આર. માધવનના પુત્ર વેદાંતે ફરી એક વખત દેશ માટે જીત્યા 5 ગોલ્ડ મેડલ

PC: indiatoday.in

એક્ટર આર. માધવનની છાતી આ સમયે ગર્વથી પહોળી થઈ ચૂકી છે. તેની ખુશીનું ઠેકાણું નથી. માધવનના પુત્ર વેદાંતે દેશને એક નહીં, પરંતુ 5-5 ગોલ્ડ મેડલ અપાવ્યા છે. આર. માધવનના પુત્ર વેદાંત સ્વિમિંગ ચેમ્પિયનમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. એક તરફ જ્યાં અન્ય સ્ટાર કિડ્સ ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ આર. માધવનનો પુત્ર વેદાંત દેશને મેડલ અપાવી રહ્યો છે. રમતની દુનિયામાં નામ ચમકાવી રહ્યો છે.

વેદાંત એક બાદ એક ચેમ્પિયનશિપમાં ધડાધડ મેડલ જીતી રહ્યો છે અને બધાના હોશ ઉડાવી રહ્યો છે. વેદાંત માધવને 58મી MILO/MAS મલેશિયા ઇન્વિટેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશીપ હિસ્સો લીધો હતો. તેમાં વેદાંતે 50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 અને 1200 મીટરની સ્વિમિંગ સ્પર્ધામાં હિસ્સો લીધો અને જીત હાંસલ કરી. આર. માધવન ખૂબ ગર્વ અનુભવ કરી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. સાથે જ કેટલીક તસવીર શેર કરી, જેમાં પુત્ર વેદાંત ગળામાં 5 મેડલ લટકાવ્યા છે અને તિરંગા સાથે પોઝ આપી રહ્યો છે.

તેમાંથી એક તસવીરમાં વેદાંત સાથે તેની માતા સરિતા નજરે પડી રહી છે. આર. માધવને જેવી આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ખુશી વ્યક્ત કરી, શુભેચ્છા આપનારાઓની લાઇન લાગી ગઈ. ટિસ્કા ચોપડા, લારા દત્તા, જુબેર ખાનથી લઈને તામિલ ફિલ્મોના સ્ટાર સૂર્યાએ આર. માનવનને શુભેચ્છા આપી.

આ અગાઉ વેદાંતે ફેબ્રુઆરી 2023માં ‘ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ’માં 5 ગોલ્ડ અને સિલ્વર સહિત 7 મેડલ જીત્યા હતા. આ ચેમ્પિયનશિપમાં વેદાંતે મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આર. માધવનનો પુત્ર વેદાંત સ્વિમર છે અને તે તેમાં જ કરિયર બનાવવા માગે છે. વર્ષ 2022માં વેદાંતે જુનિયર રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 1500 મીટર ફ્રીસ્ટાઈલ જીતી છે.

 
 
 
View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)

આર. મધવનનું કહેવું છે કે, વેદાંતના મનમાં અભિયાન નાખી રહ્યો નથી, જ્યારે દીકરાની વાત આવે છે તો માધવન દાવો કરે છે તે તેના પુત્રનો સૌથી મોટો ચીયરલીડર છે. જો કે, એક્ટર સામે એ સવાલ મોટા ભાગે આવ્યો છે જ્યારે તેને તેના દીકરાને અભિનય કે તેના વારસાને આગળ વધારવાની ભવિષ્યની યોજનાઓ બાબતે પૂછમાં આવ્યું.

માધવને એક ઇન્ટરવ્યૂમાં પોતાના પુત્ર વેદાંતના સ્વિમિંગ પ્રત્યેના ઝનૂન અને તેને સાકાર કરવાની વાત કહી. તેને કહ્યું કે વેદાંત, મેં અને સરિતાએ અનુભવ્યું કે તેમમે ખૂબ અટેન્શન મળ્યું કેમ કે તે મારો દીકરો છે. તેની ઉપલબ્ધિ એ પ્રસિદ્ધિ બરાબર નથી જે અત્યારે તેને મળી રહી છે. તેણે કેટલીક પ્રતિયોગિતા જીતી છે અને અત્યારે પણ એક લાંબો માર્ગ નક્કી કરવાનો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp