માધવનના પુત્ર વેદાંતે 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ'માં 5 ગોલ્ડ, 2 સિલ્વર મેડલ જીત્યા

PC: merisaheli.com

અભિનેતા R માધવન ખુશીના કારણે ફૂલીને ફાળકો થઇ ગયો છે. આ ક્ષણ તેના માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. હકીકતમાં પુત્ર વેદાંત માધવને 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023'માં એક કે બે નહીં પરંતુ સાત મેડલ જીત્યા હતા. વેદાંતે આ રમતમાં 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. પુત્રની આ સફળતા પર R. માધવનની ખુશીનો કોઈ પાર નથી. સોશિયલ મીડિયા પર તેણે તમામ ખેલાડીઓને જીતની શુભેચ્છા પાઠવતા પોતાના પુત્ર વેદાંત માટે પણ બે શબ્દો લખ્યા છે.

R માધવને ટ્વિટર પર પુત્ર વેદાંતની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે જીતેલા મેડલને લટકાવતો અને હાથમાં ટ્રોફી પકડેલો જોવા મળે છે. આ સાથે અભિનેતાએ એ પણ જણાવ્યું કે, વેદાંતે કઈ ઈવેન્ટમાં કયો મેડલ જીત્યો છે.

R માધવને એક ટ્વીટમાં જણાવ્યું કે, વેદાંતે 100 મીટર, 200 મીટર અને 1500 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે તેણે 400 મીટર અને 800 મીટર સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીત્યો. અન્ય ટ્વિટમાં R માધવને લખ્યું છે કે, તે અપેક્ષા ફર્નાન્ડિસ અને વેદાંત સહિત દરેકનું પ્રદર્શન જોઈને ખૂબ ખુશ છે. તે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છે.

વેદાંતે આ વર્ષે યોજાયેલી 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ'માં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મહારાષ્ટ્રની ટીમે આ ચેમ્પિયનશિપ પોતાના નામે કરીને ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત આ ટીમના છોકરાઓએ સ્વિમિંગમાં પણ ટ્રોફી જીતી હતી. R. માધવનનો પુત્ર વેદાંત પણ સ્વિમર છે. તેણે ગયા વર્ષે જુલાઈમાં જુનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, ફિલ્મ સ્ટાર્સના બાળકો માત્ર ફિલ્મોમાં જ કરિયર બનાવવાનું પસંદ કરે છે. પરંતુ વેદાંતે પોતાની એક અલગ ઓળખ બનાવવાનું નક્કી કર્યું. વેદાંતનું સ્વપ્ન દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતવાનું છે અને તે ઘણા વર્ષોથી આ દિશામાં કામ કરી રહ્યો છે. R માધવને પણ હંમેશા વેદાંતનું સમર્થન કર્યું છે. તે ખુશ છે કે તેનો પુત્ર અભિનય અને ફિલ્મોથી અલગ દુનિયામાં ન ફક્ત પોતાનું પરંતુ દેશનું નામ પણ રોશન કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp