
શાહિદ કપૂર સાથે OTTની દુનિયામાં રાશિ ખન્ના ધૂમ મચાવી રહી છે. વેબ સીરિઝ 'ફર્ઝી'થી એક્ટ્રેસનો ફર્સ્ટ લૂક જાહેર થયો છે. ચહેરા પર ટેન્શન, ખુલ્લા વાળ, સ્માર્ટ વોચ અને ઈન્ટેસ લૂકમાં રાશિ ખન્ના હાથ બાંધેલી ઊભા જોવા મળી રહી છે. આ વેબ સીરિઝ માટે રાશિ ઘણી એક્સાઈટેડ છે. હોય પણ કેમ નહીં, આખરે એક્ટ્રેસ વિજય સેતુપતિ સાથે પણ સ્ક્રીન શેર કરતી જોવા મળવાની છે.
દર્શક શાહિદ,રાશિ અને વિજયની જોડી જોવા માટે આતુર થઈ રહ્યા છે. વેબ સીરિઝમાં રાશિના રોલ અંગે વાત કરીએ તો તે એક સરકારી અધિકારીની ભૂમિકામાં જોવા મળવાની છે, જે દેશમાં ચાલી રહેલા ગોરખ ધંધાને જડથી ઉખાડવાનો પ્રયાસ કરી રહી છે. રાશિ ખન્ના એક મજબૂત અને સાહસી અધિકારીના રૂપમાં ઘણી દમદાર લાગી રહી છે.
પરંતુ શું તમે જાણો છો કે રાશિ ખન્ના માટે અહીં પહોંચવાનું સહેજ પણ સરળ ન હતું. એક્ટ્રેસે પોતાના હિસ્સાની સ્ટ્રગલ જોઈ છે. રાશિ ખન્ના એક્ટ્રેસ થવા પહેલા પ્લેબેક સિંગર હતી. તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં તેણે ઘણું કામ કર્યું છે પરંતુ જ્યારે હિન્દી સિનેમામાં પગલું ભર્યું તો તેને એટલી સફળતા મળી ન હતી.
રાશિ ખન્નાએ બોલિવુડ બબલ સાથે વાતચીતમાં કહ્યું કે કરિયરની શરૂઆતમાં તે થોડી ઓવર વેઈટ હતી. જ્યારે તે ઓડિશન્સ આપવા જતી હતી તો કાસ્ટીંગ ડાયરેક્ટર્સ તેને ગેસ ટેન્કર બોલીને રિજેક્ટ કરતા હતા. રાશિએ કહ્યું કે હું તે સમયે થોડી જાડી પણ હતી. જ્યારે લોકો મને આવું કહીને રિજેક્ટ કરતા હતા તો મને ઘણું ખરાબ લાગતું હતું પરંતુ હું પોતાને સમજાવી દેતી હતી. પછી મેં મારી બોડી પર કામ કર્યું. વેઈટ લૂઝ કરવામાં મહેનત કરવાની શરૂ કરી.
રાશિએ કહ્યું કે જ્યારે પણ મને મારા વજનના લીધે ટ્રોલ કરવામાં આવતી હતી અથવા કોઈ કમેન્ટ કરવામાં આવતી હતી તો હું તેની પર ધ્યાન આપતી ન હતી. સમયની સાથે મને અહેસાસ થયો કે ફિટ બોડી જ એક્ટરની રિક્વાયરમેન્ટ છે તો મેં વેઈટ લોસ કરવાનું શરૂ કર્યું. રાશિ આગળ વાત કરતા કહે છે કે, ઘણી વખત હું ઓડિશન્સ આપવા જતી હતી તો લોકો મને કહેતા હતા કે તમે સુંદર છો પરંતુ અમે તમને એટલા માટે કાસ્ટ નહીં કરી શકીએ કારણ કે તમે આઉટસાઈડર છો. ફિલ્મ ફ્લોપ ગઈ તો શું કરીશું. તમે પહેલા કોઈ ફિલ્મમાં આવ્યા પણ નથી. પણ મારું કહેવું હતું કે ટેલેન્ટના દમ પર જો સિલેક્શન થાય તો આઉટસાઈડર્સને પણ તક મળી શકે છે.
જ્હોન અબ્રાહમ સાથે 'મદ્રાસ કેફે'થી તે ડેબ્યૂ કરી ચૂકી છે પરંતુ તે સમયે ફિલ્મમાં તેને કોઈએ ઓળખી ન હતી. ન તો તેના પાત્રની કોઈ ચર્ચા થઈ હતી. પછીથી તેલુગુ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં તેણે કામ કર્યું. ત્યાર પછી તે લોકોમાં જાણીતી બની હતી. રાશિ ખન્નાએ અભ્યાસ પૂરો કર્યા પછી IAS ઓફિસર બનવા ઈચ્છતી હતી, પરંતુ કિસ્મત તેને સિંગિંગ તરફ લઈ ગઈ. રાશિનો મોડલ તથા એક્ટ્રેસ બનવામાં કોઈ રસ ન હતો. પરંતુ કોલેજના દિવસોમાં જ્યારે રાશિએ એક એડ માટે કોપીરાઈટિંગ કર્યું તો તેમાં તેને કામ મળ્યું હતું. ફિલ્મો કરતા પહેલા તેણે ઘણી એડ્સ લખી છે.
જેના પછી 2013માં સૂજિત સરકારની ફિલ્મ 'મદ્રાસ કેફે'માં સપોર્ટિંગ રોલમાં તેને બ્રેક મળ્યો હતો. જ્હોન અબ્રાહમની ઓનસ્ક્રીન વાઈફનું પાત્ર તેણે ભજવ્યું હતું. વર્ષ 2022માં રાશિ ખન્નાએ અજય દેવગણની સીરિઝ 'રુદ્ર'થી OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું. અહીંથી તેને હિન્દી ફિલ્મ જગતમાં ઓળખ મળી હતી. રાતોરાત રાશિ ખન્ના સ્ટાર બની ગઈ હતી. હવે ટૂંક સમયમાં તે 'ફર્ઝી'માં શાહીદ કપૂર અને વિજય સેતિપતુ સાથે જોવા મળવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp