'પુષ્પા 2'નું ટીઝર રીલિઝ, અર્જુનના ચાહકો માટે સરપ્રાઈઝ, 3 કલાકમાં 36 લાખ વ્યૂ

PC: lalluram.com

પુષ્પા 2નું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે, અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'પુષ્પા' રિલીઝ થયાને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ ફિલ્મે લોકોને તેના દિવાના બનાવી દીધા હતા. ફિલ્મ રિલીઝ થયાના થોડા સમય બાદ લોકોએ ફિલ્મના પાર્ટ 2ની ડિમાન્ડ શરૂ કરી દીધી હતી. ઘણા લાંબા સમયથી ચાહકોની નજર તેના ભાગ 2 પર ટકેલી હતી. હવે મેકર્સે અલ્લુ અર્જુનના જન્મદિવસ પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ કરીને ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે, જેને જોઈને લોકો ખુબ જ ઉત્તેજના મેળવી રહ્યા છે.

ઘણા લાંબા સમય પછી આ ટીઝર રિલીઝ કરીને મેકર્સે આ ફિલ્મના આગામી ભાગની રાહ જોઈ રહેલા ચાહકોને મોટી રાહત આપી છે. અલ્લુ અર્જુનના જન્મદિવસ પહેલા આ ફિલ્મનું ટીઝર બહાર આવ્યું છે તે ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. તાજેતરમાં 'પુષ્પા ક્યાં છે?' એક શીર્ષકવાળા વીડિયોમાં સમગ્ર ભારતમાં ફિલ્મની સિક્વલ 'પુષ્પા ધ રૂલ'ની ઝલક આપવામાં આવી છે. જ્યારે, નિર્માતાઓએ 'પુષ્પા 2' એટલે કે 'પુષ્પા ધ રૂલ'નું દમદાર ટીઝર પણ રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ટીઝરને લઈને લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી 'પુષ્પા'એ દક્ષિણ ભારતીય પ્રેક્ષકોની સાથે હિન્દી બેલ્ટને પણ હચમચાવી નાખ્યું હતું. હિન્દી દર્શકોએ પણ આ ફિલ્મને દિલ ખોલીને પ્રેમ આપ્યો હતો. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અલ્લુ અર્જુન એક એવા માણસની ભૂમિકામાં જોવા મળ્યો હતો, જે કોઈની સામે ઝૂકતો નથી, કોઈથી ડરતો નથી. ચંદનની દાણચોરી કરે છે અને તેના દ્વારા તે ધીમે ધીમે એક ગરીબ માણસથી લઈને સફળતાના શિખરોને સ્પર્શે છે. 'પુષ્પા' ફિલ્મના અંતે એવો સંકેત મળ્યો હતો કે આ ફિલ્મનો બીજો ભાગ પણ ધમાકેદાર આવશે. બીજા ભાગમાં પુષ્પાના શાસનની વાર્તા બતાવવામાં આવશે. ઘણા સમયથી સોશિયલ મીડિયા પર 'પુષ્પા 2' વિશે ચર્ચા ચાલી રહી હતી.

અલ્લુ અર્જુન આવતીકાલે એટલે કે 8 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. તેથી જ શુક્રવારે તેના જન્મદિવસના એક દિવસ પહેલા એટલે કે આજે સાંજે અલ્લુ અર્જુનના બર્થડે સ્પેશિયલ પર ફિલ્મનું ટીઝર ચાહકો માટે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ વીડિયો સામે આવતા લોકોનો ઉત્સાહ પહેલા કરતા પણ વધી ગયો છે. હવે લોકોની નજર આ ફિલ્મની રિલીઝ ડેટ પર ટકેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp