushpaTheRule ટ્રેન્ડ કરી રહ્યું છે. શા માટે? હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 'પુષ્પાઃ ધ રૂલ'એ રીલિઝ પહેલા જ 'બાહુબલી 2', 'RRR' અને 'સાહો'ના રેકોર્ડ તોડી નાખ્યા છે. કેવી રીતે? ચાલો જાણીએ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'પુષ્પાઃ ધ રૂલ'ના ઓડિયો રાઈટ્સ 65 કરોડ રૂપિયામાં વેચાયા છે. એટલે કે, 'પુષ્પા 2'એ રીલિઝ પહેલા જ 'RRR', 'સાહો' અને 'બાહુબલી 2'ના રેકોર્ડ તોડી નાખ્યા છે. ખરેખર, 'RRR'ના રાઇટ્સ 25 કરોડમાં, 'સાહો'ના રાઇટ્સ 22 કરોડમાં અને 'બાહુબલી 2'ના રાઇટ્સ 10 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા.

'પુષ્પાઃ ધ રાઇઝ'ની સિક્વલ 'પુષ્પાઃ ધ રૂલ'માં દર્શકોને ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, બીજા ભાગમાં પુષ્પા અને શેખાવત વચ્ચેની લડાઈ બતાવવામાં આવશે. શેખાવત પુષ્પાને જેલમાં નાખીને અને પછી તેના પર ગોળીબાર કરીને બદલો લેશે. બીજી તરફ આ સમાચાર મળતાની સાથે જ આખું ગામ પોલીસ પ્રશાસનની વિરુદ્ધ થઈ જશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પાની પત્ની શ્રીવલ્લીનું પણ નિધન થશે. જો કે હજુ સુધી મેકર્સ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

અહીં તમને જણાવી દઈએ કે, પુષ્પા 2 નું ટીઝર અને પોસ્ટર તાજેતરમાં જ રીલિઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર અને ટીઝર સાથે, ચાહકોમાં પુષ્પા 2 વિશે વધુ ઉત્તેજના હતી. ફિલ્મના પહેલા ભાગમાં અલ્લુ અર્જુન તેમજ રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મના હિન્દી વર્ઝને લગભગ 100 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજી બાજુ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીજો ભાગ બોક્સ ઓફિસ પર ધમાકો કરશે.

વેપાર વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે, પુષ્પા 2 બોક્સ ઓફિસ પર એક મોટો ધમાકો લાવશે અને ઇતિહાસ રચશે. મીડિયા સુત્રોના એક અહેવાલ મુજબ, પુષ્પા 2 માટે તેને મોટી રકમ મળી છે. સૂત્રએ કહ્યું, 'પુષ્પા 2 માટે અલ્લુ અર્જુનની ફી લગભગ 85 કરોડ રૂપિયા છે. જે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો રેકોર્ડ છે. જોકે અભિનેતાઓ કે ફિલ્મ નિર્માતાઓ દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.